ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / Russia ukraine crisis air india 3 flights between india ukraine

રાહત / યૂક્રેનમાં ફંસાયેલા ભારતીયો માટે દેવદૂત બની એર ઇન્ડિયા, 22 ફેબ્રુઆરીથી ઑપરેટ કરશે 3 ફ્લાઇટ્સ

Published By: Hiren

Last Updated: 06:45 PM, 18 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે યૂક્રેનમાં વસતા ભારતીયોના શ્વાસ અધ્ધર તાલ થયા છે. તેવામાં એર ઇન્ડિયાએ રાહતના સમાચાર આપ્યા છે.

ADVERTISEMENT

  • યૂક્રેનમાં ફંસાયેલા ભારતીયો માટે દેવદૂત બની એર ઇન્ડિયા
  • 22 ફેબ્રુઆરીથી ઑપરેટ કરશે 3 ફ્લાઇટ્સ
  • 22, 24 અને 26 ફેબ્રુઆરીએ એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ

રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા સંકટના કારણે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થી અને નાગરિક યૂક્રેનમાં ફસાયા છે. તેની સુરક્ષા પર ખતરો મંડરાઇ રહ્યો છે. ત્યારે, એર ઇન્ડિયાએ ભારતીઓને યૂક્રેનથી બહાર કાઢવા માટે ફ્લાઇટ્સ ઑપરેટ કરવાનો નિર્ણય લીધો છે. એર ઇન્ડિયા 22, 24 અને 26 ફેબ્રુઆરી 2022એ ભારત-યૂક્રેન વચ્ચે 3 ફ્લાઇટ્સને ઑપરેટ કરશે. ભારતથી આ વિમાન બોરિસ્પિલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચશે. ફ્લાઇટ્સ માટે બુકિંગ એર ઇન્ડિયા બુકિંગ કાર્યાલયો, વેબસાઇટ, કૉલ સેન્ટર અને અધિકૃત ટ્રાવેલ એજન્ટો દ્વારા કરી શકાશે.

હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, યૂક્રેનમાં 20 હજાર ભારતીય નાગરિક રહે છે, જેમાંથી 18 હજાર ભારતીય વિદ્યાર્થી છે. રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદના કારણે ભારત માટે ફ્લાઇટ્સ મોંઘી થઇ ગઇ છે અને 20 ફેબ્રુઆરી બાદ જ ઉપલબ્ધ છે.

સૂત્રોએ બુધવારે કહ્યું કે, ભારત અને યૂક્રેન વચ્ચે ફ્લાઇટ્સ સંખ્યા વધારવા વિદેશ મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયો અને કેટલીક એરલાઇનનો વચ્ચે ચર્ચા ચાલી રહી છે. યૂક્રેનની શિક્ષા અને વિજ્ઞાન મંત્રાલય અનુસાર, યૂક્રેનમાં અભ્યાસ કરનારા વિદેશી વિદ્યાર્થીઓમાંથી 24 ટકા ભારતના છે.

સંકળાયેલા મુદ્દાઓ

Russia ukraine એર ઇન્ડિયા યૂક્રેન રશિયા Russia ukraine crisis

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ