બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / અમદાવાદ / Salangpur mural controversy: 150 saints will come to Ahmedabad tomorrow

બેઠક / સાળંગપુર ભીંતચિત્ર વિવાદ: આવતીકાલે અમદાવાદ આવશે 150 સાધુ-સંત, ઋષિભારતીએ કહ્યું શાંતિપૂર્વક નિરાકરણ નહીં આવે તો...

Vishal Khamar

Last Updated: 04:01 PM, 2 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાળંગપુર હનુમાનજી મંદિરનો વિવાદ વકર્યો છે. ત્યારે આવતીકાલે અમદાવાદનાં લંબે નારાયણ આશ્રમ ખાતે સાધુ-સંતોની બેઠક મળશે. જેમાં 150 થી વધુ સાધુ-સંતો આવશે.તેમજ શાંતિપૂર્ણ નિરાકરણ આવે તે માટે પ્રયાસ કરશે.

  • સાળંગપુર હનુમાનજી મંદિરનો વિવાદ વકર્યો
  • ઋષિ ભારતી બાપુએ આપી પ્રતિક્રિયા
  • ‘અમદાવાદના લંબે નારાયણ આશ્રમ ખાતે બેઠક મળશે’
  • ‘આવતીકાલે 150થી વધુ સાધુ-સંતો આવશે’

 સાળંગપુર હનુમાનજી મંદિરનો વિવાદ વધુ પેચીદો બની રહ્યો છે. તો બીજી તરફ સાધુ સંતો હવે લડાયક મૂડમાં છે. ત્યારે આ બાબતે ઋષિ ભારતી બાપુએ તેઓની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, અમદાવાદનાં લંબે નારાયણ આશ્રમ ખાતે બેઠક મળશે. આવતીકાલે 150 થી વધુ સાધુ-સંતો લંબે નારાયણ આશ્રમ ખાતે આવશે. ત્યારે જો શાંતિપૂર્ણ નિરાકરણ આવે તે માટે પ્રયાસ થશે. અને જો શાંતિપૂર્ણ નિરાકરણ નહી આવે તો બીજી રીતે સમજાવવા પડશે. તે શાસ્ત્ર અને શસ્ત્ર બંને રીતે સમજાવતા આવડે છે. હનુમાનજીને સહજાનંદનાં ભક્ત બતાવ્યા તે માત્ર દૂર થવા જોઈએ. તેમજ આવો વિવાદ ફરી ન થાય તે માટે ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. 

મીટીંગમાં પ્રેમ પૂર્વક કઈ રીતે માર્ગ નીકળે તેનાં પ્રયાસો કરવામાં આવશેઃ ઋષિ ભારતી બાપુ
આ બાબતે ઋષિ ભારતી બાપુએ જણાવ્યું હતું કે, આવતીકાલે રવિવારનાં રોજ સવારે લંબે નારાયણ આશ્રમ શાંતિપુરા ખાતે સંતોની મીટીંગનું આયોજન થયેલ છે. ત્યારે આ મીટીંગમાં સૌ પ્રથમ પ્રેમ પૂર્વક કઈ રીતે માર્ગ નીકળે તેનાં પ્રયાસો કરવામાં આવશે. જો શાંતિથી આ સમસ્યાનું સમાધાન થઈ શકે તો ઉત્તમ વાત છે. નહીતર આપણી બીજી પરંપરા એવી પણ રહી છે. કે જો ષઠ લોકો બીજી ભાષામાં ન સમજે તો બીજી રીતે સમજાવવા પડે.  સનાતન ધર્મનાં ભાઈ-બહેનોનો, સાધુ સંતોનો એક જ પ્રશ્ન છે કે હનુમાન દાદાને સહજાનંદ સ્વામીનાં જે દાસ બનાવ્યા છે એ ભીંત ચિત્રો દૂર થવા જોઈએ તે અમારી માંગણી છે તો  એ ભીંત ચિત્રો હજુ કેમ દૂર નથી થતા.

  ભીંતચિત્રો પર કાળો રંગ લગાવવામાં આવ્યો
સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ભીંતચિત્રોને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે. વિવાદિત ભીંતચિત્રોને લઈને સાધુ-સંતો, મહંતો, ભક્તો અને હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતેથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. સાળંગપુર મંદિર ખાતે અજાણ્યા હનુમાન ભક્ત દ્વારા હનુમાનજીની વિશ્વ વિખ્યાત 'કિંગ ઓફ સાળંગપુર' પ્રતિમાની નીચે લગાવવામાં આવેલા ભીંતચિત્રો પર કાળો રંગ લગાવવામાં આવ્યો છે. સાથે જ તોડફોડ કરવામાં આવી છે. 

મારુતિ નંદન આપણા ભગવાન છે: સાંસદ રામભાઈ મોકરિયા  
સાંસદ રામભાઈ મોકરિયાએ કહ્યું કે, હું મારુતિ નંદનનો ભક્ત છું, મારુતિ નંદન આપણા ભગવાન છે, તેમનું સન્માન જળવાવું જોઈએ. આ ચિત્રો વ્યાજબી નથી, તેને હટાવી નાખવા જોઈએ. સનાતમ ધર્મમાં અંદરોઅંદર વિવાદ થાય  અને અન્ય લોકો રાજી થાય એવું ન થવું જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ