બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / ruturaj gaikwad 1st reaction after being named india captain for asian games

Asian Games 2023 / કોઈએ વિચાર્યું નહોતું એવા પ્લેયરને BCCIએ બનાવ્યો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન, ખેલાડીએ કહ્યું મારુ સપનું છે કે હવે...

Manisha Jogi

Last Updated: 08:30 AM, 16 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આ ઈવેન્ટ માટે ટીમની કેપ્ટનશીપ એવા પ્લેયરના હાથમાં આપી છે, જેણે ઈન્ટરનેશનલ કરિઅરમાં માત્ર એક વન ડે મેચ રમી છે.

  • 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી એશિયન ગેમ્સ
  • ભારતીય ટીમની જાહેરાત, 5 ખેલાડીઓ સ્ટેન્ડબાય
  • આ ખેલાડીને સોંપાઈ ટીમની કમાન

 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી એશિયન ગેમ્સ રમવામાં આવશે. ભારતીય ક્રિકેટ ટીમ પહેલી વાર એશિયન ગેમ્સમાં રમવા માટે તૈયાર છે. જે માટે 15 સભ્યની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે અને 5 ખેલાડીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આ ઈવેન્ટ માટે ટીમની કેપ્ટનશીપ એવા પ્લેયરના હાથમાં આપી છે, જેણે ઈન્ટરનેશનલ કરિઅરમાં માત્ર એક વન ડે મેચ રમી છે. કેપ્ટન બન્યા પછી આ ખેલાડીનું રિએક્શન સામે આવ્યું છે. 

કેપ્ટન બન્યા પછી પહેલુ રિએક્શન
એશિયન ગેમ્સ માટે ભારતીય પુરુષ ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ યુવા બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડને સોંપવામાં આવી છે. ઋતુરાજ ગાયકવાડ હાલમાં વેસ્ટઈન્ડિઝના પ્રવાસે છે. તે સમયે BCCIએ સોશિયલ મીડિયા પર ઋતુરાજ ગાયકવાડનો એક વિડીયો શેર કર્યો છે. 

ઋતુરાજ ગાયકવાડે ઈચ્છા વ્યક્ત કરી
ઋતુરાજ ગાયકવાડ જણાવે છે કે, ‘આ તકે હું BCCI અને મેનેજમેન્ટ ટીમનો આભારી છું. ભારત માટે રમવું ખૂબ જ ગર્વની વાત છે. આટલી મોટી ઈવેન્ટનું નેતૃત્ત્વ કરવું તે ખૂબ જ મોટી તક છે. હું એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા માંગુ છું. પોડિયમ પર ઊભા રહેવું અને દેશ માટે રાષ્ટ્રગાનની ભાવનાથી વિશેષ શું હશે. ટીમ સાથે મજા આવશે. મોટાભાગના ખેલાડીઓ યુવા છે અને એક વર્ષથી સાથે રમી રહ્યા છીએ. ભારત માટે એશિયન ગેમ્સ રમવું ખૂબ જ મોટી વાક છે. અમે સારું રમશું, ગોલ્ડ જીતીને લાવશું, પોડિયમ પર ઊભા રહીને દેશ માટે રાષ્ટ્રગાન આ તમામ બાબત એક સપના જેવી હશે.’

એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમ
ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રાહુલ ત્રિપાઠી, તિલક વર્મા, રિંકૂ સિંહ, જિતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, શિવમ માવી, શિવમ દુબે અને પ્રભસિમરન સિંહ (વિકેટ કીપર).

સ્ટેન્ડબાય પ્લેયર્સ
યશ ઠાકુર, સાઈ કિશોર, વેંકટેશ ઐયર, દીપક હુડ્ડા અને સાઈ સુદર્શન.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ