બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Sachin Tendulkar: Sachin Tendulkar files fraud case in cyber cell, makes these allegations

દિગ્ગજ ક્રિકેટર સાથે ફ્રોડ / સચિન તેંડુલકરે કર્યો કેસ, લગાવ્યો છેતરપિંડીનો આરોપ, જાણો શું છે સમગ્ર મામલો

Pravin Joshi

Last Updated: 03:36 PM, 13 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સચિન તેંડુલકરે ગુરુવારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સાયબર સેલમાં ઈન્ટરનેટ પર ચાલતી નકલી જાહેરાતોમાં તેના નામ, ફોટો અને અવાજના ઉપયોગને લઈને કેસ દાખલ કર્યો હતો.

  • દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે સાયબર સેલમાં કેસ નોંધાવ્યો
  • જાહેરાતોમાં તેના નામ, ફોટો, અવાજના ઉપયોગને લઈને કેસ કર્યો 
  • સચિન તેંડુલકરની ફરિયાદ બાદ સાયબર સેલે શરૂ કરી તપાસ

દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે ગુરુવારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સાયબર સેલમાં ઈન્ટરનેટ પર ચાલતી નકલી જાહેરાતોમાં તેના નામ, ફોટો અને અવાજના ઉપયોગને લઈને કેસ દાખલ કર્યો હતો. પોતાની ફરિયાદમાં તેણે આરોપ લગાવ્યો છે કે તેના નામ, તસવીર અને અવાજનો ઉપયોગ કરીને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. આટલું જ નહીં, આ નકલી જાહેરાતોમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે સચિન તેંડુલકરની પ્રોડક્ટ ખરીદવા પર તમને તેની સહી કરેલી ટી-શર્ટ મળશે. સચિન તેંડુલકરની ફરિયાદ બાદ મુંબઈ પોલીસના સાયબર સેલે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

તેંડુલકરના અંગત સહાયકે કેસ નોંધ્યો 

મળતી માહિતી મુજબ તેંડુલકરના અંગત સહાયકે કેસ નોંધ્યો છે. ફરિયાદ મુજબ 5 મેના રોજ ફેસબુક પર એક ઓઈલ કંપનીની જાહેરાત જોઈ જેમાં ઓઈલ કંપનીએ તેંડુલકરના ફોટાનો ઉપયોગ કર્યો હતો અને નીચે લખેલું હતું કે આ પ્રોડક્ટની ભલામણ સચિન તેંડુલકરે પોતે કરી હતી. તેંડુલકરના અંગત સહાયકની ફરિયાદ અનુસાર આવી જ જાહેરાતો ઈન્સ્ટાગ્રામ પર પણ જોવા મળી છે.

received-no-monetary-benefit-from-mumbai-indians-says-sachin-tendulkar -on-profit-of-benefit-case

સચિન તેંડુલકર આવી કોઈ પ્રોડક્ટને સમર્થન આપતો નથી

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મળેલી ફરિયાદના આધારે સચિન તેંડુલકર આવી કોઈ પ્રોડક્ટને સમર્થન આપતો નથી. આ જાહેરાતમાં સચિન તેંડુલકરના અવાજનો દુરુપયોગ કરવામાં આવ્યો છે, સાથે જ તેની તસવીરોનો પણ દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. ફરિયાદ મળ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચે આ મામલે આઈપીસીની વિવિધ કલમો 420, 465 અને 500 હેઠળ છેતરપિંડી અને બનાવટી અને આઈટી એક્ટની સંબંધિત કલમો સહિત કેસ નોંધ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ