બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 02:53 PM, 12 February 2024
ADVERTISEMENT
સામંથા રૂથ પ્રભુ સાઉથની ટોપ એક્ટ્રેસમાંથી એક છે. છેલ્લા થોડા વર્ષોમાં તે ઘણી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળી ચુકી છે. ત્યાર બાદ જુલાઈ 2023માં તેમણે કામથી બ્રેક લેવાની જાહેરાત કરી હતી.
ADVERTISEMENT
7 મહિના બાદ કામ પર ફરી અભિનેત્રી
હવે 7 મહિનાની રજા બાદ અભિનેત્રી કામ પર પરત ફરી રહી છે. તેનો ખુલાસો તેણે પોતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કર્યો. સાથે જ તેણે એમ પણ જણાવ્યું કે તે નવા હેલ્થ પોડકાસ્ટનો પણ ભાગ બનશે.
હતી માયોસાઈટિસ નામની બિમારી
હકીકતે થોડા સમય પહેલા સામંથાએ જણાવ્યું હતું, તેને 'માયોસાઈટિસ' નામની એક ઓટો-ઈમ્યૂન બીમારી છે અને તેણે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું પડશે. ત્યાર બાદ તેમણે કામથી 7 મહિનાનો બ્રેક લીધો. જોકે આ સમય દરમિયાન તે જાહેરાતોની શૂટ અને ફોટોશૂટમાં જોવા મળી રહી હતી. પરંતુ તે કોઈ પણ ફિલ્મનો ભાગ ન બની.
વધુ વાંચો: અરશદ વારસીએ 25 વર્ષ બાદ કરાવ્યું મેરેજ રજિસ્ટ્રેશન, જાણો કેમ, કર્યો ખુલાસો
ઈન્સ્ટાગ્રામ પર કરી પોસ્ટ
આ વચ્ચે શનિવારે સામંથાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી અને જણાવ્યું કે તે ટૂંક સમયમાં જ કામ પર પરત ફરી રહી છે. આ પોસ્ટને શેર કરતા સામંથાએ પોતાની અપકમિંગ હેલ્થ પોડકાસ્ટની પણ જાહેરાત કરી જે આ અઠવાડિયે દર્શકોની સામે આવશે. સામંથાએ કહ્યું કે તેમણે કંઈક નવું કરવાનો પ્રયત્ન કર્યો છે અને તે એક હેલ્થ પોડકાસ્ટનો ભાગ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.