બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / મંત્રીમંડળની શપથ વિધિ પૂર્ણ થતા જ CM એક્શનમાં, મંત્રીઓમાં દોડધામ

રાજનીતિ / મંત્રીમંડળની શપથ વિધિ પૂર્ણ થતા જ CM એક્શનમાં, મંત્રીઓમાં દોડધામ

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat New Cabinet Swearing Ceremony : ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીમંડળનો શપથવિધિ સમારંભ પૂર્ણ

Gujarat New Cabinet Swearing Ceremony : ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આજે (શુક્રવારે) નવા મંત્રીમંડળના સભ્યોશપથ ગ્રહણ કર્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા.

મંત્રીમંડળની શપથ વિધિ પૂર્ણ થતા જ CM એક્શનમાં, મંત્રીઓમાં દોડધામ

ભરૂચ : અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલને મળ્યું મંત્રીપદ

October 17, 2025 14:02

બીજેપી કાર્યાલય ખાતે કાર્યકર્તામાં ઉત્સાહ જોવા મળ્યો, ફટાકડા ફોડી કાર્યકર્તાઓએ કાર્યલાય ખાતે કરી ઉજવણી, અંકલેશ્વરના કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ છવાયો

શપથવિધિ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોલાવી બેઠક

October 17, 2025 14:02

મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્વની બેઠક, શપથવિધિ બાદ તમામ મંત્રીઓ સાથે મુખ્યમંત્રીની બેઠક, મુખ્યમંત્રી નિવાસસ્થાને તમામ મંત્રીઓ પહોંચ્યા

વલસાડ: પારડીના MLA કનુ દેસાઈનું કેબિનેટમાં સ્થાન યથાવત

October 17, 2025 14:00

વલસાડ જિલ્લા ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ, વાપીમાં કનુ દેસાઈના કાર્યકર કાર્યાલય પર કરાઈ ઉજવણી, કાર્યકર્તાઓ અને અગ્રણીઓએ ફટાકડા ફોડી કરી ઉજવણી, એકબીજાને મોઢું મીઠું કરાવી શુભકામનાઓ પાઠવી

પહેલી વાર ધારાસભ્ય અને હવે મંત્રી

October 17, 2025 13:58

ડૉ. પ્રદ્યુમન વાજા, ધારાસભ્ય, કોડીનાર

રમણ સોલંકી, ધારાસભ્ય, બોરસદ

ત્રિકમ છાંગા, ધારાસભ્ય, અંજાર

સંજય મહીડા,ધારાસભ્ય, મહુધા

કમલેશ પટેલ, ધારાસભ્ય, પેટલાદ

રિવાબા જાડેજા, ધારાસભ્ય, જામનગર ઉત્તર

દર્શના વાઘેલા, ધારાસભ્ય, અસારવા

પ્રવીણ માળી, ધારાસભ્ય, ડીસા

જયરામ ગામીત, ધારાસભ્ય, નિઝર

સ્વરૂપજી ઠાકોર, ધારાસભ્ય, વાવ

પી.સી. બરંડા, ધારાસભ્ય, ભિલોડા

કૌશિક વેકરિયા, ધારાસભ્ય, અમરેલી

મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે લીધા શપથ

October 17, 2025 13:47

કમળા ખાતે નિવાસ્થાને પરિવાર દ્વારા મીઠાઈ ખવડાવી એક બીજા ને આપી શુભેચ્છા, માતૃશ્રી અને પિતા સહીત પત્ની અને પુત્રી પણ જોડાયા ઉજવણીમાં, પત્ની અમિતા સંજયસિંહ મહિડા દ્વારા પોતાના મોબાઈલમાં VTVમાં જોયા લાઈવ શપથ, કમળા ખાતે સંજયસિંહે મહિડાના નિવાસસ્થાને પરિવારને નાગરિકોએ આપી શુભેચ્છા

પોરબંદર જિલ્લા ભાજપ કાર્યાલયમાં ઉત્સાહનો માહોલ

October 17, 2025 13:45

કાર્યકર્તાઓએ અર્જુન મોઢવાડિયાના મંત્રી પદની કરી ઉજવણી, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરીયા પણ કાર્યાલયે હાજર, કાર્યકરોએ ઢોલ નગારા વગાડી ફટાકડા ફોડી કરી ઉજવણી

મને મંત્રી પદ ના મળ્યું એમ મને કોઈ અફસોસ નથી : જયેશ રાદડિયા

October 17, 2025 13:44

ફોન ની રાહ હું પણ જોતો હતો પણ ફોન આવ્યો નહીં, હું મોદી ના સમયથી મંત્રી રહ્યો હતો, 10 વર્ષ મંત્રી તરીકે સત્તા ભોગવી છે, હવે નવા ને સ્થાન આપવામાં આવ્યું છે.

મહેશ કસવાલાએ નવા મંત્રીઓને શુભેચ્છા પાઠવી

October 17, 2025 13:42

નવા મંત્રીમંડળ અંગે પ્રતિક્રિયા આપતા સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ નવા મંત્રીઓને શુભેચ્છા પાઠવી હતી.. અને ગુજરાતના વિકાસકાર્યોને વધુ સારી રીતે કામ કરવાની વાત કરી હતી.

મંત્રીમંડળમાં જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજાનો સમાવેશ

October 17, 2025 13:39

જામનગરમા રિવાબા જાડેજાના સમર્થકોમા ખુશીનો માહોલ, જામનગરમા રિવાબાના સમર્થકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી, રિવાબા જાડેજા જામનગર 78 વિધાનસભાના ધારાસભ્ય છે, જામનગરની જેમ હવે તેઓ ગુજરાતમા પણ વિકાસના કામો કરશે

નવા મંત્રી મંડળમાં 3 મંત્રીઓને રાજ્યકક્ષાનો સ્વતંત્ર પ્રભાર સોંપાયો

October 17, 2025 13:38

ઈશ્વરસિંહ પટેલે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા, પ્રફુલ પાનશેરિયાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા, ડૉ. મનીષા વકીલે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા, ત્રણેય મંત્રીઓને સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો

ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળની શપથવિધિ યોજાઈ

October 17, 2025 13:33

કેબિનેટ મંત્રી તરીકેધારાસભ્યોએ લીધા શપથ, જીતુ વાઘાણીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા, જીતુ વાઘાણીની મંત્રીમંડળમાં રિ-એન્ટ્રી થઈ, નરેશ પટેલે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા, ડૉ. પ્રદ્યુમ્ન વાજાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા, રમણ સોલંકીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા, પહેલીવાર ધારાસભ્ય બનેલા રમણ સોલંકી અને ડૉ. પ્રદ્યુમ્ન વાજાને લોટરી લાગી

આ લોકોએ લીધા રાજ્યકક્ષાના મંત્રી તરીક શપથ

October 17, 2025 13:31

કાંતિ અમૃતિયા, રમેશ કટારા, દર્શનાબેન વાઘેલા, કૌશિક વેકરીયા, પ્રવીણ માળી, જયરામ ગામીત, ત્રિકમ છાગા, સંજય મહીડા, કમલેશ પટેલ, પી.સી.બરંડા, સ્વરૂપજી ઠાકોર, રીવાબા જાડેજાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા

ભૂપેન્દ્ર સરકારનું નવું મંત્રીમંડળમાં 9 કેબિનેટ મંત્રી, 3ને રાજ્યકક્ષા (સ્વતંત્ર હવાલો), 13 રાજ્યકક્ષા

October 17, 2025 13:02

કેબિનેટ મંત્રી : - હર્ષ સંઘવી, જીતુ વાઘાણી, કનુ દેસાઇ, કુંવરજી બાવળિયા, ઋષિકેશ પટેલ, નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા, રમણ સોલંકી

રાજ્યકક્ષા (સ્વતંત્ર હવાલો) : - ઈશ્વર પટેલ, પ્રફુલ્લ પાનસેરિયા, મનીષા વકીલ

રાજ્યકક્ષા : - ત્રિકમ છાંગા, સ્વરૂપજી ઠાકોર, પ્રવીણ માળી, પીસી બરંડા, દર્શના વાઘેલા, કાંતિ અમૃતિયા, રિવાબા જાડેજા, કૌશિક વેકરીયા, પરસોત્તમ સોલંકી, કમલેશ પટેલ, સંજય મહિડા, રમેશ કટારા, જયરામ ગામિત

આ ત્રણ નેતા શપથ નહીં લે

October 17, 2025 13:01

મહત્વનું છે કે, ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, કુંવરજી બાવળિયાએ રાજીનામું ન આપ્યું હોવાથી શપથ નહીં લે.

કેબિનેટ મંત્રી

October 17, 2025 12:54

હર્ષ સંઘવી, જીતુ વાઘાણી, કનુ દેસાઇ, કુંવરજી બાવળિયા, ઋષિકેશ પટેલ, નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા, રમણ સોલંકી

રાજ્યકક્ષા (સ્વતંત્ર હવાલો)

October 17, 2025 12:54

ઈશ્વર પટેલ, પ્રફુલ્લ પાનસેરિયા, મનીષા વકીલ

પ્રદ્યુમન વાજાએ શપથ લીધા

October 17, 2025 12:51

કોડીનાર વિધાનસભાના ધારાસભ્ય પ્રદ્યુમન વાજાએ મંત્રી પદના શપથ લીધા છે.

ગાંધીનગર : મહાત્મા મંદિરમાં શપથ વિધિ બાદ નેતાઓ લેશે ભોજન

October 17, 2025 12:50

શપથ વિધિ બાદ VVIP ડેલિગેટ્સ માટે જમવાની વ્યવસ્થા, સ્પેશિયલ હોલમાં જમવાની વ્યવસ્થા કરવામાં આવી

નરેશે પટેલ શપથ ગ્રહણ કર્યા

October 17, 2025 12:46

MLA નરેશ પટેલે મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે.

અર્જુન મોઢવાડીયાએ શપથ ગ્રહણ કર્યા

October 17, 2025 12:44

MLA અર્જુન મોઢવાડીયાએ મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે.

હર્ષ સંઘવીની રાજકીય સફર

October 17, 2025 12:42

હર્ષ સંઘવી રાજ્યના સૌથી નાની વયના નાયબ મુખ્યપ્રધાન બન્યા છે, ત્યારે છેલ્લી 3 ટર્મથી સુરતની મજૂરા બેઠકથી ધારાસભ્ય બન્યા છે. ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે પણ કામગીરી કરી છે. આ ઉપરાંત ગૃહ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન તરીકે પણ પદ સંભાળ્યું છે. આ ઉપરાંત રમત ગમત, વાહન વ્યવહાર સહિતના ખાતાને સંભાળ્યા છે. હર્ષ સંઘવી 2008માં યુવા મોરચાના પ્રદેશ મહામંત્રી રહ્યા હતા. તેમજ 2011માં યુવા મોરચાના પ્રદેશ ઉપપ્રમુખની જવાબદારી નિભાવી હતી. 2013માં રાષ્ટ્રીય યુવા મોરચાના મહામંત્રી બન્યા હતા. 2014માં યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રહ્યા અને 2012માં માત્ર 27 વર્ષની ઉંમરે મજૂરાથી ધારાસભ્ય બન્યા હતા. તેમજ સતત 3 ટર્મથી જંગી બહુમતી સાથે જીતતા રહ્યાં છે.

જીતુ વાઘાણીએ શપથગ્રહણ કર્યા

October 17, 2025 12:39

MLA જીતુ વાઘાણીએ મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા

હર્ષ સંઘવીએ શપથગ્રહણ કર્યા

October 17, 2025 12:26

હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કર્યા

મહાત્મા મંદિર ખાતે શપથગ્રહણ સમારોહ શરૂ

October 17, 2025 12:26

આજે ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીમંડળની રચના બાદ હવે શપથગ્રહણ કાર્યક્રમ મહાત્મા મંદિર ખાતે શરૂ થઈ ગયો છે.

વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌઘરી પહોંચ્યા

October 17, 2025 12:20

આજે નવા મંત્રીમંડળના શપથગ્રહણ સમારોહને લઈ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌઘરી મહાત્મા મંદિર પહોંચ્યા છે.

થોડીવારમાં મુખ્યમંત્રી અને નવા મંત્રીઓ પહોંચશે

October 17, 2025 12:16

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે થોડીવારમાં મુખ્યમંત્રી અને નવા મંત્રીઓ પહોંચશે. 12:30 વાગ્યાથી શપથવિધિ સમારોહની શરૂઆત થશે.

રવિન્દ્રસિંહ જાડેજા પરિવાર સાથે પહોંચ્યા

October 17, 2025 12:13

રિવાબા જાડેજાને મંત્રીમંડળમાં સ્થાન મળતા હવે તેમની શપથવિધિમાં સામેલ થવાં રવિન્દ્રસિંહ જાડેજા પરિવાર સાથે પહોંચ્યા છે.

વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને મળ્યું મંત્રી પદ

October 17, 2025 12:06

વાવ થરાદના વાવ તાલુકાના બિયુક ગામે પહોચ્યું VTV NEWS, વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરના પિતા સાથે વાતચીત, અમે ક્યારે વિચાર્યુ નોતું કે અમારો દીકરો મંત્રી બનશે, વાવ ના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર ને મંત્રી પદ મળતા તેમના પરિવારમાં આનંદ અનુભવી રહ્યા છે અને સરકારો અને પ્રધાન મંત્રી મોદી નો આભાર વ્યક્ત કર્યો, મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ નો પણ આભાર વ્યક્ત કર્યો, મારા દીકરાને ધારાસભ્ય બનાવ્યો અને આજે મંત્રી બનવા તા અમે ખૂબ ખુશ છીએ

કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને ફરીથી રિપીટ કરતા કાર્યકર્તામાં ઉત્સાહ

October 17, 2025 11:49

જસદણના ચોટીલા રોડ પર આવેલ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનું જન સંપર્ક કાર્યાલય ખાતે કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી, જસદણ શહેર પ્રમુખ જશુદાન નગરપાલિકાના પ્રમુખ જસદણ નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો તેમજ સિનિયર અને જુનિયર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને મંત્રીમંડળમાં ફરીથી રિપીટ કરતા જસદણ વિછીયા બંને તાલુકાના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો

ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળીનો મંત્રીમંડળમાં સમાવેશ થતાં પરિવારમાં ખુશીનો માહોલ

October 17, 2025 11:48

ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી કરી ઉજવણી, મંત્રી પદ મળતાં એકબીજાને મીઠાઇ ખવડાવી પરિવારે મનાવ્યો ઉત્સવ, પ્રવિણ માળીના પિતા ગોરધનજી પણ અગાઉ જળનિગમ મંત્રી હતા, પિતા પછી પ્રવિણ માળીને મંત્રી પદ મળતાં પરિવારમાં ખુશીનો માહોલ

મંત્રીમંડળના વિસ્તરણ મુદ્દે હાર્દિક પટેલે આપી પ્રથમ પ્રતિક્રિયા

October 17, 2025 11:46

નવા તમામ મંત્રીમંડળના સાથીઓને ખુબ-ખુબ શુભેચ્છા, સરકારે સામાજિક ગણિતને બેલેન્સ કરીને પસંદગી કરી, આવનારા દિવસોમાં નવામંત્રીમંડળથી ગુજરાત ખુબ પ્રગતિ કરે તેવી શુભેચ્છા

સૌરાષ્ટ્રમાં-કચ્છમાંથી કોણ-કોણ?

October 17, 2025 11:33

કુંવરજી બાવળીયા-જસદણ-કોળી પટેલ, પરસોતમભાઈ સોલંકી-ભાવનગર ગ્રામ્ય-કોળી પટેલ, જીતુ વાઘાણી-ભાવનગર શહેર-પાટીદાર, રીવાબા જાડેજા-જામનગર શહેર-ક્ષત્રિય, કાંતિ અમૃતિયા-મોરબી-લેઉઆ પાટીદાર, ત્રિકમ છાંગા-અંજાર (કચ્છ)-OBC, અર્જુન મોઢવાડિયા-પોરબંદર-OBC, પ્રદ્યુમન વાંઝા-કોડિનર-SC, કૌશિક વેકરિયા-અમરેલી-લેઉઆ બેઠક.

મધ્ય ગુજરાતમાંથી 6 મંત્રી

October 17, 2025 11:27

મનીષા વકીલ – વડોદરા શહેર – SC

રમેશ કટારા – દાહોદ – ST

કમલેશ પટેલ – પેટલાદ (આણંદ) પાટીદાર

દર્શનાબહેન વાઘેલા – અસારવા (અમદાવાદ શહેર) SC

સંજયસિંહ મહિડા – મહુધા (ખેડા જિલ્લો) OBC

રમણ સોલંકી – બોરસદ (આણંદ) OBC

દક્ષિણ ગુજરાતમાં કુલ 6 નામ આવ્યા સામે

October 17, 2025 11:27

પ્રફુલ્લ પાનસેરિયા- સુરત શહેર- (લેઉઆ પાટીદાર)

કનુભાઈને દેસાઇ – પારડી (વલસાડ) – અનાવીલ બ્રાહ્મણ

હર્ષભાઈ સંઘવી – સુરત શહેર -જનરલ

નરેશ પટલ -ગણદેવી – ST

જયરામ ગામિત – નિઝર (તાપી) ST

ઈશ્વર પટેલ -હાંસોલ (ભરૂચ) OBC

ઉત્તર ગુજરાતમાંથી કોણ બનશે મંત્રી?

October 17, 2025 11:27

ઋષિકેશ પટેલ – વિસનગર (મહેસાણા) કડવા પટેલ

પી.સી.બરંડા – ભીલોડા (અરવલ્લી) ST

પ્રવિણ માળી – ડિસા (બનાસકાંઠા) OBC

સ્વરૂપજી ઠાકોર – વાવ – ક્ષત્રિય ઠાકોર

થોડીવારમાં નવા મંત્રીઓ લેશે શપથ

October 17, 2025 11:21

ગુજરાત સરકારમાં નવા મંત્રીઓના નામની જાહેરાત થયા બાદ હવે થોડીવારમાં નવા મંત્રીઓ લેશે શપથ

ભૂપેન્દ્ર પટેલની નવી ટીમનું જ્ઞાતિ સમીકરણ

October 17, 2025 11:15

7 OBC

6 પાટીદાર

4 (ST) આદિવાસી નેતાઓ

1 ક્ષત્રિય

3 મહિલા

3 (SC) અનુસુચિત જાતિ

નવા મંત્રીમંડળમાં જોવા મળ્યું જ્ઞાતિનું સમીકરણ

October 17, 2025 11:11

ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં OBCનો દબદબો, સૌથી વધુ 7 OBC નેતાઓ મંત્રીપદના લેશે શપથ, 6 પાટીદાર અને 4 આદિવાસી નેતાઓનો મંત્રાલયમાં સમાવેશ, 1 ક્ષત્રિય અને 1 અનાવિલ બ્રાહ્મણ નેતાનો સમાવેશ, 3 મહિલાઓનો પણ મંત્રીમંડળમાં કરાયો સમાવેશ, અનુસુચિત જાતીમાંથી પણ 3 નેતાઓની પસંદગી

દક્ષિણ ગુજરાતમાં આ MLA બનશે મંત્રી

October 17, 2025 11:10

1-કનુ દેસાઈ

2-પ્રફુલ પાનસેરિયા

3-નરેશ પટેલ

4-જયરામ ગામિત

5- હર્ષ સંઘવી

મધ્યગુજરાતમાં આ MLA બનશે મંત્રી

October 17, 2025 11:08

1- ઈશ્વર પટેલ

2- મનિષા વકીલ

3- દર્શના વાઘેલા

4- રમેશ કટારા

5-સંજયસિંહ મહિડા

6-કમલેશ પટેલ

7- રમણ સોલંકી

ઉત્તર ગુજરાતમાં આ MLA બનશે મંત્રી

October 17, 2025 11:08

1-ઋિષિકેશ પટેલ

2-પી સી બરંડા

3-પ્રવિણ માળી

4- સ્વરૂપજી ઠાકોર

સૌરાષ્ટ્ર-કચ્છમાં આ MLA બનશે મંત્રી

October 17, 2025 11:08

1-જીતુ વાઘાણી

2-કુંવરજી બાવળીયા

3-પરશોતમ સોલંકી

4-કાંતિ અમૃતિયા

5-અર્જૂન મોઢવાડિયા

6-કૌશિક વેકરિયા

7-રિવાબા જાડેજા

8-ડો.ધ્યુમ્ન વાઝા

9-ત્રિકમ છાંગા

કયા નેતાઓની મંત્રીમંડળમાંથી થઈ બાદબાકી?

October 17, 2025 11:04

રાઘવજી પટેલ, બલવંતસિંહ રાજપૂત, મુળુભાઈ બેરા, કુબેર ડિંડોર, ભાનુબેન બાબરિયા, બચુભાઈ ખાબડ, મુકેશ પટેલ, ભીખુસિંહ પરમાર, કુંવરજી હળપતિ (જગદીશભાઈ પંચાલ (વિશ્વકર્મા)ને ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે સ્થાન મળતા મંત્રી પદ છોડ્યું)

આ રહ્યું તમામ મંત્રીઓનું લિસ્ટ

October 17, 2025 10:49

મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનો દબદબો, આટલા લોકો બનશે મંત્રી

October 17, 2025 10:43

કુંવરજી બાવળિયા, પરષોત્તમ સોલંકી, અર્જુન મોઢવાડિયા, ડૉ. પ્રધ્યુમન વાજા, રિવાબા જાડેજા, જીતુ વાઘાણી, કૌશિક વેકરીયા, કાંતિ અમૃતિયા

સૌથી પહેલા જુઓ નવા મંત્રીમંડળનું કન્ફર્મ લિસ્ટ

October 17, 2025 10:41

વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને આવ્યો ફોન

October 17, 2025 10:35

વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને આવ્યો મંત્રી પદની શપથ લેવા ફોન

આણંદ : પેટલાદ ના ધારાસભ્ય કમલેશ પટેલ ને આવ્યો ફોન

October 17, 2025 10:32

કમલેશ પટેલ નો મંત્રી મંડળ માં સમાવેશ, પેટલાદ વિધાનસભા ના કાર્યકરો માં ઉસ્તાહ

અંજાર ધારાસભ્યને પણ આવ્યો ફોન

October 17, 2025 10:25

અંજાર ધારાસભ્ય ત્રિકમ છાંગાને પણ આવ્યો ફોન

સૌથી પહેલા જુઓ નવા મંત્રીમંડળનું કન્ફર્મ લિસ્ટ

October 17, 2025 10:20

જૂના જોગીને ફરી મોકો!

  1. પ્રફુલ પાનશેરીયા

2. કુંવરજી બાવળિયા

3. કનુ દેસાઈ

4. ઋષિકેશ પટેલ

5. પરષોત્તમ સોલંકી

6. હર્ષ સંઘવી

સૌથી પહેલા જુઓ નવા મંત્રીમંડળનું કન્ફર્મ લિસ્ટ

October 17, 2025 10:20

નવા ચહેરાને સ્થાન

અર્જુન મોઢવાડિયા

ડૉ. પ્રધ્યુમન વાજા

નરેશ પટેલ

કાંતિ અમૃતિયા

દર્શના વાઘેલા

રિવાબા જાડેજા

મનીષા વકીલ

જીતુ વાઘાણી (રિ-એન્ટ્રી)

કૌશિક વેકરીયા

પીસી બરંડા

ડૉ.જયરામ ગામિત

ત્રિકમ છાંગા

રમેશ કટારા

MLA કૌશિક વેકરીયાને આવ્યો ફોન

October 17, 2025 10:17

અમરેલી MLA કૌશિક વેકરીયાને આવ્યો ફોન

નિઝર વિધાનસભાના ધારાસભ્ય ડો જયરામ ગામીત ને મંત્રી શપથ લેવા માટે આવ્યો ફોન...

October 17, 2025 10:16

તાપી જિલ્લાની નિઝર બેઠક પરથી ધારાસભ્ય છે ડો જયરામ ગામીત..

મનીષા વકીલ ની ફોન આવ્યો

October 17, 2025 10:15

વડોદરા શહેરના ધારાસભ્ય મનીષા વકીલને ફોન આવ્યો

અરવલ્લીથી પી સી બરંડાને પણ આવ્યો ફોન

October 17, 2025 10:13

પૂર્વ IPS પી સી બરંડાને મંત્રી પદની શપથ લેવા આવ્યો ફોન

MLA જીતુ વાઘાણીને પણ આવ્યો ફોન

October 17, 2025 10:09

પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને પણ આવ્યો ફોન

ધારાસભ્ય રીવાબા જાડેજાને ફોન આવ્યો

October 17, 2025 10:09

જામનગર MLA રિવાબા જાડેજા ને આવ્યો ફોન

કોડીનારના MLA ડૉ. પ્રદ્યુમન વાજાને પણ ફોન આવ્યો

October 17, 2025 10:07

કોડીનારના MLA ડૉ. પ્રદ્યુમન વાજાને પણ મંત્રી પદના શપથ ગ્રહણ કરવા ફોન આવ્યો

કાંતી અમૃતિયાએ સમર્થકોને બોલાવ્યા

October 17, 2025 10:04

મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાને પણ ફોન આવ્યો, કાંતી અમૃતિયાએ સમર્થકોને બોલાવ્યા

નવસારી : પૂર્વ કેબિનેટ મંત્રી અને ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને પણ આવ્યો ફોન

October 17, 2025 09:57

દાદાની નવા મંત્રીમંડળમાં ધારાસભ્ય નરેશ પટેલનો પણ થયો સમાવેશ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પ્રથમ ટર્મમાં નરેશ પટેલને અન્ન અને પુરવઠા મંત્રીનો કાર્યભાર સંભાળ્યો હતો, ધારાસભ્ય નરેશ પટેલ ને ફરી મંત્રી પદ મળતા જિલ્લા સહિત ગણદેવી તેમજ તેમના ગામ રૂમાલામાં ખુશીનો માહોલ

ભૂપેન્દ્ર સરકારનું મંત્રીમંડળ પૂર્ણ કદનું રહેશે

October 17, 2025 09:36

સ્ટેજ પર 28 જેટલી ખુરશીઓ ગોઠવવામાં આવી, મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળની સ્ટ્રેન્થ વધશે

ક્યાં નેતાઓને મંત્રીમંડળની શપથવિધિ માટેના ફોન આવ્યા?

October 17, 2025 09:35

જૂના જોગીને ફરી મોકો : પ્રફુલ પાનશેરીયા, કુંવરજી બાવળિયા, કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, પરષોત્તમ સોલંકી, હર્ષ સંઘવી

નવા ચહેરાને સ્થાન! : અરવિંદ રાણા, સંગીતાબેન પાટીલ, સી.જે. ચાવડા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજભવન પહોંચ્યા

October 17, 2025 09:31

રાજ્યપાલ સાથે મુખ્યમંત્રીની મુલાકાત, મંત્રી મંડળ ના રાજીનામા લીધેલા નામો તથા નવા નામો પર ચર્ચા, શપથગ્રહણ સમારોહ ને લઈ ચર્ચા

મંત્રીમંડળને લઈ મોટા સમાચાર

October 17, 2025 09:20

કુમાર કાનાણી ને ફોન આવ્યો નથી, જયેશ રાદડિયા ને પણ હજુ ફોન નથી આવ્યો, જે મંત્રીઓ રીપીટ થશે એ મંત્રીઓ શપથ ગ્રહણ નહીં કરે, CM સહિત 6 જેટલા જૂના મંત્રીઓ શપથ નહીં લે, રાજયકક્ષા માંથી કેબિનેટમાં પ્રમોશન થાય તો શપથ લેવા પડશે.

09: 10 સુધી આટલા ધારાસભ્યોને મંત્રીમંડળની શપથવિધિ માટેના ફોન આવ્યા

October 17, 2025 09:14

પ્રફુલ પાનશેરીયા, કુંવરજી બાવળિયા, કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, સી.જે. ચાવડા, બળવંતસિંહ રાજપૂત, પરષોત્તમ સોલંકી, હર્ષ સંઘવી, અરવિંદ રાણા, સંગીતાબેન પાટીલ

હર્ષ સંઘવીને આવ્યો ફોન

October 17, 2025 09:09

હર્ષ સંઘવી, અરવિંદ રાણા, સંગીતાબેન પાટીલને મંત્રી પદ માટે ફોન આવ્યો

બળવંતસિંહ રાજપૂત-પરષોત્તમ સોલંકીને નવા મંત્રીમંડળમાં સમાવેશ નક્કી

October 17, 2025 09:08

બને નેતાઓ શપથ લેવા માટે ફોન આવી ગયા

કનુ દેસાઈ ને ફોન આવ્યો તો ઋષિકેશ પટેલ રીપીટ

October 17, 2025 08:51

ધારાસભ્યોને કોલ કરવાની શરૂઆત થઈ ગઈ કનુ દેસાઈ ને ફોન આવ્યો તો ઋષિકેશ પટેલ રીપીટ

ગાંધીનગર : રાજ્યમાં નવા મંત્રી મંડળને લઈને અનેક ચર્ચાઓ

October 17, 2025 08:48

ધારાસભ્ય કુંવરજી બાવળિયા મંત્રી પદે યથાવત રહેશે, પરંતુ તેમના ખાતું બદલવામાં આવે તેવી શક્યતાઓ, જ્યારે રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠકના ધારાસભ્ય ભાનુબેન બાબરીયાને પડતા મુકાય તેવી શક્યતાઓ, જામનગર રિવાબા જાડેજાને પણ મંત્રી પદ મળી તેવી શક્યતા

કુંવરજી બાવળિયા મંત્રી મંડળમાં યથાવત

October 17, 2025 08:43

ધારાસભ્યોને કોલ કરવાની શરૂઆત થઈ ગઈ, કુંવરજી બાવળિયા મંત્રી મંડળમાં યથાવત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ સાથે કરશે મુલાકાત

October 17, 2025 08:42

ગૂરૂવારે રાત્રે રાજ્યપાલ સાથે મુખ્યમંત્રીની ન થઈ શકી મુલાકાત, જે પી નડ્ડા સાથે ત્રણ કલાક બેઠક થતા રાજ્યપાલ સાથે ન હતી થઈ શકી મુલાકાત, આજે સવારે રાજ્યપાલ સાથે મુખ્યમંત્રી કરશે મુલાકાત

ગાંધીનગર : લવિંગ ઠાકોરે VTV સાથે કરી વાત

October 17, 2025 08:35

મને ૨ દિવસ પહેલા દંડક ઓફિસ માંથી ફોન આવ્યો હતો, એટલે હું અહીંયા હાજર થયો છું, મારા કાર્યકર્તાઓને ઈચ્છા છે હું મંત્રી બનું, પણ હું ભાજપ નો કાર્યકર્તા છું એની મને ખુશી છે

પ્રફૂલ પાનશેરીયાને મંત્રી મંડળમાં સ્થાન અપાયું

October 17, 2025 08:35

પ્રફુલ પાનશેરીયા મંત્રી મંડળમાં સ્થાન

મંત્રી પદની શપથ લેવા ધારાસભ્યોને ફોન આવવાના શરૂ

October 17, 2025 08:35

વર્તમાન મંત્રીઓ તથા ધારાસભ્યોને કોલ કરવાની શરૂઆત થઈ ગઈ

ફોનમાં ફક્ત મંત્રી પદના શપથ લેશો એવો કોલ મેસેજ અપાશે

October 17, 2025 08:16

આજે CM ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળનું થશે વિસ્તરણ, ગાંધીનગરમાં ધારાસભ્યોને ખોટા ઉજાગરા થયા, રાત્રિના ફોન આવશે એવી આશા અનેક ધારાસભ્યો જાગ્યા, હજુ સુધી એક પણ ધારાસભ્યને આવ્યા નથી ફોન, 10 વાગ્યા બાદ સંગઠનમાંથી કરવામાં આવશે ફોન, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને રત્નાકર કરશે ફોન, ફોનમાં ફક્ત મંત્રી પદના શપથ લેશો એવો કોલ મેસેજ અપાશે, અન્ય કોઈ પ્રકારની વાતચીત નહીં કરવામાં આવે

આજે નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક મળશે

October 17, 2025 08:14

સાંજે 4 કલાકે કેબિનેટ બેઠકનું આયોજન, ગાંધીનગરના મહાત્મા મંદિરમાં નવા મંત્રીઓના શપથ સમારોહનું આયોજન, 25 ધારાસભ્યો મંત્રી બને તેવી શક્યતા, ધનતેરસના દિવસે શુભ મુહૂર્તમાં મંત્રીઓ સંભાળશે ચાર્જ, અમુક મંત્રી દિવાળી પછી સાતમના દિવસે ચાર્જ સંભાળે તેવી શક્યતા

જગદીશ વિશ્વકર્માને મંત્રી પરિષદમાં સામેલ નહીં થાય

October 17, 2025 07:46

ગુજરાત વિધાનસભામાં કુલ 182 સભ્યો છે અને બંધારણ મુજબ વધુમાં વધુ 27 મંત્રીઓની નિમણૂક કરી શકાય છે (એટલે ​​કે, ગૃહની કુલ સંખ્યાના 15%). આ મહિનાની શરૂઆતમાં રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલના સ્થાને ગુજરાત ભાજપના નવા પ્રમુખ બન્યા. પક્ષના સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાજપની "એક વ્યક્તિ, એક પદ" નીતિને કારણે આ વખતે જગદીશ વિશ્વકર્મા મંત્રી પરિષદમાં સામેલ થશે નહીં.

મહાત્મા મંદિર ખાતેથી સ્ટેજના દ્રશ્યો સામે આવ્યા

October 17, 2025 07:42

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે શપથવિધિ સ્થળના મુખ્ય સ્ટેજ પર ગોઠવાઈ 28 ખુરશીઓ, મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળની સ્ટ્રેન્થ 27

આજે ભૂપેન્દ્ર પટેલની સરકારના નવા મંત્રીઓની થશે સપથવિધિ

October 17, 2025 07:37

ગાંધીનગરમાં મોડી રાત સુધી ચાલી બેઠકો, મોડી રાત્રે સીએમ હાઉસ ખાતે મળી હતી બેઠક, નવા મંત્રીઓની ચાલ ચલગત બાબતે કરાઈ ચર્ચા, ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા ન હોય તેવા MLAને બનાવાશે મંત્રી, લગભગ 22-25 સભ્યોનું રચાશે મંત્રી મંડળ, બપોરે 4 વાગ્યાની આસપાસ મળશે કેબિનેટ બેઠક, કેબિનેટ બેઠકમાં મંત્રીઓને થશે ખાતાની ફાળવણી, ધનતેરસના દિવસે મંત્રીઓ શુભ મુહૂર્તમાં ઓફિસના ચાર્જ સંભાળશે, અનેક મંત્રીઓ દિવાળી બાદ સાતમના દિવસે ચાર્જ સંભાળી શકે છે

આજે રાજ્યના નવા મંત્રીમંડળનુ થશે વિસ્તરણ

October 17, 2025 07:17

શપથ માટે સવારે 10 વાગ્યા બાદ જે તે MLA ને આવશે ફોન, મોડી રાત સુધી ધારસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન માટે કોલ ન થયા, પ્રદેશ ભાજપ તરફથી મંત્રી મંડળ માટે કોલ ન ગયા, પ્રદેશ નેતૃત્વ તરફથી લીલી ઝંડી મળ્યા બાદ કોલ થશે

જેમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું તેમને મોડી રાત્રે કરવામાં આવ્યો ફોન

October 17, 2025 06:37

મોડી રાત્રે નવું મંત્રીમંડળ તૈયાર થતાં જ પસંદગી પામેલા નેતાઓને ફોન કરીને જાણ કરવામાં આવી હતી. ઘણી જગ્યાએ એવા દૃશ્યો જોવા મળ્યા કે મંત્રીમંડળમાં સ્થાન ન મળેલા પૂર્વ મંત્રીઓ તેમના ચેમ્બર ખાલી કરતા દેખાયા. કોઈએ પ્યૂન મારફતે ફાઈલો અને અંગત સામાન મોકલાવ્યો તો કોઇએ વાહન પરત કર્યું.

CM હાઉસમાં મહત્ત્વની બેઠક

October 17, 2025 06:37

ગઈકાલે મોડી રાત્રે મુખ્યમંત્રીના નિવાસસ્થાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને મુખ્યમંત્રીએ મળી મંત્રીમંડળની રચના અંગે અંતિમ ચર્ચાઓ કરી હતી. આ બેઠક બાદ મંત્રીમંડળમાં સ્થાન મેળવનાર નેતાઓનું નક્કી કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી અને રાજ્યપાલ વચ્ચે સવારે થશે મુલાકાત

October 17, 2025 06:37

સવારે 9:00 વાગ્યે મુખ્યમંત્રી રાજ્યપાલ સાથે મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી જૂના મંત્રીમંડળના રાજીનામા રાજ્યપાલને સોંપશે અને નવા મંત્રીઓના નામોની માહિતી પણ આપી શકે છે.

16 ઓક્ટોબરે જૂના મંત્રીઓએ આપ્યું રાજીનામું

October 17, 2025 06:37

મહત્વપૂર્ણ છે કે, 16 ઓક્ટોબરના રોજ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના તમામ 16 મંત્રીઓએ રાજીનામું આપ્યું હતું. સંભવના અનુસાર, જૂના મંત્રીઓમાંથી 4થી 5ને ફરી સ્થાન મળવાની શક્યતા છે. કેટલાકને નવા ખાતા મળવાની તો કેટલીકના હોદ્દા વધારવાની પણ શક્યતા છે.

મહાત્મા મંદિર ખાતે કડક પોલીસ બંદોબસ્ત

October 17, 2025 06:37

શપથવિધિના પ્રવાહને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા માટે પણ કડક બંદોબસ્ત ગોઠવાયો છે. મહાત્મા મંદિર ખાતે 2 ડીવાયએસપી, 20 પોલીસ ઇન્સ્પેક્ટર, 30 પીએસઆઈ અને આશરે 450 પોલીસ જવાનો તૈનાત રહેશે.

મંચથી લઈ જનતાની બેઠકો સુધી સુવ્યવસ્થિત આયોજન

October 17, 2025 06:37

શપથવિધિ માટે વિશાળ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો છે જ્યાં નવા મંત્રીઓ શપથ લેશે. સાથે જ સમારોહમાં ઉપસ્થિત મહેમાનો અને અન્ય મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓ માટે બેસવાની વ્યવસ્થા પણ કડક આયોજન હેઠળ રાખવામાં આવી છે.

ગાંધીનગરમાં આજે સવારે 11:30 વાગ્યે નવા મંત્રીમંડળનો શપથવિધિ સમારંભ

October 17, 2025 06:37

Gujarat New Cabinet Swearing Ceremony : રાજ્યની રાજકીય ગતિવિધિઓના દ્રષ્ટિકોણે આજે એક મહત્વપૂર્ણ દિવસ છે. ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે આજે સવારે 11:30 વાગ્યે નવા મંત્રીમંડળનો શપથવિધિ સમારંભ યોજાનાર છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવનિયુક્ત મંત્રીઓને શપથ લેવડાવશે. આ સમારોહને લઈને મહાત્મા મંદિર ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

લાઇવ ટીવી

logo લાઇવ ટીવી
વધુ જુઓ log

સૌથી વધુ વંચાયેલું

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ