બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / Salman khan father salim khan ayodhya verdict

નિવેદન / અયોધ્યા ચુકાદા પર સલીમ ખાને કહ્યું- 5 એકરમાં મસ્જિદની જગ્યાએ શાળા બનાવી દો

Hiren

Last Updated: 02:34 AM, 11 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષોથી ચાલી રહેલ અયોધ્યા મામલે અંતે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. શનિવારે કોર્ટે અયોધ્યા મામલે વિવાદિત જમીન રામલલાને આપવાનો ચુકાદો સંભળાવ્યો, જ્યારે મસ્જિદના નિર્માણ માટે અલગથી 5 એકર જમીન આપવાનો ચુકાદો સંભળાવ્યો. આ ચુકાદાનું સ્વાગત સમગ્ર દેશમાં કરવામાં આવ્યું. જાણીતા સ્ક્રિપ્ટ રાઇટર અને પ્રોડ્યૂસર સલીમ ખાને પણ આના પર પોતાનું રિએક્શન આપ્યું છે.

  • સુપ્રીમ કોર્ટનો જમીન રામલલાને આપવાનો ચુકાદો
  • સલીમે કહ્યું કે હું પીએમ મોદી સાથે સહમત છું, આપણે શાંતિની જરૂર છે
  •  આપણે મસ્જિદની જરૂર નથી, શાળા અને હોસ્પિટલોની જરૂરઃ સલીમ ખાન

સલીમ ખાને સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે હવે અયોધ્યા વિવાદને ખતમ થવા પર મુસ્લિમોને પ્રેમ અને ક્ષમા આ બે સદગુણોનું પાલન કરીને આગળ વધવું જોઇએ. પ્રેમ વ્યક્ત કરો અને માફ કરો. આ પ્રકારના મામલાઓમાં રિવાઇન્ડ અને રિકૈપ ન કરો... બસ આગળ વધો.

IANSએ આપેલ ઇન્ટરવ્યૂમાં સલીમ ખાને કહ્યું કે, અયોધ્યા મામલા પર ચુકાદો આવ્યા બાદ જે પ્રકારના લોકોએ શાંતિ અને સંપ બેસાડ્યો છે, તેઓ વખાણવા લાયક છે. આ વાતને સ્વીકાર કરો કે એક બહુ જૂના વિવાદનો ઉકેલ કરી લેવાયો છે. હું દિલથી આ ચુકાદાનું સ્વાગત કરું છું.

મુસલમાનોએ આ મામલે ચર્ચા ન કરવી જોઇએ. પરંતુ તેમણે પોતાની મૂળભૂત સમસ્યાઓ અને તેમના હલ પર ચર્ચા કરવી જોઇએ. આ હું એટલા માટે બોલી રહ્યો છું કારણ કે અમે શાળા અને હોસ્પિટલોની જરૂર છે. મારી સલાહ એ જ હશે કે અયોધ્યામાં 5 એકર જમીન મસ્જિદ બનાવવા માટે આપવામાં આવી છે, આના પર આપણે કોલેજ બનાવી શકીએ છીએ. આપણે મસ્જિદની જરૂર નથી. નમાઝ તો આપણે ક્યાંય પણ પઢી શકશું, ટ્રેનમાં, પ્લેનમાં, જમીન પર, ક્યાંય પણ પઢી લઇશું. પરંતુ આપણે સારી શાળાની જરૂર છે. તાલીમ સારી મળશે 22 કરોડ મુસ્લિમોને તો આ દેશની બહુ ખામીઓ પૂર્ણ થઇ જશે.

મોદીના વખાણમાં બોલ્યા સલીમ

તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમર્થનમાં પણ પોતાના વિચાર રજૂ કર્યા. સલીમે કહ્યું કે હું પીએમ મોદી સાથે સહમત છું, આપણે શાંતિની જરૂર છે. આપણે પોતાના લક્ષ્ય પર ફોકસ કરવા માટે શાંતિની જરૂર છે. આપણે ભવિષ્ય વિશે વિચારવું પડશે. આપણને આ વાતનો અહેસાસ થવો જોઇએ કે જો આપણી શિક્ષા સારી રીતે થશે તો આપણા ભવિષ્ય પણ સારૂ હશે. જોકે મુશ્કેલી એ છે કે તાલીમ (શિક્ષા)ના મામલે મુસ્લિમ બહુ સારા નથી. એટલા માટે કહીશું કે અયોધ્યા મામલાના ધ એન્ડ અને હવે એક નવી શરૂઆત થશે.

સંકળાયેલા મુદ્દાઓ

Salim Khan Salman khan ayodhya verdict અયોધ્યા ચુકાદો સલીમ ખાન Statement
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ