ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / Politics / samana shiv sena devendra fadnavis coroanvirus political

રાજનીતિ / કોરોનાને લઈને ફડણવીસની વિનંતીથી ગદગદ થઈ ગઈ શિવસેના, જૂઓ શું કહ્યું

Published By: Divyesh

Last Updated: 12:42 PM, 18 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં હાલના દિવસોમાં ભાજપના નેતા હંમેશા શિવસેનાના નિશાન પર જોવા મળતા હોય છે. ખાસકરીને વિપક્ષના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેનાના નેતાઓ વચ્ચે હંમેશા આરોપ-પ્રત્યાઆરોપ જોવા મળતો હોય છે. પરંતુ અચાનકથી શિવસેનાના સુર બદલતા જોવા મળી રહ્યાં છે.

ADVERTISEMENT

શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં સંપાદકીય લેખમાં ફડણવીસની પ્રશંસા કરી છે. લેખમાં ફડણવીસના એ નિવેદનની પ્રશંસા કરી છે, જેમાં ફડણવીસે પૂર્વ મંત્રી ગિરીશ મહાજનના કોરોના પોઝિટિવ થવા પર સરકાર અથવા બીએમસી હોસ્પિટલમાં દાખલ થવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. 

ફડણવીસનું એક ભાવનાત્મક નિવેદન

શિવસેનાએ સંપાદીય લેખમાં લખ્યું છે કે ફડણવીસનું એક ભાવનાત્મક અને હૃદયને સ્પર્શી જાય તેવું નિવેદન છે. તેઓએ પોતાના ખાસ સહયોગી ગિરીશ મહાજનને નિવેદન કર્યું, ગિરીશ, જો મને કોરોના કે કાંઇ થાય તો એક કામ કરજો, કંઇ પણ થાય મને સરકારી હોસ્પિટલમાં દાખલ કરજો. સંપાદીય લેખમાં જણાવાયું છે કે ફડણવીસની આ ભાવનાત્મ અપીલની પ્રશંસા કરવાના બદલે ટીકા-ટીપ્પણી થઇ રહી છે અને મજાક ઉડાવામાં આવી રહી છે, આ ઠીક નથી. 

આભાર દેવેન્દ્ર ફડણવીસ

સામનાના સંપાદકીય લેખમાં શિવસેનાએ ફડણવીસને રાજ્યની આરોગ્ય સેવા, રાજ્ય સરકાર અને ડોકટર પર વિશ્વાસ બતાવા પર આભાર વ્યક્ત કર્યો. શિવસેનાએ વિપક્ષના નેતા તરીકે ફડણવીસની કામગીરીની પ્રશંસા કરી. સામનામાં આગળ લખ્યું છે કે તેમના રાજ્યના પ્રવાસ પર સ્થાનિક તંત્ર સતર્ક થઇ જાય છે.

રાજ્ય સરકારના કામમાં ઉણપ અથવા સુધારાની જરૂરિયાત હોય તો તેના પણ ફડણવીસ બોલે છે, જે વિપક્ષના નેતાનું કામ છે. દેવેન્દ્ર ફડણવીસ એક અનુભવી નેતા છે. તેઓને મુખ્યમંત્રી અને સરકારના કામ અંગે ખબર છે. આ ઘણી સારી વાત છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Devendra Fadanvis Samana Shiv Sena Uddhav Thackeray કોરોનાવાયરસ દેવેન્દ્ર ફડણવીસ શિવ સેના સામના Maharashtra

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ