બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / વડોદરા / 'Sar Tan Se Juda' chanted in DJ in Vadodara, Police immediately arrested him

કાર્યવાહી / VIDEO : વડોદરામાં DJ માં લાગ્યા 'સર તન સે જુદા'ના નારા, સોશ્યલ મીડિયામાં નારાજગી વ્યક્ત થતાં પોલીસે તાત્કાલિક કરી અટકાયત

Priyakant

Last Updated: 03:50 PM, 1 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara News: ઈદ-એ-મિલાદ નિમિત્તે જુલૂસ દરમિયાન  ડીજે પર 'સર તન સે જુદા'ના નારા સાથે ગીત વગાડ્યું, “ભારત કા બચ્ચા-બચ્ચા મેરે ખ્વાજા કે ટુકડે પે પલતા હૈ" વિડીયો વાયરલ થયા પોલીસે કરી કાર્યવાહી

  • ગુજરાતના વડોદરામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી
  • મુસ્લિમ યુવકોએ ડીજે પર 'સર તન સે જુદા'ના નારા સાથે ગીત વગાડ્યું 
  • ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો
  • ગુજરાત પોલીસ એક્શનમાં આવી છે અને 3 યુવકોની ધરપકડ કરી 

Vadodara News : ગુજરાતના વડોદરામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, વડોદરામાં કેટલાક મુસ્લિમ યુવકોએ ડીજે પર 'સર તન સે જુદા'ના નારા સાથે ગીત વગાડ્યું હતું. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જે બાદ ગુજરાત પોલીસ એક્શનમાં આવી છે અને 3 યુવકોની ધરપકડ કરી છે. નોંધનિય છે કે, ઈદના દિવસે એક જુલૂસ કાઢવામાં આવ્યું હતું, આ જુલૂસ દરમિયાન આ ગીત વગાડવામાં આવ્યું હતું. નવાઈની વાત એ છે કે, આ શોભાયાત્રા દરમિયાન કોઈએ આ અંગે કોઈ વાંધો ઉઠાવ્યો નથી.

વડોદરામાં ઈદ-એ-મિલાદ નિમિત્તે જુલૂસ કાઢવામાં આવી રહ્યું હતું, તે દરમિયાન જુલૂસમાં 'સર તન સે જુદા'ના નારા સાથે ડીજે વગાડવામાં આવી રહ્યો હતો. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે, શોભાયાત્રા દરમિયાન એક ગીત વગાડવામાં આવી રહ્યું હતું કે “ગુસ્તાકે નબી કી એક સજા-સર તન સે જુદા” અને બીજા વીડિયોમાં બીજું ગીત વગાડવામાં આવી રહ્યું હતું કે “ભારત કા બચ્ચા-બચ્ચા મેરે ખ્વાજા કે ટુકડે પે પલતા હૈ” વગાડવામાં આવી રહ્યું હતું.

ત્રણ લોકોની કરાઇ ધરપકડ 
મળતી માહિતી મુજબ આ વીડિયો વડોદરાના ફતેપુરાનો છે અને આ ઈદ-એ-મિલાદનું જુલુસ માત્ર મુસ્લિમ વિસ્તારમાં જ નીકળતું હતું.  વીડિયોમાં ત્રિરંગો ધ્વજ લહેરાવવામાં આવી રહ્યો છે. જે બાદ યુવાનો પર તિરંગાના અપમાનનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી હતી. વીડિયોની નોંધ લેતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી અને ત્રણ લોકોની ધરપકડ કરી છે. 

શું કહ્યું પોલીસે ? 
સમગ્ર મામલે પોલીસે જણાવ્યું કે, ગઈકાલે રાત્રે વીડિયો વાયરલ થતાં જ તપાસ બાદ ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં હૈદર ખાન પઠાણ, સરફરાઝ ઉર્ફે છોટુ ઉર્ફે કાલિયા અંસારી અને રાહુલ રાધેશ્યામ ધોબીની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય વિરુદ્ધ IPCની કલમ 153A, 114, 188 અને 131, 135 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. નોંધનીય છે કે, રાહુલ ડીજે બેન્ડનો માલિક છે. ત્યાં તૈનાત પોલીસકર્મીઓનું કહેવું છે કે, એક સાથે ઘણા ડીજે વગાડવામાં આવી રહ્યા હતા, તેથી તે સમયે જમીન પર કોઈ સ્પષ્ટ અવાજ નહોતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ