ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / હજુ તો 5 મહિના પહેલા જ CMએ ઉદ્ઘાટન કરેલું, ત્યાં તો અમદાવાદના પાલડી અંડરબ્રિજમાં સળિયા દેખાવા લાગ્યા
Last Updated: 11:41 AM, 23 August 2024
ADVERTISEMENT
અમદાવાદ શહેરનો દિન પ્રતિદિન વિકાસ થઈ રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા ટ્રાફિકની સ્થિતિને નિવારવાર માટે અન્ડર પાસનું નિર્માણ કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરનાં પાલડી ચાર રસ્તાથી લો-ગાર્ડન તરફ જતા પાલડી જલારામ અંડર પાસ તાજેતરમાં જ શરૂ કરવામાં આવ્યો હતો. જેથી પૂર્વ અને પશ્ચિમ તરફનાં લોકો સરળતાથી અવર જવર કરી શકે છે. તે માટે અંડરબ્રિજ બનાવવામાં આવેલ છે. ગુજરાત મેટ્રે રેલ કોર્પોરેશન, AMC અને રેલવે વિભાગ દ્વારા સંયુક્ત રીતે રૂ. 82 કરોડનાં ખર્ચે અંડરબ્રિજ બનાવવામાં આવ્યો હતો. પરંતું અંડરબ્રિજમાં ક્યાંકને ક્યાંક ભ્રષ્ટ્રાચાર થયો હોય તેવું સ્પષ્ટ જણાય છે.
ADVERTISEMENT

વાહન ચાલકોને ભારે હાલાકી
ADVERTISEMENT
મુખ્યમંત્રીએ પાંચ મહિલા પહેલા ઉદ્ધાટન કરેલ 82 કરોડનાં ખર્ચે બનેલ અંડરબ્રિજમાં સળિયા દેખાવા લાગતા કોન્ટ્રાક્ટરની કામગીરી સામે અનેક પ્રશ્નનો ઉભા થવા પામ્યા છે. ત્યારે રોજનાં એક લાખથી વધુ વાહન ચાલકોને અંડરપાસનો ઉપયોગ કરે છે. આરસીસી રોડ ધોવાઈ ગયો છે. જેનાં કારણે વાહન ચાલકોને ઘણી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અંડરપાસને બન્યાને થોડો સમય વીત્યો હોવા છતાં મેટલ તેમજ સળિયા બહાર સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. અંડરબ્રિજમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટ્રાચાર થયો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

ADVERTISEMENT
તંત્ર એટલું ધ્યાન આપે કે કોઈને નુકશાન ન થાય તેમજ જાનહાનિ ન થાયઃ રાહદારી
ADVERTISEMENT
આ બાબતે રાહદારીએ જણાવ્યું હતું કે, જ્યારથી બ્રિજનું ઓપનીંગ થયું છે. ત્યારથી અવર જવર કરૂ છું. પણ તંત્રને મારી એટલી વિનંતી છે કે અહીયા ઘણા લોકો સ્લીપ ખાઈ જાય છે. અકસ્માત થાય છે અને બેફામ જે સ્લોપ બનાવ્યો છે. એ થોડો કંટ્રોલમાં કરે અને તેમજ પાણી પણ ભરાઈ જાય છે. તેમજ ચોમાસાનાં સમયમાં હાલ ખાડા પણ પડી ગયા છે. મારી તંત્રને વિનંતી છે કે એટલું ધ્યાન આપો કે કોઈને નુકશાન ન થાય તેમજ જાનહાનિ ન થાય.
સંકળાયેલા મુદ્દાઓ