બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Russian airstrike in Syrias Idlib

BIG BREAKING / સીરિયાના ઇદલિબમાં રશિયન સેનાનો હવાઇ હુમલો, એકસાથે 34 લડાકુઓને ઉતારી દીધા મોતને ઘાટ

Kishor

Last Updated: 03:39 PM, 13 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયન દળોના સીરિયાના ઇદલિબ ગવર્નરેટ પર હવાઈ હુમલામા સશસ્ત્ર દળોના 34 લડાકુના મોત અને 60 ઘાયલ થયા છે.

  • રશિયન દળોએ સીરિયાના ઇદલિબ ગવર્નરેટ પર હવાઈ હુમલો કર્યો
  • 34 લડાકુના મોત જ્યારે 60 લોકો ઘાયલ
  • રશિયાના ઇન્ટરફેક્સે સીરિયા માટેના રશિયન સમાધાન કેન્દ્રના નાયબ વડાને ટાંકીને અહેવાલ આપ્યો

રશિયન દળોએ સીરિયાના ઇદલિબ ગવર્નરેટ પર હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં ગેરકાયદેસર સશસ્ત્ર દળોના 34 લડાકુના મોત નિપજયા છે. જ્યારે 60 લોકો ઘાયલ થયા છે. મોતને ઘાટ ઉતારી દેવાયેલા આ લડવૈયાઓ સીરિયન સરકારી સૈનિકોની સ્થિતિ પર તોપમારો કરવામાં સંડોવાયેલ હતા. આ હુમલાના જવાબમાં રશિયાએ એર સ્ટાઈક કરીને કાર્યવાહી લડવૈયાઓને મોતને ઘાટ ઉતારી દીધા છે.. રશિયાના ઇન્ટરફેક્સે રવિવારે મોડી રાત્રે સીરિયા માટેના રશિયન સમાધાન કેન્દ્રના નાયબ વડાને ટાંકીને અહેવાલ આપ્યો.

રશિયાના ઇન્ટરફેક્સે રવિવારે (12 નવેમ્બર) એ હુમલાની જાણ કરતા રિયર એડમિરલ વાદિમ કુલિતને ટાંકીને જણાવ્યું હતું કે રશિયન એરોસ્પેસ ફોર્સે ઇદલિબ નજીક હવાઈ હુમલો કર્યો હતો. કુલિતે કહ્યું કે સશસ્ત્ર જૂથોએ 24 કલાકમાં સાત વખત સીરિયન સરકારી સૈનિકો પર હુમલો કર્યો હતો.

વિશ્વની વ્યસ્તતાનો રશિયા અને સીરિયા બંને ફાયદો ઉઠાવી રહ્યા છે 

સિરિયન સેનાએ ઇદલિબ અને અલેપ્પો પ્રાંતમાં સરકાર હસ્તકના વિસ્તારો પર હુમલા માટે બળવાખોરોને દોષી ઠેરવ્યા છે. જેના વિશે તેઓનું કહેવું છે કે ઇસ્લામિક જેહાદીઓ અને બળવાખોરોના કબજા હેઠળના નાગરિક વિસ્તારોમાં અંધાધૂંધ તોપમારો કરવાનો ઇનકાર કરી રહ્યા છે. એક બાજુ ગાઝા સંઘર્ષને લઈને વિશ્વની વ્યસ્તતાનો રશિયા અને સીરિયા બંને ફાયદો ઉઠાવી રહ્યા છે અને તેના પ્રદેશ પર હુમલા વધારી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ