બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 05:28 PM, 24 August 2022
ADVERTISEMENT
મધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. શિયાળામાં લોકો વજન ઘટાડવા માટે સવારે ગરમ પાણીની સાથે લીંબૂ અને મધનું સેવન કરે છે. મધ અને લીંબુને હુંફાળા પાણીમાં મિક્સ કરીને સવારે પીવાથી પેટની ચરબી પણ ઘટે છે. પરંતુ શું તમે જાણો છો કે મઘને અમુક ટેમ્પ્રેચરથી વધારે પર ગરમ કરવામાં આવે તો તે ઝેર જેવું કામ કરે છે.
ADVERTISEMENT
આ રીતે મધ બની જાય છે ઝેર
ધાર્મિક ગુરૂ સદગુરૂએ જણાવ્યું કે જો તમે મધનું અમુક રીતે સેવન કરો છો તો તે ઝેરી બની જાય છે. ઘણા લોકો મધનું સેવન ગરમ પાણીની સાથે કરે છે. ઉકળતા પાણીમાં મધ નાખવાથી તે ઝેરમાં બદલાઈ જાય છે. એવામાં મધને ક્યારેય પણ રાંધવું ન જોઈએ.
રાંધીને ખાવાથી મધ બની જાય છે સ્લો પોઈઝન
સદગુરૂએ જણાવ્યું કે જો મધને એક નિશ્ચિત તાપમાન પર રાંધવામાં આવે તો તે ઝેરીલુ બની જાય છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે તેનું સેવન હંમેશા હલ્કા હુફાળા પાણીની સાથે જ કરવું જોઈએ. આયુર્વેદમાં પણ મધને રાંધીને ખાવાને સ્વો પોઈઝન જણાવવામાં આવ્યું છે.
આ રીતે કરો મધનું સેવન
દૂધ કે લીંબૂ પાણીની સાથે મધનું સેવન કરો છો તો ધ્યાનમાં રાખો કે તેને પહેલા ઠંડુ થવા દો પછી તેમાં મધ મિક્સ કરો. મધને હંમેશા પીવા લાયક તાપમાને મિક્સ કરીને જ તેનું સેવન કરવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.