બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / rrc railway recruitment 2022 apply from tomorrow for 3612 posts of apprentice at rrc wr

રોજગારી / કરો હવે કેસરિયા ! 10- 12 પાસ યુવાનો માટે નોકરીની તક, આ સરકારી સંસ્થાએ બહાર પાડી મોટી ભરતી, જાણો વિગતો

Hiralal

Last Updated: 03:22 PM, 28 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં હવે નોકરી અને રોજગારીનો સાનુકૂળ માહોલ થતો જાય છે દરરોજ કોઈને કોઈ સરકારી કે પ્રાઈવેટ એજન્સી કે સંસ્થા યુવાનો માટે ભરતીની જાહેરાત કરતા હોય છે.

  • દેશમાં નોકરી માટે સાનુકૂળ માહોલ
  • ઈન્ડીયન રેલેવેએ બહાર પાડી 3612જગ્યાઓની ભરતી
  • 10 અને 12 પાસ યુવાનો કરી શકે અરજી
  • મળશે સારો પગાર અને બીજા ભથ્થાંઓ

રેલવે રિક્રૂટમેન્ટ સેલ (આરઆરસી) એ પશ્ચિમ રેલવેના વિવિધ વિભાગોમાં એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ પદો માટે અરજી પ્રક્રિયા આજથી એટલે કે 28 મે 2022થી શરૂ થશે. ઉમેદવારો 27 જૂન, 2022 સુધી rrc-wr.com સત્તાવાર વેબસાઇટ દ્વારા આ પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે.આ ભરતી પ્રક્રિયા દ્વારા એપ્રેન્ટિસની કુલ 3612 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. ઉમેદવારો નિર્ધારિત છેલ્લી તારીખ સુધી અરજી કરી શકે છે.

ખાલી જગ્યાઓની સંખ્યા 
ફિટરની 941 જગ્યાઓ, વેલ્ડરની 378 જગ્યાઓ, કાર્પેન્ટરની 221 જગ્યાઓ, પેઇન્ટરની 213 જગ્યાઓ, ડીઝલ મિકેનિકની 209 જગ્યાઓ, મિકેનિક મોટર વ્હીકલની 15 જગ્યાઓ, ઇલેક્ટ્રિશિયનની 639 જગ્યાઓ, ઇલેક્ટ્રોનિક મિકેનિકની 112 પોસ્ટ, વાયરમેનની 14 પોસ્ટ, રેફ્રિજરેટર (એસી – મિકેનિક)ની 147 જગ્યાઓ, પાઇપ ફિટરની 186 જગ્યાઓ, પ્લમ્બરની 126, ડ્રાફ્ટસમેન (સિવિલ)ની 88 પોસ્ટ, ડાઇસની 252 પોસ્ટ, સ્ટેનોગ્રાફરની 8 પોસ્ટ, મશીનિસ્ટની 26 અને ટર્નરની 37 પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત
આ પોસ્ટ્સ માટે અરજી કરનાર ઉમેદવાર કોઈપણ માન્ય બોર્ડમાંથી 10 મા અથવા 12 માં પાસ હોવા આવશ્યક છે. તેમજ અરજદાર પાસે સંબંધિત ટ્રેડમાં આઇ.ટી.આઇ.ની ડિગ્રી હોવી જોઇએ.

વયમર્યાદા
આ વિવિધ પદો માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 15 વર્ષથી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ. સાથે જ મહત્તમ વયમર્યાદામાં ઓબીસી વર્ગના ઉમેદવારોને 3 વર્ષ અને એસસી અને એસટી વર્ગના ઉમેદવારોને 5 વર્ષની છૂટ આપવામાં આવી છે.

 પસંદગી પ્રક્રિયા
ટ્રેડ એપ્રેન્ટિસની જગ્યાઓ પર અરજદારની પસંદગી મેરિટ દ્વારા કરવામાં આવશે. શૈક્ષણિક લાયકાતના આધારે મેરિટ તૈયાર કરવામાં આવશે.

અરજી શરૂ થવાની તારીખ - 28 મે 2022, અરજીની છેલ્લી તારીખ 27 જૂન 2022
28 મે 2022થી આ જગ્યાઓ માટેની અરજીઓ શરુ થઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ  27 જૂન 2022 છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ