બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Salon owner brutally kills 2 children in Uttar Pradesh

યુપી ડબલ મર્ડર / વાળંદે ઘરમાં અસ્ત્રાથી બે બાળકોનું ગળું કાપ્યું, મૃતકનું લોહી પીધું ! તંત્ર-મંત્રની વાત સામે આવી

Published By: Hiralal

Last Updated: 05:43 PM, 20 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના બદાયુમાં બે બાળકોની ગળું કાપીને હત્યા કરનાર આરોપી સાજિદને લઈને એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.

યુપીના બદાયુમાં ગઈ કાલે પડોશીના બે માસૂમ બાળકોને ગળું કાપીને મોતને ઘાટ ઉતારનાર સાજીદને મંગળવારે થોડા જ કલાકોમાં યુપી પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. હત્યામાં સામેલ તેનો ભાઈ જાવેદ હજુ ફરાર છે. આ ચકચારી ડબલ મર્ડરમાં તંત્ર-મંત્રની પણ વાત સામે આવી છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો છે કે માસૂમની હત્યા બાદ આરોપી સાજિદે મૃતકનું લોહી પીધું હતું. બન્ને તાંત્રિકના પ્રભાવ હેઠળ હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. 

મૃતકના પિતા પાસે પૈસા માગવા આવ્યાં
આરોપીઓ સાજિદ અને જાવેદ મૃતકના પિતા પાસે પૈસા માગવા આવ્યાં હતા. બન્નેએ એવું કહ્યું કે તેની ગર્ભવતી છે એટલા પૈસાની જરુર છે. મૃતકના પિતાએ તેમને 5000 રુપિયા આપ્યાં હતા. તેમ છતાં પણ બન્નેએ અસ્ત્રાથી માસૂમોની હત્યા કરી નાખી હતી.

પત્ની ગર્ભવતી નથી-આરોપીની મા બોલી
સાજિદની માતા નઝીનનું નિવેદન સામે આવ્યું છે. તેણે સાજિદના એન્કાઉન્ટર વિશે કહ્યું હતું કે તે આના લાયક છે. "મને ખબર નથી કે મારા પુત્રોએ આવી ભયાનક ઘટના શા માટે કરી. અમને ખબર નથી કે તેના મગજમાં શું ચાલી રહ્યું હતું. તેઓ નાસ્તો કરીને 7 વાગ્યે ઘરેથી નીકળી ગયા હતા. મને ખબર નથી કે શું થયું. ઘરમાં પણ કોઈ ટેન્શન નહોતું. બધું બરાબર ચાલતું હતું. નાઝીને જણાવ્યું કે, બંને ભાઈઓ બાબા કોલોની વિસ્તારમાં લાંબા સમયથી દુકાન ચલાવતા હતા, જ્યાં પીડિતાનો પરિવાર રહેતો હતો. "મારા પુત્રોને કોઈની સાથે દુશ્મનાવટ નહોતી. જાવેદની માતાએ ખુલાસો કર્યો હતો કે તેની વહુ એટલે કે સાજિદની પત્ની પ્રેગ્નેન્ટ નથી. જેના નામે તે ઉછીના પૈસા માંગવા પહોંચ્યો હતો. સાજીદને બે બાળકો હતા, પરંતુ બંને મૃત્યુ પામ્યા હતા.

કેવી રીતે બની ઘટના
સાજીદ બાબા કોલોનીમાં પીડિતાના ઘર પાસે વાળ કાપવાની દુકાન ચલાવતો હતો અને મૃતકના પિતા વિનોદને ઓળખતો હતો. મંગળવારે સાંજે, તે ઘરમાં પ્રવેશ્યો અને 5,000 રુપિયા ઉધાર માગ્યા હતા, જેને તેને મળ્યાં હતા. આ પછી મૃતકની માતા ચા બનાવવા ગઈ ત્યારે સાજીદ ઘરના બીજા માળે ગયો અને વિનોદના ત્રણ બાળકો - આયુષ (11), પીયૂષ (7) અને આહાન (6) પર અસ્ત્રાથી હુમલો કર્યો હતો. 

સાજીદ પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર
હત્યા કર્યા બાદ સાજીદ ભાગ્યો હતો અને વચ્ચે પોલીસ આવતાં તેની પર હુમલો કર્યો હતો પરંતુ આખરે પોલીસ તેને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

Budaun double murder UP double murder બદાયુ ડબલ મર્ડર બદાયૂ સાજીદ મર્ડર યુપી ડબલ મર્ડર Budaun double murder

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ