બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / હાઉસિંગ સ્કેમ ઉઘાડું પાડે તે પહેલા જ RTI એક્ટિવિસ્ટની હત્યા, બિલ્ડર-રાજનેતાઓ-અધિકારીઓની સંડોવણી
Last Updated: 10:30 PM, 18 October 2025
Murder of RTI activist : થરાદની નર્મદા કેનાલમાંથી ગત 13 તારીખે મળી આવેલા અમદાવાદના RTI એક્ટિવિસ્ટ રસિક પરમારની લાશ ભેદી સંજોગોમાં મળી હતી. જો કે પોલીસે સમગ્ર મામલે તપાસ આદરી હતી. તપાસમાં ખુલ્યું કે, આ આપઘાત નહી પરંતુ હત્યા હતી. હત્યાનો ભેદ થરાદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો હતો. પોલીસે આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જ્યારે હત્યાનું કાવતરું બિલ્ડર લોબી દ્વારા રચવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે. હત્યા માટે 20 લાખ રૂપિયાની સોપારી અપાઇ હોવાનું ખુલ્યું છે.
ADVERTISEMENT
બિલ્ડર લોબીએ હત્યા કરાવી
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક રસિક પરમાર RTI એક્ટિવિસ્ટ તરીકે ખુબ જ સક્રિય હોવાની સાથે ભ્રષ્ટાચારને ખુલ્લો પાડતા હતા. જો કે જેના કારણે ભ્રષ્ટાચારીઓને તે આંખમાં કણાની માફક ખુચતા હતા. પોલીસની આઠ ટીમોએ સમગ્ર મામલે હાથ ધરેલી તપાસમાં ખુલ્યું કે, રસીકભાઇના કારણે બિલ્ડર લોબી ખુબ જ પરેશાન રહેતી હતી. જેના કારણે આખરે 20 લાખ રૂપિયાની સોપારી આપી હતી.
ADVERTISEMENT
અમદાવાદના રસિક પરમાર તરીકે થઇ ઓળખ
પોલીસે મૃતકની ઓળખ માટે પ્રયાસો કરતાં તે અમદાવાદના રસિકભાઈ હોવાનું સામે આવ્યું હતું. મૃતકના ભત્રીજાની ફરિયાદના આધારે વાવ-થરાદના પોલીસ દ્વારા તપાસ આદરવામાં આવી હતી. પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ, મોબાઈલ લોકેશન, સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આઠ ટીમો બનાવીને તપાસ આદરી હતી. તપાસ દરમિયાન પોલીસને બાતમી મળતા એક વ્યક્તિની અટકાયત કરી હતી. પુછપરછ દરમિયાન આરોપીએ વટાણા વેરી દીધા હતા. સોપારી લઇને હત્યા થઇ હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
ADVERTISEMENT
નિર્માણ / મુખ્યમંત્રીની ગુજરાતીઓને ધનતેરસે 7737 કરોડ રૂપિયાની ભેટ, ગુજરાતનો દરેક રોડ બનશે ચકાચક
ભ્રષ્ટાચાર ઉજાગર કરતા વ્યક્તિની હત્યા
ADVERTISEMENT
મૃતક રસિક ભાઇ RTI એક્ટિવિસ્ટ હોવાથી જે જગ્યાએ ભ્રષ્ટાચાર થતો હોય ત્યાં અરજી કરીને સરકાર પાસે ખુલાસા માંગતા હતા. જેથી સરકારી કામ લેતા કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચાર કરી શકતા નહોતા. જેથી અનેક ભ્રષ્ટાચારીઓએ કંટાળીને રસિકભાઇનું કાસળ કાઢી નાખવાનું ષડયંત્ર રચ્યું હતું. આ કેસમાં બિલ્ડર લોબીએ સંયુક્ત રીતે સોપારી આપી હોવાનું ખુલ્યું છે. ઝૂંપડપટ્ટી કે વસાહતોના પુન:વિકાસ (રી-ડેવલપમેન્ટ) હેઠળ જેમને નવા મકાનો મળવાપાત્ર હતા, ત્યાં આરોપીઓ બોગસ ગ્રાહકો ઊભા કરીને આખી સ્કીમ ચલાવતા હતા, જેથી ખરેખર હકદાર લોકોને મકાન મળતા નહોતા. જે ભ્રષ્ટાચાર રસિકભાઇ ખુલ્લો પાડે તે પહેલા જ તેનું કાસળ કાઢી નંખાયું હતું.
રિક્ષાચાલકે જ હત્યા કરી
ADVERTISEMENT
રસિકભાઈ હાઉસિંગ કૌભાંડ ખુલ્લું પાડે તો અનેક અધિકારી, બિલ્ડર અને રાજનેતાઓનાં નામનો પર્દાફાશ થાય તેમ હોવાથી તમામે મળીને ષડયંત્ર રચ્યું હતું. એક રિક્ષાચાલકને સોપારી અગાઇ હતી. આ રિક્ષા ચાલક રસિકભાઇને લઇને સમી સુધી ગયો હતો. જ્યાં વચ્ચે બીજા આરોપીઓ મળ્યા હતા અને તેમણે રસિકભાઈને ગળે ટૂંપો આપીને હત્યા કરી નાખી હતી. ત્યારબાદ ડેડબોડી અને તેમનો મોબાઈલ કેનાલમાં ફેંકી દીધા હતા. સમગ્ર ષડયંત્રમાં કમલેશ નામના વ્યક્તિની પૂર્વભૂમિકા સામે આવી છે. ₹20 લાખમાં સોપારી આપી હતી. પોલીસ હાલમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે. બાકીનાં આરોપીઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.