બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / rules for vehicle scrapping has been changed by government

તમારા કામનું / મોદી સરકારે સ્ક્રેપ પોલિસીમાં કર્યા મોટા ફેરફાર, જાણી લો નવો નિયમ

Khevna

Last Updated: 02:11 PM, 13 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોડ ટ્રાંસપોર્ટ એંડ હાઈવે મિનીસ્ટ્રીએ વાહન સ્ક્રેપિંગ ફેસેલિટી સંશોધન નિયમ 2022થી નોટીફિકેશન જાહેર કર્યું છે. જાણો આ વિષે વિગતવાર

  • ડિજિટલી કરવું પડશે અપ્લાય
  • વાહનની થશે તપાસ 
  • વાહન માલિકોને મળશે ડિજિટલ પ્રમાણપત્ર 

વાહનનાં સ્ક્રેપિંગ માટેનાં નિયમોમાં બદલાવ 

રોડ ટ્રાંસપોર્ટ એંડ હાઈવે મિનીસ્ટ્રીએ વાહન સ્ક્રેપિંગ ફેસેલિટી સંશોધન નિયમ 2022થી નોટીફિકેશન જાહેર કર્યું છે. આમાં મોટર વાહન(રજીસ્ટ્રેશન એંડ વાહન સ્ક્રેપિંગ ફેસેલિટી) નિયમ 23 સપ્ટેમ્બર 2021નાં સંશોધન છે, જે રજિસ્ટર્ડ વાહન સ્ક્રેપિંગ ફેસેલિટીની સ્થાપના માટે પ્રક્રિયા નિર્ધારિત કરે છે. 

આ જાહેર કરતા મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે આ બદલાવ નિયમોને મળેલા ફીડબેકનાં આધાર પર કરવામાં આવ્યા છે. આના માધ્યમથી બધા સ્ટેકહોલ્ડર્સ જેમકે વાહન માલિકો, RVSF ઓપરેટરો, ડીલરો, રીજનલ ટ્રાંસપોર્ટ અથોરીટીઝ વગેરે માટે વાહન સ્ક્રેપિંગની પ્રક્રિયાને સરળ અને ડિજીટલ બનાવવા માટે કરવામાં આવ્યા છે. 

ડિજિટલી કરવું પડશે અપ્લાય
નવા નિયમો અનુસાર, વાહન સ્ક્રેપિંગ માટે ડિજિટલી અપ્લાય કરવું પડશે. વાહન માલિક સ્ક્રેપિંગ માટે બધી એપ્લીકેશન ડિજિટલરૂપથી જ જમા કરશે. RVSF વાહન માલિકોને પોતાના વાહનો સ્ક્રેપ કરવા માટે ડિજિટલરૂપથી અપ્લાય કરવામાં મદદ કરવા માટે સુવિધા કેંદ્ર તરીકે કામ કરશે. આ ઉપરાંત વાહન માલિક દ્વારા એપ્લીકેશન જમા થયા પહેલા વાહન ડેટાબેઝનાં આધાર પર તપાસનો નિયમ છે. 

વાહનની થશે તપાસ 
રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યૂરોમાં વાહન વિરુદ્ધ કોઈ અપરાધિક રેકોર્ડ તો નથી ને અને ક્ષેત્રીય પરિવહન અધિકારીઓ દ્વારા વાહનને બ્લેકલિસ્ટમાં નાંખવાનો કોઈ રેકોર્ડ તો નથી ને, આ બધા સ્તરો પર વાહનની તપાસ કારવામાં આવશે અને આમાંથી કોઈપણ તપાસમાં ફેલ થવા પર વાહન માલિકોની એપ્લીકેશન જમા થશે નહી. 

વાહન માલિકોને મળશે ડિજિટલ પ્રમાણપત્ર 
વાહન જમા કરતા સમયે તથા ત્યાર બાદની આખી પ્રક્રિયામાં પારદર્શિતા રાખવા માટે ઘણા નિયમો છે. સ્ક્રેપિંગ માટે પેશ કરવામાં આવેલ વાહનો સાથે સંબંધિત જમા પ્રમાણપત્રમાં વધારે ડિટેલ સામેલ કરવામાં આવી છે. આ પ્રમાણપત્ર વાહન માલિકોને ડિજિટલરૂપથી ઉપલબ્ધ કરાવવામાં આવશે અને 2 વર્ષ માટે વેલિડ રહેશે. આ સાથે જ જમાનાં ટ્રાન્સફર પ્રમાણપત્રની શરૂઆત એ સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી છે કે ઈલેક્ટ્રોનિક ટ્રેડીંગનાં માધ્યમથી જમા પ્રમાણપત્ર મેળવવાવાળા ઉપભોક્તાઓ પાસે લેવડદેવડનું ડિજિટલ પ્રમાણપત્ર રહે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ