ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / પ્રાણીઓમાં જોવા મળતો વાયરસ હવે માણસોમાં ફેલાયો, આ દેશમાં પહેલું મોત, જાણો WHOએ શું કહ્યું?

વિશ્વ / પ્રાણીઓમાં જોવા મળતો વાયરસ હવે માણસોમાં ફેલાયો, આ દેશમાં પહેલું મોત, જાણો WHOએ શું કહ્યું?

Published By: Ajitsinh Jadeja

Last Updated: 10:39 PM, 22 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Virus: ફ્રાન્સે પશુઓમાં જોવા મળતા "શામોંડા વાયરસ" થી પ્રથમ માનવ ચેપની પુષ્ટિ કરી છે. આ ખતરનાક વાયરસથી સંક્રમિત એક દર્દીનું મૃત્યુ થયું છે.

ADVERTISEMENT

Virus: ફ્રાન્સમાં પ્રાણીઓમાં જોવા મળતો શામોંડા વાયરસનો પ્રથમ માનવ ચેપ નોંધાયો છે, જેના પરિણામે એક દર્દીનું મૃત્યુ થયું છે. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું છે કે હાલમાં સામાન્ય લોકો માટે કોઈ જોખમ નથી. આ વાયરસ સામાન્ય રીતે પ્રાણીઓમાં મિજ એક નાની માખી જેવા જંતુના કરડવાથી ફેલાય છે.

ફ્રાન્સે પશુઓમાં જોવા મળતા "શામોંડા વાયરસ" થી પ્રથમ માનવ ચેપની પુષ્ટિ કરી છે. આ ખતરનાક વાયરસથી સંક્રમિત એક દર્દીનું મૃત્યુ થયું છે. જોકે આરોગ્ય અધિકારીઓ કહે છે કે હાલમાં આ વાયરસ સામાન્ય લોકો માટે કોઈ ખતરો નથી.

એવી શંકા છે કે પીડિત વ્યક્તિને પૂર્વી ફ્રાન્સમાં એક ચેપગ્રસ્ત નાની માખી કરડી હતી, જેનાથી આ વાયરસ તેના શરીરમાં ફેલાયો હતો. આ વર્ષના વસંત અને ઉનાળા દરમિયાન આ પ્રદેશમાં પશુધનમાં વાયરસ વ્યાપકપણે ફેલાયો હતો.

યુરોપિયન સેન્ટર ફોર ડિસીઝ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ (ECDC) પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. "ECDC એ એક નિવેદનમાં જણાવ્યું સંભવિત જાહેર આરોગ્ય અસરોની તપાસ કરવા માટે ફ્રેન્ચ અધિકારીઓ અને યુરોપિયન ભાગીદારો સાથે ગાઢ સંપર્કમાં છે."

નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે દર્દીને ચેપ લાગ્યો હતો

ECDC મુજબ આ ચેપગ્રસ્ત દર્દીનું ઓક્ટોબરની શરૂઆતમાં મૃત્યુ થયું હતું. દર્દી પહેલેથી જ બીજી ગંભીર બીમારીની સારવાર લઈ રહ્યો હતો, જેના કારણે તેની રોગપ્રતિકારક શક્તિ નોંધપાત્ર રીતે નબળી પડી ગઈ હતી અને તે સામાન્ય લોકોની તુલનામાં ચેપ માટે વધુ સંવેદનશીલ બન્યો હતો. આ ફ્રેન્ચ દર્દી એવા વિસ્તારમાં રહેતો હતો જ્યાં શામોંડા વાયરસ પ્રાણીઓમાં ફેલાતો હતો અને જ્યાં કુલિકોઇડ્સ મિજ પણ હાજર હતા.

VTV Digital 1

આ પણ વાંચોઃ વર્લ્ડ / સગીરોએ લૂંટફાટ કરી તો માતા-પિતાને થશે 5 વર્ષની જેલ, PM મેલોની લાવ્યાં કડક નિયમો!

શામોંડા વાયરસ કેવી રીતે ફેલાય છે?

આ વાયરસ પહેલા ફક્ત જાનવરમાં જ જોવા મળતો હોવાનું માનવામાં આવતું હતું. ડબલ્યુએચઓનું કહેવું છે કે શામોંડા વાયરસ મુખ્યત્વે ગાય, ઘેટાં, બકરા અને ઘોડા જેવા પ્રાણીઓને અસર કરે છે. આ વાયરસ એક નાના માખી જેવા જંતુ મિજના કરડવાથી પ્રાણીઓમાં ફેલાય છે તેવું માનવામાં આવે છે. ટ્રાન્સમિશનને સંપૂર્ણપણે સમજવા માટે વધુ અભ્યાસની જરૂર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Chamonda Virus Virus France

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ