બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / Saaho Box Office Collection Day 4: Prabhas' film defeats wold wide

બોક્સ ઓફિસ / ક્રિટિક્સને અકળાવનારું છે સાહોનું બોક્સ ઓફિસનું કલેક્શન, 4 દિવસમાં કરી અધધ કમાણી

Published By: Bhushita

Last Updated: 01:31 PM, 3 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2019માં એક્શન એન્ટરટેનર ફિલ્મ સાહોએ મોટી કમાણી કરી છે. પહેલા દિવસે હિંદી વર્ઝનમાં 24.40 કરોડનું બમ્પર ઓપનિંગ આ ફિલ્મે કર્યું હતું. ત્યારબાદ રોજ તેનો ગ્રોથ વધી રહ્યો છે. ઓપનિંગ વીકેન્ડમાં 80 કરોડ કમાયા બાદ ફર્સ્ટ વર્કિંગ ડેમાં સાહોની કમાણી ઘણી જ વધારે રહી છે.

2019ની એક્શન એન્ટરટેનર ફિલ્મ સાહોએ અધધ કમાણી કરી હતી. પહેલા દિવસે હિંદી વર્ઝનમાં 24.40 કરોડનું બમ્પર ઓપનિંગ આ ફિલ્મે કર્યું હતું. ત્યારબાદ રોજ તેનો ગ્રોથ વધી રહ્યો છે. ઓપનિંગ વીકેન્ડમાં 80 કરોડ કમાયા બાદ સોમવારે બાહુબલી ફેમ એક્ટર પ્રભાસની ફિલ્મે 14.20 કરોડ રૂપિયા કમાયા છે. 

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે સાહોની કમાણીના ચોથા દિવસના આંકડા આપ્યા છે. તેઓએ ટ્વિટમાં લખ્યું છે કે સાહોએ ચોથા દિવસે બે આંકડામાં કમાણી કરી છે. ભારતના કેટલાક ભાગોમાં ગણેશ ચતુર્થી હોવાનો ફાયદો મળ્યો છે. શુક્રવારે ફિલ્મે 24.40 કરોડ, શનિવારે 25.20 કરોડ, રવિવારે 29.48 કરોડ અને સોમવારે 14.20 કરોડની કમાણી કરી છે. સાથે જ હિંદી વર્ઝનમાં સાહોનું નેટ બોક્સ ઓફિસ કલેક્શન 93.28 કરોડ રૂપિયાનું થઈ ચૂક્યું છે. 

સાહોનું વર્લ્ડવાઈડ કલેક્શન પણ સારું છે. ફિલ્મે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 300 કરોડનો આંકડો પાર કર્યો છે. સાહોની વર્લ્ડ વાઈડ કમાણી 3 દિવસમાં 294 કરોડની કમાણી કરી છે. પ્રભાસની ફિલ્મ બ્લોકબસ્ટર છે. તેને નેગેટિવ રિવ્યૂ મળી રહ્યા છે. પણ એક્ટરના ફેન્સ પર પ્રભાસનો જાદુ ચઢી રહ્યો છે. 

સાહોની કમાણીની આ રફ્તાર રોકાવવાની નથી. કમાણીના આધારે આ અઠવાડિયું સાહોને માટે મહત્વનું છે. બોક્સ ઓફિસ પર સાહો બેંગ બેંદ કરીને કમાણીના દરેક રેકોર્ડ તોડતી જોવા મળી રહી છે. 

ફોટો સૌજન્ય- Twitter.com

સંકળાયેલા મુદ્દાઓ

Record Break Film Saaho box office collection income કમાણી સાહો Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ