બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
છેલ્લા થોડાક દિવસોથી તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં નટુકાકાના રોલ માટે નવા વ્યક્તિની પસંદગીની વાત સામે આવી રહી છે. પરંતુ આપને જણાની દઈએ કે આ વાત બીલકુલ ખોટી છે. ગત 3 ઓક્ટોબરે ઘનશ્યામ નાયક એટલે કે નટુંકાકાનું અવસાન થયું હતું. તેઓ છેલ્લા 14 વર્ષથી તારક મહેતામાં સિરીયલમાં કામ કરકા હતા.
હજુ ઓડિશન પણ ચાલુ નથી કર્યા
ADVERTISEMENT
સમગ્ર મામલે તારક મહેતાના ડાયરેક્ટર આસિત મોદી દ્વારા એવી માહિતી આપવામાં આવી છે. કે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી કોઈ પણ વાતનો વિશ્વાસ ન કરે. સાથેજ તેમણે એવું પણ કહ્યુ કે સોશિયલ મીડિયામાં ચાલતી અફવાઓને કારણે તેઓ મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે. વધુમાં તેમણે કહ્યું કે નટુકાકાના પાત્ર માટે અમે કોઈ કલાકારને ફાઈનલ નથી કર્યો સાથેજ તેમણે કહ્યું કે હજુ અમને ઓડિશન પણ શરૂ નથી કર્યા
ઘનશ્યામ મહેતાએ શોને આપ્યા 14 વર્ષ
ADVERTISEMENT
ડાયરેક્ટર આસિત મોદીએ એવું પણ કહ્યું કે નટુકાકા આ શોનું એક મહત્વનું પાત્ર છે. જેથી કોઈને કોઈ કલાકાર તેમના સ્થાને લઈશું પરંતુ હાલ તેમણે આ માટે કોઈ કામગીરી હાથ નથી ધરી. ઉપરાંત તેમણે કહ્યું કે નટુંકાકાએ આ શો ને 14 વર્ષ આપ્યા જેમા તેમણે પોતાનો જીવ રેડી દીધો હતો. જેથી તેમને રિપ્લેસ કરવા પણ એટલા સહેલા નથી.
નવા નટુંકાકા નક્કી થશે ત્યારે દર્શકોને જાણ કરાશે
ADVERTISEMENT
વધુમાં આસીત મોદીએ એવું પણ કહ્યું કે જે દિવસે ઘનશ્યામજીનું મોત થયું હતું ત્યારેજ અમુક લોકોએ મેસેજ કરીને તેમને કાસ્ટ કરવીની વાત કરી હતી તે સમયે મને આઘાત લાગ્યો હતો. તેમણે બધાના મેસેજ તે સમયે ઈગ્નોર કર્યા હતા. સાથેજ તેમણે કહ્યું કે જ્યારે અમે કોઈ કલાકાર નક્કી કરીશું ત્યારે દર્શકોને જાણ કરવામાં આવશે.
ગળામાં કેન્સરની ગાંઠો હતી
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ઘનશ્યામ મહેતા એટલે કે નટુંકાકાની તબીયત સારી નહોતી રહેતી. તેમના ગળામાં કેન્સરની ગાંઠો પણ થઈ ગઈ હતી. જોકે પછી તેઓ સારા થઈ ગયા હતો. જોકે બાદમાં તેમની તબિયત અચાનકથી લથડી જેના કારણે તેમનું નિધન થયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.