બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / મુખ્યમંત્રીની ગુજરાતીઓને ધનતેરસે 7737 કરોડ રૂપિયાની ભેટ, ગુજરાતનો દરેક રોડ બનશે ચકાચક
Last Updated: 07:21 PM, 18 October 2025
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ-રોડ નેટવર્ક દ્વારા વિકસિત ગુજરાતથી સાકાર કરવા 124 કામો માટે 7737 કરોડ રૂપિયા ફાળવ્યા છે. ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વઘુ સરળ, સલામત અને ઝડપી વાહનવ્યવહાર યોગ્ય રાખવા 809 કિલોમીટર લંબાઈના 9 ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોરનું 5576 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કરાશે. રાજ્યના માર્ગોને ક્લાઈમેટ રેઝિલિયેન્ટ અને નવી ટેકનોલોજીયુક્ત બનાવવા માટે રૂ.1147 કરોડ મંજૂર મુખ્યમંત્રીએ કર્યા હતા.
ADVERTISEMENT
ગુજરાત હાઇસ્પીડ કોરિડોરનું નિર્માણ
આ વર્ષના બજેટમાં રાજ્યના રોડ નેટવર્કને વધુ સુદ્રઢ અને સંગીન બનાવવા માટે ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર અંતર્ગત 12 નવા હાઈસ્પીડ કોરીડોર વિકસાવવાની મહત્વપૂર્ણ જાહેરાતમાંથી 9 હાઈસ્પીડ કોરીડોરના નિર્માણ માટેની મંજૂરી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે કહેવું તે કરવુંનો સંકલ્પ સાકાર થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્કને વધુ સંગીન અને સુવિધાયુક્ત બનાવીને ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશનથી વિકસિત ગુજરાત દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાનો દ્રઢ નિર્ધાર કર્યો છે.
ADVERTISEMENT
રાજ્યનાં છેવાડા સુધી રસ્તો પહોંચશે
મુખ્યમંત્રીએ આ હેતુસર માર્ગ મકાન વિભાગને વિવિધ યોજના અંતર્ગત કુલ 124 કામો માટે રૂ.7737 કરોડ ફાળવવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ માટે માર્ગો અને પુલોની મહત્વતા ધ્યાને લેતા સમગ્ર ગુજરાતને સુવિધા સભર અને સલામત માર્ગોની કનેક્ટિવિટી દ્વારા છેવાડાના વિસ્તારો સુધી મજબૂત માર્ગોનું નેટવર્ક પુરુ પાડવાના દિશાનિર્દેશો માર્ગ મકાન વિભાગને આપ્યા છે. તેમણે રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવીને વધુ સરળ, સલામત અને ઝડપી વાહનવ્યવહાર યોગ્ય બનાવવા માટે 809 કિલોમીટર લંબાઈના 9 ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર માટે 5576 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
ADVERTISEMENT
કયા કયા રોડ નવા બનશે
તદ્અનુસાર બગોદરા – ધંધુકા – બરવાળા – બોટાદના 92.23 કિલોમીટર લંબાઈ માટે 67.43 કરોડ, બોટાદ – ઢસા – ચાવંડ – અમરેલી – બગસરા – બિલખા – મેંદરડાના 67.30 કિ.મી. માટે રૂ.158.6 કરોડ, મેંદરડા – કેશોદ – માંગરોળના 48.55 કિ.મી માટે રૂ.81.38 કરોડ, ઊંઝા-પાટણ-શિહોરી-દિયોદર-ભાભરના 105.05 કિ.મી રોડ માટે રૂ.858.39 કરોડ, કરજણ - ડભોઇ – બોડેલીના 71.10 કિ.મી રોડ માટે રૂ.331.16 કરોડ, દહેગામ – બાયડ – લુણાવાડા – સંતરામપુર – ઝાલોદના 167.54 કિ.મી. માટે રૂ.1514.41 કરોડ, અમદાવાદ – હરસોલ – ગાંભોઈ – વિજયનગરના 143.30 કિ.મી. રોડ માટે રૂ.640.30 કરોડ, સંતરામપુર – મોરવા હડફ – સંતરોડના 49.90 રોડ માટે રૂ. 861.71 અને સંતરોડ – દેવગઢ બારિયા – છોટા ઉદેપુરના 64.05 કિ.મી. રોડ માટે રૂ.1062.82 કરોડ મંજૂર કર્યા છે.
ADVERTISEMENT
વધુ વાંચો : LIVE: ગુજરાતના નવનિયુક્ત મંત્રીઓનું ફાઇનલ લિસ્ટ પહેલવહેલું VTV પર, વધ્યું સૌરાષ્ટ્રનું વજન
હાઇસ્પીડ કોરીડોરથી વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળશે
ADVERTISEMENT
આ નવા હાઈસ્પીડ કોરીડોરનું નિર્માણ થવાથી પરિવહન વધુ ઝડપી બનશે તેમજ પી.એમ. ગતિશક્તિ અન્વયે લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં સુધારો અને ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે. હાઈસ્પીડ કોરીડોર બનવાના પરીણામે નવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થશે અને તેની આસપાસના વિસ્તારોમાં આર્થિક વિકાસ તથા વેપાર-ઉદ્યોગને પ્રોત્સાહન મળશે. એટલુ જ નહિં, મહત્વના શહેરો સાથે ઝડપી જોડાણ મળતા અને મુસાફરી સરળ અને પ્રવાસનને પણ વેગ મળશે. મુખ્યમંત્રીએ રાજ્યના માર્ગોને ક્લાઈમેટ રેઝિલિયેન્ટ અને નવી ટેકનોલોજીયુક્ત બનાવવા માટે રૂ.1147 કરોડ મંજૂર કર્યા છે. તેમાથી271 કિ.મી. લંબાઈમાં 20 કામો હાથ ધરવામાં આવશે.
તમામ પ્રકારે આધુનિક રોડનું નિર્માણ થશે
ADVERTISEMENT
આ ક્લાઈમેટ રેઝિલિયન્ટ અને નવતર ટેક્નોલોજીસભર રસ્તાઓના નિર્માણમાં વેસ્ટ પ્લાસ્ટિક, વ્હાઇટ ટોપિંગ, જીઓ ગ્રીડ અને ગ્લાસ ગ્રીડ, સિમેન્ટ/સ્ટેબીલાઈઝેસન, ફ્લાય-એશ, ગ્રીન ટેકનોલોજી જેવી નવી ટેકનોલોજીના ઉ૫યોગથી લાંબુ આયુષ્ય ઘરાવતા વધુ ટકાઉ અને મજબુત, લાઈફ-સાયકલ કોસ્ટમાં બચત થાય તેવા અને પર્યાવરણને અનુરૂપ માર્ગોનુ નિર્માણ થશે. આ ઉપરાંત તેમણે રાજ્યના રસ્તાઓની સપાટી સુધારણાના 79 કામો 803 કિ.મી.માં હાથ ધરવા માટે 986 રૂપિયાની મંજૂરી આપી છે.
1367 કિલોમીટર રોડનું નિર્માણ થશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્ષના બજેટમાં રોડ નેટવર્કને વધુ સુદ્રઢ અને સંગીન બનાવવા માટે ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર અંતર્ગત 1367 કિ.મી.ના 12 નવા હાઈસ્પીડ કોરીડોર વિકસાવવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે આ 9 હાઈસ્પીડ કોરીડોરના નિર્માણ માટેની મંજૂરી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે કહેવું તે કરવુંનો સંકલ્પ લોકોને ઈઝ ઓફ લિવિંગ આપીને પાર પાડવાનું મહત્વનું કદમ ભર્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.