બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / Robin uthappa announces retirement from all forms of indian cricket

Cricket News / T20 વર્લ્ડકપમાં પ્રથમ જીતના હીરો ઉથપ્પાએ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, પોતે કરી જાહેરાત

Hiren

Last Updated: 08:10 PM, 14 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T20 વર્લ્ડ કપમાં ભારતની પહેલી જીતના મુખ્ય હીરો રૉબિન ઉથપ્પાએ ભારતીય ક્રિકેટના તમામ ફૉર્મેટમાંથી સંન્યાસ લીધો છે.

  • ધોનીને પાકિસ્તાન પર પહેલી જીત અપાવનારા ખેલાડી ઉથપ્પાએ છોડી ક્રિકેટ
  • રૉબિન ઉથપ્પાએ ભારતીય ક્રિકેટના તમામ ફૉર્મેટમાંથી સંન્યાસ લીધો
  • તમામ વસ્તુનો અંત હોય છે: તમામ વસ્તુનો અંત હોય છે

T20 વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમના એલાન બાદથી જ કેટલાક ખેલાડીઓને પસંદગીને લઇને ચર્ચા થઇ રહી છે. આ ચર્ચાઓ વચ્ચે ભારતે પહેલી વખત ટી20 વર્લ્ડ કપ જીતવામાં મહત્વની ભૂમિકા નિભાવનારા પૂર્વ દિગ્ગજ બેટ્સમેન રૉબિન ઉથપ્પાએ સંન્યાસનું એલાન કરી દીધું છે. ઉથપ્પાએ બુધવારે 14 સપ્ટેમ્બરે એક નિવેદન જાહેર કરીને ભારતીય ક્રિકેટના તમામ ફૉર્મેટમાંથી સંન્યાસ લઇ લીધો છે.

ઉથપ્પાએ ટ્વિટર પર પોતાના સંન્યાસનું એલાન કર્યું અને લખ્યું કે, પોતાના દેશ અને પોતાના રાજ્ય કર્ણાટકનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે સૌધી વધુ સન્માનની વાત રહી. જોકે, તમામ વસ્તુનો અંત હોય છે અને દિલમાં ખુબ આભારની સાથે મેં ભારતીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે.

ઉથપ્પાએ 2006માં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ઇન્દોરમાં વનડે સીરીઝ દ્વારા પોતાનો ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યો હતો. ઓપનિંગમાં ઉતરેલા ઉથપ્પાએ જોરદાર બેટિંગ કરી અને 96 બોલમાં 86 રન બનાવીને આઉટ થઇ ગયા હતા. તે સમયે ODIમાં ભારત તરફથી ડેબ્યૂ મેચમાં આ સૌથી મોટી ઇનિંગનો રેકૉર્ડ હતો. ઉથપ્પાની આ ઇનિંગની મદદથી ભારતે તે મેચમાં ઇંગ્લેન્ડને 7 વિકેટથી હરાવ્યું હતું.

જોકે, ઉથપ્પાના કરિયરની સૌથી મોટી ક્ષણ 2007ની ટી20 વર્લ્ડ કપ હતી. આ પહેલા વર્લ્ડકપમાં પાકિસ્તાન વિરૂદ્ધ ગ્રુપ સ્ટેજના મુકાબલામાંઉ થપ્પાએ ટીમ ઇન્ડિયાની ખુબ જ ખરાબ શરૂઆત બાદ એક દમદાર ઇનિંગ રમતા 39 બોલમાં 50 રન બનાવ્યા હતા. આ નિર્ણય પર ભારતે 141 રન બનાવ્યા હતા. આ મેચ ટાઇ થઇ હતી, જ્યારબાદ ટ્રાઈ-બ્રેકરના રૂપમાં બૉલ આઉટથી નિર્ણય થયો હતો.

2004ની અંડર-19 વર્લ્ડ કપમાં શિખર ધવન સાથે સફળ ઓપનિંગ જોડી બનાવીને ચર્ચામાં આવેલા વિકેટકીપર બેટ્સમેન ઉથપ્પા પોતાની આક્રામક બેટિંગના કારણે ઓળખાયા હતા. તેમણે જ ટીમ ઇન્ડિયામાં જગ્યા પણ બનાવી હતી. ઉથપ્પાએ ભારત માટે 46 વનડે મેચોમાં 934 રન બનાવ્યા, જ્યારે 13 ટી20 મેચોમાં 249 રન બનાવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ