બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Sardar Sarovar Dam overflowed, releasing 19 lakh cusecs of water, water level in Narmada river increased.

ભાદરવો ભરપૂર / સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલાતા નર્મદા નદી બની ગાંડીતૂર, 6000થી વધુ લોકોનું સ્થળાંતર, રાજપીપળામાં 50 લોકો ફસાયા

Dinesh

Last Updated: 07:29 PM, 17 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Narmada News : નર્મદા ડેમની જળસપાટી 138.68 મીટર પહોંચી ગઈ છે, જેના કારણે ડેમમાંથી 18 લાખ 62 હજાર ક્યૂસેકથી પણ વધુ પાણીની આવક થતાં હાલ ડેમના 23 દરવાજા 9.70 મીટર સુધી ખોલમાં આવ્યા છે.

  • નર્મદા નદી બની ગાંડીતૂર 
  • અનેક ગામડાઓમાંથી લોકોનું સ્થળાંતર 
  • કાંઠા વિસ્તારના ગામડાઓને કરાયા એલર્ટ 


Narmada News : મધ્યપ્રદેશમાં અને મધ્ય ગુજરાતમાં ભાદરવો ભરપૂર વરસી રહ્યો છે. અને ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમ છલકાતા 19 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે નર્મદા નદી ગાંડીતૂર બની છે. પાણીનો પ્રવાહ એટલો છે કે, હાઈવે પણ બંધ કરવાની નોબત આવી છે. બીજી તરફ તિલકવાડા, નાંદોદ, રાજપીપળા તેમજ ભરૂચમાંથી 6000થી વધુ લોકોનું સ્થળાંતર કરવાની જરૂર પડી છે. જ્યારે નદીકાંઠાના તમામ ગામડાઓને એલર્ટ કરી દેવાયા છે.

કાંઠા વિસ્તારના ઘરો પાણીમાં ગરકાવ
નર્મદા નદી ગાંડીતૂર બની છે. જેના કારણે ભરૂચ, રાજપીપળાના અનેક વિસ્તારોમાં નર્મદાના પાણી ઘૂસી ગયાં હતાં. તો કાંઠા વિસ્તારના ઘરો પાણીમાં ગરકાવ થઈ જતાં લોકોનું સ્થળાંતર કરાયું હતું. નર્મદાના પ્રવાહને જોતા તંત્રને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. કારણ કે, ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની જળસપાટી 29 ફૂટ સુધી પહોંચી છે. બીજી તરફ ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયાના નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરાયા છે. 

SDRF ની ટીમો તૈનાથ
સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા જ આહલાદક નજારો જોવા મળ્યો બીજી તરફ સ્ટેચ્યૂ ઓપ યુનિટીની આસપાસ પણ નર્મદાના નદીના પાણી ફરી વળ્યા છે. જેના કારણે આ નજારાને માણવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ આ વર્ષે પ્રથમ વખત સંપૂર્ણ  ભરાયો છે. નર્મદા ડેમની જળસપાટી 138.68 મીટર પહોંચી ગઈ છે. જેના કારણે ડેમમાં 18 લાખ 62 હજાર ક્યૂસેકથી પણ વધુ પાણીની આવક થતાં હાલ ડેમના 23 દરવાજા 9.70 મીટર સુધી ખોલમાં આવ્યા છે. અને આ કારણે કેવડિયા ખાતે આહલાદક નઝારો જોવા મળ્યો હતો. બીજી તરફ ડેમમાંથી પાણી છોડાતા નદી ગાંડીતૂર બની છે. જેને ધ્યાને રાખતા જિલ્લામાં સાવચેતીના ભાગરૂપે SDRF ની ટીમોને તૈનાત કરવામાં આવી છે.

લોકોને રેસક્યું કરવા એરફોર્સની મદદ લેવાઇ 
ગત રોજ નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નર્મદાનાં નીચાણવાળા વિસ્તારનાં અનેક ગામોમાં પાણી ફરી વળ્યા હતા. વડોદરા જીલ્લાનાં બરકાલ ગામનાં બેટમાં લોકો ફસાયા હતા. વ્યાસ બેટમાં 12 લોકો ફસાયા હતા. જેથી લોકોએ મંદિરનાં ધાબા પર આશરો લીધો હતો. લોકોને રેસ્ક્યું કરવા એરફોર્સની મદદ લેવાઈ હતી. અનેક જગ્યાએ રોડ પર પાણી ફરી વળ્યા હતા.

રેસ્કયૂ ઓપરેશન
નર્મદાના રાજપીપળામાં નીચાણવાળા વિસ્તારમાં 50 લોકો ફસાયા હતાં. કુંભારવાડા અને ભોઈવાડ વિસ્તારમાં પાણી ભરાતા લોકો  ફસાયા હતાં. ઘર, મદિર અને ઉચાણવાળા વિસ્તારોમાં લોકો રહેવા  મજબૂર બન્યા છે. માંગરોળ ગામે વાયબ્રન્ટ સ્કૂલમાં ફસાયેલા બાળકોનું રેસ્કયૂ કરાયું છે. વાયબ્રન્ટ સ્કૂલમાં પ્રિન્સિપાલ શિક્ષકો સહિત બાળકોનું રેસ્ક્યૂ કરાયું છે. SDRFની ટીમે બોટ દ્વારા બિસ્કીટ પાણી પહોંચાડ્યું છે. તેમજ હાલ 6 બાળકોને રેસ્કયૂ કરી માંગરોળ ટેકરા પર લાવવામાં આવ્યા છે. DySP જી.એ.સરવૈયા સહિત પોલીસ ટીમ અને SDRFની ખડેપગે છે.

નર્મદા નદી ગાંડીતૂર
નર્મદા ડેમમાંથી પાણી છોડવા આવતા ભરૂચ શહેર અને તાલુકાના ગામો સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે. અંકલેશ્વર અને ઝગડિયા તાલુકાને પણ અસર થઈ છે. જિલ્લામાં કુલ 5744 લોકોનું સ્થળાંતર કરાયુ તેમજ 3500થી વધુ લોકોને શેલ્ટર હોમમાં રખાયા છે. શેલ્ટર હોમમાં રહેવા-જમવા અને મેડિકલ સહિતની સુવિધાઓ ઉપલ્બધ કરાઈ છે. પશુધનને પણ શિફ્ટ કરવામાં આવ્યા છે. અત્રે જણાવી દઈએ કે, ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીનું ભયજનક જળસ્તર 24 ફૂટ છે જ્યાં હાલ 36 ફૂટે પાણી વહીં રહ્યું છે


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ