વૈજ્ઞાનિકોએ આપણી ગૅલેક્સીના મધ્યમાં આવેલા મહાકાય બ્લેક હોલ વડે 'બહાર ફેંકાયેલા' એક તારાને નોંધ્યો છે. આ તારો પ્રચંડ એવી 60 લાખ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આપણી આકાશગંગાને ત્યજીને બહાર જઈ રહ્યો છે.
50 લાખ વર્ષ પહેલા ફંગોળાયો હતો આ તારો
આકાશગંગાના કેન્દ્રના બ્લેક હોલથી વછુટ્યો છે
ઓસ્ટ્રેલિયાના ટેલિસ્કોપે કરી શોધ
આ તારાને S5-HVS1 નામ આપવામાં આવ્યું છે. આપણી આકાશગંગાના "Grus" નક્ષત્રમાંથી મળી આવેલો આ તારો ગૅલેક્સીના અન્ય તારાઓ કરતા 10 ગણી વધુ ઝડપે ગતિ કરી રહ્યો છે.
યુનિવર્સીટી ઓફ ઓક્સફર્ડના વિશેષજ્ઞ વડે મળેલી માહિતી અનુસાર આ તારો એટલી ગતિથી ધસી રહ્યો છે કે તે કોઈ પણ સંજોગોમાં આપણી આકાશગંગાની બહાર જતો રહેશે અને ફરી ક્યારેય પાછો નહિ આવે.
આ તારાની શોધ આશરે 20 વર્ષ પહેલા થઇ હતી. આ તારો પૃથ્વીથી 'માત્ર' 29,000 પ્રકાશવર્ષ દૂર છે. આ તારાના હાલના પથ મુજબ તે આપણી ગૅલેક્સીના કેન્દ્રમાંથી આવી રહ્યો છે તેમ સાબિત થયું છે. નોંધનીય છે કે આ જ કેન્દ્રમાં Sagittarius A* (સેજિટેરિયસ એ સ્ટાર)નામનો મહાકાય બ્લેક હોલ આવેલો છે.
વૈજ્ઞાનિકોના મતે Sagittarius A* વડે આ તારો આશરે 50 લાખ વર્ષ પહેલા ફંગોળવામાં આવ્યો હતો. આ સમયે માનવજાતિ વાનર સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતી હતી.
બ્લેક હોલ્સ વડે તારાઓને આટલી ઝડપે ફંગોળવાની પ્રક્રિયા હિલ્સ મિકેનિઝમ વડે થાય છે. શરૂઆતમાં S5-HVS1 તારો તેના જોડિયા તારા સાથે એક ધરી પર એકબીજાની પરિક્રમા કરીને આગળ વધતા હતા. જો કે આ તારાઓ બ્લેકહોલની ખુબ નજીક આવી ગયા. બ્લેકહૉલના અનંત ગુરુત્વાકર્ષણ બળે S5-HVS1ના સાથી તારાને પોતાની અંદર શોષી લીધો જયારે S5-HVS1ને પ્રચંડ ઝડપે બહાર ફંગોળી દીધો.
કેવી રીતે શોધ કરાઈ?
આ શોધ ઓસ્ટ્રેલિયામાં 3.9 મીટર એન્ગ્લો ઓસ્ટ્રેલિયન ટૅલિસ્કોપ વડે કરવામાં આવી છે. આ ટૅલિસ્કોપ વડે જ તારાની ચોક્કસ ગતિ માપી શકાય હતી. અહીં એ પણ નોંધનીય છે કે આ ટૅલિસ્કોપનો મૂળ ઉપયોગ વામન આકાશગંગાઓ અને ખરી પડેલઈ ગૅલેસ્કીનું અવલોકન કરવા માટે કરવામાં આવે છે પરંતુ આ ઘટના તેણે કેદ કરતા બગાસું ખાતા પતાસું પડ્યું જેવું ઘાટ સર્જાયો હતો.