બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / Tech & Auto / Technology / ટેક અને ઓટો / iPhoneમાં મર્સિનરી સ્પાઈવેરનો ખતરો, યુઝર્સ માટે રેડ એલર્ટ! એપલે 98 દેશોમાં લોકોને ચેતવ્યા
Last Updated: 05:12 PM, 11 July 2024
તમે આઇફોનનો ઉપયોગ કરી રહ્યાં છો તો સાવચેત રહો. સૌથી સલામત માનવામાં આવતા આઇફોન પર હાલમાં મોટો ખતરો મંડરાઇ રહ્યો છે. કંપનીએ તેના ગ્રાહકોને તેનાથી સુરક્ષિત રહેવાને ચેતવણી આપી છે.તમે Apple આઇફોનનો ઉપયોગ કરી રહ્યાં છો તો સાવચેત રહો. સૌથી સુરક્ષિત આઇફોન પર હાલમાં ખતરો મંડરાઇ રહ્યો છે. ખુદ કંપનીએ તેના ગ્રાહકોને તેનાથી સુરક્ષિત રહેવા ચેતવણી આપી સાવચેત કર્યા છે. એક અહેવાલ મુજબ, Apple ઘણા દેશોના વપરાશકર્તાઓને ચેતવણી જારી કરી છે કે મર્સિનરી સ્પાઇવેયર અટેકનો શિકાર બનાવી શકે છે. જે હેકર્સ દ્વારા ઉપકરણ પર વપરાશકર્તાના તમામ ડેટા અને પ્રવૃત્તિને હેક કરી શકે છે.
ADVERTISEMENT
તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ વર્ષે કંપની દ્વારા રજૂ કરવામાં આવેલી આ બીજી ચેતવણી છે. આ વખતે 98 દેશોના આઇફોન માલિકોને ચેતવણી મોકલવામાં આવી છે. ગત વખતે કંપનીએ 92 દેશોના વપરાશકર્તાઓને ચેતવણી મોકલી હતી. મોકલેલા ચેતવણી સંદેશમાં Apple વપરાશકર્તાઓને તેમના ઉપકરણ માટે સલામત રહેવા માટે વધારાના પગલાં લેવા કહ્યું છે.

ADVERTISEMENT
98 દેશોના Apple વપરાશકર્તાઓ જોખમમાં
Apple દ્વારા જારી કરાયેલ સૂચનામાં 98 દેશોના વપરાશકર્તાઓને ચેતવણી આપવામાં આવી છે કે તેમને સ્પાયવેર એટેકમાં નિશાન બનાવી શકાય છે. આ મહિનાની શરૂઆતમાં અપડેટ કરેલી કંપનીના સપોર્ટ ડોક્યુમેન્ટ અનુસાર આઇફોન ઉત્પાદક 2021 થી 150 થી વધુ દેશોમાં સંભવિત મર્સેનરી સ્પાઇવેર એટેક વિશે વપરાશકર્તાઓને એલર્ટ કર્યા છે.
ADVERTISEMENT
Apple તેના ઇમેઇલમાં આ કહ્યું
કંપનીના ઇમેઇલમાં કહ્યુ છે કે, "Appleને જાણવા મળ્યુ કે તમે મર્સિનરી સ્પાઇવેર એટેકના શિકાર બની શકો છો.જે તમારા Apple આઈડી -XXX સાથે જોડાયેલા આઇફોનને હેક કરવાનો પ્રયાસ કરી રહ્યો છે." એપ્રિલમાં વપરાશકર્તાઓને આવી રીતે મેસેજ કરાયો હતો. જો કે Apple આ હુમલા માટે કોઈ હેકરને જવાબદાર ઠેરવ્યો નથી. અને એવા વિસ્તારોની સૂચિ બતાવી નથી જ્યાં ભયની સૂચનાઓ જારી કરવામાં આવી હતી.
ADVERTISEMENT

કેવી રીતે મર્સિનરી સ્પાઇવેર કરે છે કામ
ADVERTISEMENT
પેગાસસની જેમ મર્સિનરી સ્પાઇવેયર પણ એક ખાસ પ્રકારનો જાસૂસ software છે, જે ચોક્કસ વપરાશકર્તાને લક્ષ્યાંક બનાવે છે અને તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે. આ સ્પાયવેરનું લક્ષ્ય કેટલાક વિશેષ લોકો અને તેમના ઉપકરણો છે. તેથી આવા હુમલાઓ શોધવાનું શક્ય નથી. Appleએ કહ્યું કે આવા હુમલાઓ સામાન્ય સાયબર એટેક કરતા વધુ જોખમી છે. તેથી તેને ગંભીરતાથી લો.
વધું વાંચોઃ પોર્નનું ફળ ! 9મા 3 છોકરાઓને હવસ ઉપડતાં કર્યો અતિ ખૌફનાક કાંડ, કાળજું કંપી જશે
ADVERTISEMENT
આઇફોન વપરાશકર્તાઓ સલામત રહેવા માટે તેમના ઉપકરણને પાસકોડથી સુરક્ષિત કરી શકે છે. તમે તમારા પાસકોડને કેટલાક સમય અંતરાલમાં બદલી શકો છો. તમે Apple આઈડી માટે બે-પરિબળ પ્રમાણીકરણ સેટ કરી શકો છો. આ સિવાય હંમેશાં એપ સ્ટોરમાંથી એપ્લિકેશનો ડાઉનલોડ કરો.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.