ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ખેડૂતોને લઇ કૃષિમંત્રી કરશે મોટું એલાન, પાક નુકસાની સંદર્ભે કરશે આટલા કરોડનું પેકેજ કરશે જાહેર
Last Updated: 03:07 PM, 23 August 2024
ADVERTISEMENT
રાજ્યનાં ખેડૂતો માટે કૃષિ મંત્રી આજે વિધાનસભા ગૃહમાં મહત્વની જાહેરાત કરવાનાં છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે પાક નુકશાની સંદર્ભે પેકેજની જાહેરાત કરશે. તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં જીલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે 350 કરોડનાં પેકેજની જાહેરાત કરશે. વિધાનસભાનાં નિયમ 44 અંતર્ગત ગૃહમાં આજે રાઘવજી પટેલ પેકેજની જાહેરાત કરશે.
ADVERTISEMENT

ધારાસભ્યનાં પ્રશ્નનાં જવાબમાં કૃષિ મંત્રીએ શું કહ્યું
ADVERTISEMENT
આ બાબતે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રનાં પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢના 16 તાલુકામાં અને ખાસ કરીને ઘેડ વિસ્તારમાં અતિ ભારે વરસાદ થવાથી ખેડૂતોને પાક નુકશાન સામે રાજ્ય સરકાર દ્વારા SDRF નાં ધોરણો મુજબ ખેડૂતોને સહાય અંગે પ્રશ્ન કર્યો હતો.
વિધાનસભામાં આજે તાકીદની જાહેર અગત્યની બાબત હેઠળ પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જુનાગઢ જિલ્લાના ૧૬ તાલુકામાં અને તેમાંય ખાસ કરીને ઘેડ વિસ્તારમાં અતિ ભારે વરસાદ થવાથી ખેડૂનોના પાકને થયેલ નુકશાન સામે રાજ્ય સરકાર એસ.ડી.આર.એફ. ના ધોરણો મુજબ ખેડૂતોને સહાય કરવા માંગે છે કે કેમે તે અંગે… pic.twitter.com/HP9RR6RL6R
— Arjun Modhwadia (@arjunmodhwadia) August 21, 2024
ADVERTISEMENT
વધુ વાંચોઃ આજે વિધાનસભાના ચોમાસું સત્રનો અંતિમ દિવસ, ડ્રગ્સ સહિતના મુદ્દાઓ પર કરાશે ચર્ચા
ADVERTISEMENT
સર્વેની કામગીરી પૂર્ણતાને આરેઃ કૃષિ મંત્રી
જે બાબતે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં વરસાદથી ભારે નુકશાન થયું હતું. જ્યાં તાત્કાલિક સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે. તેમજ સર્વેની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થવાની તૈયારી છે. સર્વે બાદ જે ખેડૂતને 33 ટકાથી વધારે નુકશાન થયું હશે તે તમામ ખેડૂતોને SDRF ના ધારા-ધોરણ મુજબ રૂા. 8500 ની સહાય બે હેક્ટરની મર્યાદામાં ચૂકવવામાં આવશે. તેમજ જણાવ્યું હતું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ