બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Sara Ali Khan became a reporter in Banaras, Fans are very appreciative

બોલિવૂડ / વારાણસીમાં રિપોર્ટર બની સારા અલી ખાન, ફેન્સે કર્યા ખુબ વખાણ

Published By: Intern

Last Updated: 01:01 PM, 16 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 2018માં ફિલ્મ કેદારનાથથી પોતાની ફિલ્મ કરિયરની શરૂઆત કરવા વાળી સારા અલી ખાન પોતાના બેસ્ટ પર્ફોર્મન્સથી લોકોનું દિલ જીત્યું છે. તે ઉપરાંત સારાના સોશિયલ મીડિયા પર પણ ફેન્સ ફોલોઈંગ ઘણા વધારે છે. સારાએ માત્ર 3 ફિલ્મોમાં કામ કરીને પોતાના પર્ફોર્મન્સથી ફેન્સનું દિલ જીતી લીધું છે. તદુપરાંત સારા પોતાના ફેન્સ માટે સોશિયલ મીડિયા પર કંઈક શેર કરતી રહેતી હોય છે. હાલમાં સારાએ એક વિડીયો શેર કર્યો છે જેમાં તે રિપોર્ટિંગ કરતા નજરે આવી.

  • 2018થી પોતાના ફિલ્મ કરિયરની શરૂઆત કરી હતી સારાએ 
  • બનારસની ગલીયોમાં એક અનોખા અંદાજમાં રિપોર્ટિંગ કરી વિડીયો કર્યો શેર 
  • એક મહિનામાં બીજી વાર સામિલ થયા ગંગા  આરતીમાં 

ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો વિડીયો
 


સારા અલી ખાને રવિવારે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર બનારસનો એક વિડિયો શેર કર્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે તે કાશી વિશ્વનાથ જવા વાળી ગલીમાં નજરે આવી રહી છે. સારા ગલીની અંદર ઘુસતાં જ તે ગલી વિશે વિસ્તારમાં જાણવાનું શરુ કરે છે. સારા અલી ખાનનો આ વિડિયો જોવામાં ખુબ જ અલગ છે.   

એક જ મહિનામાં બીજી વાર ગંગા આરતીમાં પહોંચી સારા 

તમને જણાવી દઈએ કે, દશાશ્વમેધ ઘાટ પર થવા વાળી ગંગા આરતીમાં સામેલ થવા માટે એક મહિનાની અંદર બીજી વાર સારા અલી ખાન પહોંચી. તેમની સાથે તેની માં અમૃતા સિંહ પણ હતી અને ત્યારબાદ સારા અને અમૃતા સાથે ફેન્સે તસવીરો પણ લીધી. 

ફિલ્મની શૂટિંગ માટે વારાણસીમાં છે સારા

સારા અલી ખાન પોતાની અપકમિંગ ફિલ્મની શૂટિંગ માટે આ સમયે બનારસમાં છે. જણાવી દઇએ કે, આ પહેલા પણ સારા બોટ પર બેસીને ગંગા ઘાટ પર દેખાઈ હતી અને પોતાની તસવીરો શેર કરી હતી. 

સારાની અપકમિંગ ફિલ્મ 

વર્ક ફ્રંટની વાત કરીએ તો સારા અલી ખાન હાલમાં જ પોતાની અપકમિંગ ફિલ્મ કુલી નંબર 1ની શૂટિંગ પુરી કરી છે. ડેવિડ ધવનના ડાયરેક્શનમાં બની આ ફિલ્મમાં વરુણ ધવન જોવામાં આવશે. આ ફિલ્મ 1 મે થી રિલીઝ થવાની છે.   

સંકળાયેલા મુદ્દાઓ

SaraAliKhna Varanasi amrita singh kashi vishwanath mahadev temple અમૃતા સિંહ ગંગા આરતી વારાણસી સારા અલી ખાન Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ