બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Russia-Ukraine War News : 'Explosions' in Kyiv, strikes in other Ukraine regions

BIG NEWS / શાંત પડેલું રશિયા અચાનક ફરી બગડ્યું: યુક્રેનની આ જગ્યાઓ પર મિસાઈલો છોડી, શહેરોમાં હડકંપ

Published By: Parth

Last Updated: 02:35 PM, 16 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુક્રેન સામે ફરી આકરા પાણીએ રશિયા, તાબડતોબ 60થી વધુ મિસાઇલ છોડી હોવાના અહેવાલ.

  • રશિયા યુક્રે યુદ્ધ ફરી તેજ બન્યું 
  • મિસાઇલ લઈને યુક્રેન પર તૂટી પડ્યું રશિયા 
  • મોટા ભાગે ઉર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને જ નિશાને લેવાયા 

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધના કારણે આખું વિશ્વ પરેશાન છે અને અર્થવ્યવસ્થા પર માઠી અસર થઈ રહી છે. બંને દેશો પાછળ જવા તૈયાર જ નથી જેના કારણે આ યુદ્ધે કેટલું ચાલશે તેને લઈને ચિંતા વધતી જ જઈ રહી છે. એવામાં આજે અચાનક રશિયા ફરી આક્રમક બન્યું હોવાના અહેવાલ વિદેશી મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત થઈ રહ્યા છે. 

રશિયાએ ફરી યુક્રેન પર છોડી મિસાઇલ 
રશિયા ઘણા મહિનાઓથી યુક્રેન સાથે યુદ્ધ કરી રહ્યું છે ત્યારે ફરી એકવાર બૉંબવર્ષા થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ વખતે રશિયા આકરા પાણીએ હોય તેવું દેખાઈ રહ્યું છે. વિદેશી મીડિયાના અહેવાલો અનુસાર તાબડતોબ મિસાઈલો દ્વારા કરાયેલા હુમલાએ યુક્રેનને ધ્રુજાવી નાંખ્યું છે. માનવામાં આવી રહ્યું છે બ્લેક સી એટલે કે કાળા સમુદ્રની ઉપરથી ઓછામાં 60 જેટલી મિસાઇલ યુક્રેન પર છોડવામાં આવી છે. 

લોકોને ઘરોમાં જ રહેવા આદેશ 
આખા યુક્રેનમાં ફરીથી એરઍટેકના ઍલાર્મ વાગી રહ્યા છે અને મોટા શહેરોને નિશાને લીધા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. લોકોને પોત પોતાના ઘરોમાં જ રહેવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે અને સમાચાર એજન્સી AP અનુસાર મોટા પ્રમાણમાં મિસાઇલ હુમલો ત્રણ મુખ્ય શહેરો પર જ કરવામાં આવ્યા છે. 

શેના પર કરાયો હુમલો? 
જોકે અહીં સ્પષ્ટ કરી દેવું જરૂરી છે કે આ હુમલા માનવ વસ્તી પર નહીં પરંતુ જે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોય તેના પર કરવામાં આવ્યા છે જેમાં સૌથી મુખ્ય છે ઉર્જા પ્રતિષ્ઠાનો. કીવ, ખારકીવ, કૃવિય સહિતના શહેરોમાં ધમાકાના કારણે વીજળી ગુલ થઈ ગઈ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Russia ukraine crisis

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ