બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / બિઝનેસ / savings schemes interest rates increased on rd ppf ssy scheme

ગુડ ન્યૂઝ! / સુકન્યા સમૃદ્ધિ, PPF... આટલી સરકારી યોજનાઓમાં પૈસા જમા કરતાં લોકો માટે જોરદાર સમાચાર, મોદી સરકારે આપી ગિફ્ટ

Arohi

Last Updated: 03:08 PM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PPF-SSY-NSC Scheme: નાણામંત્રાલયની તરફથી નોટિફિકેશન જાહેર કરી તેના વિશે જણાવવામાં આવ્યું છે. સરકારે આ વખતે આરડીના વ્યાજદરમાં 0.3 ટકાનો વધારો કર્યો છે. બેંકમાં જમાઓ પર વધતા વ્યાજદરોની વચ્ચે સરકારે આ પગલું ભર્યું છે.

  • મોદી સરકારે આપી મોટી ગિફ્ટ 
  • નાણામંત્રાલયે જાહેર કર્યું નોટિફિકેશન 
  • RDના વ્યાજદરમાં 0.3 ટકાનો વધારો 

કેન્દ્ર સરકારે બચત યોજનાઓમાં પૈસા લગાવતા લોકોને મોટી ભેટ આપી છે. જો તમે પણ બચત યોજનાઓમાં પૈસા લગાવી રહ્યા છો તો હવેથી તમને વધારે વ્યાજનો ફાયદો મળશે. નાણા મંત્રાલયની તરફથી નોટિફિકેશન જાહેર કરી આ વિશે જણાવવામાં આવ્યું છે. સરકારે આ વખતે આરડીના વ્યાજદરોમાં 0.3 ટકાનો વધારે કરી દીધો છે. બેંકમાં જમાઓ પર વધતા વ્યાજદરોની વચ્ચે સરકારે આ નિર્ણય કર્યો છે. 

PPFને લઈને કર્યો નિર્ણય 
તમને જણાવી દઈએ કે રોકાણકારોની વચ્ચે લોકપ્રિય સાર્વજનિક ભવિષ્ય નિધિ (PPF) પર મળતા વ્યાજમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો અને આ 7.1 ટકા પર યથાવત રહેશે. 

નાણા મંત્રાલયે આપી જાણકારી 
નાણા મંત્રાલયની તરફથી મળેલી જાણતારી અનુસાક, સૌથી વધારે વ્યાજની રકમ 0.3 ટકા આરડી પર વધારવામાં આવી છે. તેનાથી ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રણ મહિનામાં આવૃત્તિ જમા ધારકોને 6.5 ટકા વ્યાજ મળશે જે અત્યાર સુધી 6.2 ટકા હતુ. 

પોસ્ટ ઓફિસ FD પર કેટલું મળશે વ્યાજ? 
વ્યાજદરોની સમીક્ષા બાદ પોસ્ટ ઓફિસમાં એક વર્ષની એફડી પર વ્યાજ 0.1 ટકા વધીને 6.9 ટકા મળશે. ત્યાં જ બે વર્ષની એફડી પર વ્યાજ હવે 7.0 ટકા હશે જે અત્યાર સુધી 6.9 ટકા હતું. જોકે ત્રણ વર્ષ અને પાંચ વર્ષની જમાઓ પર વ્યાજને ક્રમશઃ 7.0 ટકા અને 7.5 ટકા પર યથાવત રાખવામાં આવ્યું છે. 

PPF અને Savings Account પર નથી થયો દરમાં ફેરફાર
તેની સાથે જ PPF એકાઉન્ટમાં જમા રકમ પર વ્યાજને 7.1 ટકા અને બચત ખાતામાં જમા વ્યાજને 4.0 ટકા પર બનાવી રાખવામાં આવ્યું છે. તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કરવામાં આવ્યો. 

NSCના વ્યાજદકોમાં પણ નથી થયો ફેરફાર 
રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર પર પણ એક જુલાઈથી 20 સપ્ટેમ્બર, 2023 સુધી લેવામાં આવેલા વ્યાજને 7.7 ટકા પર યથાવત રાખવામાં આવ્યું છે. 

SSY અને SCSS પર કેટલું મળશે વ્યાજ?
બાળકીઓ માટે બચત યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના પર પણ વ્યાજદર 8.0 ટકા પર અપરિવર્તિત છે. વરિષ્ઠ નાગરિક બચત યોજના અને કિસાન વિકાસ પત્ર પર વ્યાજ ક્રમશઃ 8.2 ટકા અને 7.5 ટકા રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ