બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Arshad Warsi did marriage registration after 25 years, know why, explained
ADVERTISEMENT
બોલિવૂડ એક્ટર અરશદ વારસી ઈન્ડસ્ટ્રીના એવા સ્ટાર્સમાંથી એક છે જે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને અલગ રાખે છે. તે તેના અંગત જીવન વિશે ભાગ્યે જ વાત કરે છે. એવામાં હાલ તેઓ એમના અંગત જીવનને કારણે લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યા છે. અરશદ વારસીએ તાજેતરમાં જ કોર્ટ મેરેજ કર્યા હતા.
ADVERTISEMENT
વાત એમ છે કે અભિનેતાએ તેની પત્ની મારિયા ગોરેટી સાથે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ ફરી એકવાર લગ્ન કર્યા છે. હવે તમે વિચારી રહ્યા હશો કે તેણે આવું કેમ કર્યું, તો જણાવી દઈએ કે અભિનેતાએ છેલ્લા 25 વર્ષોમાં એમના લગ્નનું રજિસ્ટ્રેશન કરાવ્યું નહોતું અને હવે લગ્નનું રજિસ્ટ્રેશન કરાવી લીધું છે.
ADVERTISEMENT
અરશદ વારસી અને મારિયા ગોરેટી 14 ફેબ્રુઆરી, 2024ના રોજ તેમની 25મી વર્ષગાંઠ ઉજવશે. તેમણે 14 ફેબ્રુઆરી, 1999ના રોજ મારિયા ગોરેટી સાથે લગ્ન કર્યા હતા. આવી સ્થિતિમાં, તેઓ 14 ફેબ્રુઆરીએ તેમની લગ્નની વર્ષગાંઠની સિલ્વર જ્યુબિલી પણ ઉજવશે. પરંતુ આટલો લાંબો સમય વીતી જવા છતાં પણ આ કપલે ક્યારેય રજીસ્ટ્રેશન કરાવ્યું નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતા અને તેની પત્નીએ 23 જાન્યુઆરીએ તેમના લગ્નનું રજીસ્ટ્રેશન કરાવ્યું અને કોર્ટમાં લગ્ન કર્યા હતા.
.@ArshadWarsi and @mariagorettiz, married for nearly 25 years, have finally registered their marriage ahead of their 25th wedding anniversary 💖🎉 #ArshadWarsi #MariaGoretti #Bollywood #weddinganniversary
— BombayTimes (@bombaytimes) February 12, 2024
Read: https://t.co/7nXB6Sy9nW pic.twitter.com/o8i4uyCpcX
ADVERTISEMENT
આ વિશે વાત કરતા અરશદ વારસીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે 'લગ્ન રજીસ્ટર કરાવવાની વાત એમને ક્યારેય મગજમાં આવી નહતી અને તેની જરૂર પણ લાગી નહતી. જોકે, તેને સમજાયું કે પ્રોપર્ટી ખરીદતી વખતે આ ખૂબ જ જરૂરી છે. તેમજ બેમાંથી એકનું મૃત્યુ થાય તો અમે કાયદા ખાતર આવું કર્યું છે. નહિંતર, એક પાર્ટનર તરીકે મારૂ આટલું જ માનવું છે કે તમે એકબીજા માટે કમિટેડ છો આટલું જ મહત્વનું છે.'
ADVERTISEMENT
વધુ વાંચો: The Indrani Mukerjea Storyનું ટ્રેલર રિલીઝ, સિરીઝ શીના મર્ડર કેસના દરેક રહસ્ય પરથી પડદો ઉઠાવશે!
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અરશદ વારસી હાલમાં ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જામાં જોવા મળે છે. ફિલ્મોની વાત કરીએ તો અરશદ ટૂંક સમયમાં સંજય દત્ત સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.