બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Russia ukraine war UN general assembly passed resolution against russia

મહાયુદ્ધ / યુદ્ધ રોકવાનો UNમાં પ્રસ્તાવ પાસ, 141 દેશોએ યૂક્રેનને આપ્યું સમર્થન, ભારતે ભાગ ન લીધો

Hiren

Last Updated: 11:59 PM, 2 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યૂક્રેનમાં યુદ્ધ કરવાના રશિયાના નિર્ણય પર સંયુક્ત રાષ્ટ્ર(UN)ની સામાન્ય સભામાં રશિયા વિરૂદ્ધ પ્રસ્તાવ પાસ કરાયો છે. જોકે આ પ્રસ્તાવ પર ભારતે મત આપ્યો નથી.

  • યુક્રેન પર યુદ્વ મામલે UNGAમાં પ્રસ્તાવ પાસ
  • યુક્રેનમાંથી રસિયન સેના હટાવવાનો પ્રસ્તાવ
  • 5 દેશોએ પ્રસ્તાવનો વિરોધ કર્યો
  • ભારતે વોટિંગમાં ભાગ ન લીધો

સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભાની વિશેષ ઇમરજન્સી બેઠક બાદ નિંદા પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો. સંયુક્ત રાષ્ટ્રના આ નિર્ણયનું 141 દેશોએ સમર્થન જ્યારે 5 દેશોએ વિરોધમાં મત આપ્યો. ત્યારે 35 દેશોએ મતદાનમાં ભાગ ન લીધો. ભારતે પણ વોટિંગમાં ભાગ ન લીધો.

યૂક્રેનમાં રશિયા હુમલાને તાત્કાલિક રોકવા અને તમામ રશિયન દળોની વાપસી માંગ સંબંધી પ્રસ્તાવ પર 193 સભ્ય સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં બુધવારે બપોરે મતદાન કરવામાં આવ્યું. યૂરોપના આર્થિક રીતે સમૃદ્ધ દેશોને લઇને નાના પેસિફિક ટાપુ દેશ સુધી કેટલાક દેશોએ યૂક્રેન પર રશિયાના હુમલાની નિંદા કરી છે.

આ દેશ રશિયાના સમર્થક

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઇમરજન્સી સત્રમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના કેટલાક સમર્થક પણ છે, જેમાં ક્યૂબા અને ઉત્તર કોરિયા સામેલ છે. આ સિવાય સૂરીનામ અને દક્ષિણ આફ્રિકા જેવા કેટલાક દેશોએ કરાર પ્રસ્તાવ પર કોઈ વલણ ન અપનાવ્યું અને સંકટના સ્થાયી સમાધાન માટે કરાર અને કૂટનીતિનો માર્ગ અપનાવવાની અપીલ કરી છે.

સુરક્ષા પરિષદના પ્રસ્તાવના વિપરીત, મહાસભાના પ્રસ્તાવનું પાલન કરવું કાયદાકીય રીતે બાધ્યરૂપ નથી, પરંતુ પોતાનું આંતરરાષ્ટ્રીય વલણ જાણી શકાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ