બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:04 PM, 11 July 2024
મોબાઈલના જમાનામાં સગીરોને પોર્નથી બચાવાની તાતી જરુર છે. પોર્ન જોઈને તેમને પણ તેવી ઈચ્છા થતી હોય છે પરિણામે ભયાનક ગુનાખોરી સામે આવી હતી. આંધ્રપ્રદેશના નંદ્યાલના એક ગામમાં 9માં ધોરણમાં ભણતા 3 છોકરાઓએ પોતાની સ્કૂલમાં ભણતી ત્રીજા ધોરણની છોકરીનો ગેંગરેપ કરીને તેની હત્યા કરી નાખી હતી. કહેવાઈ રહ્યું છે છોકરાઓ પોર્ન જોતાં હતા અને તેમાંથી આવું શીખ્યાં હતા.
ADVERTISEMENT
પીડિતાને આવી રીતે લલચાવી
આરોપી છોકરાઓએ પોલીસને કહ્યું કે તેઓએ બાળકીને તેમની સાથે રમવાની લાલચ આપીને દૂરના સ્થળે લઈ ગયાં હતા અને મોં કપડાથી બાંધી દીધું હતું અને વારાફરતી રેપ કર્યો હતો બાદમાં ગુનો જાહેર થઈ જવાની બીક લાગતાં સગીરાએ તેની હત્યા કરીને લાશ કેનાલમાં ફેંકી દીધી હતી.
ADVERTISEMENT
કેનાલમાં ફેંકાયેલી લાશ નથી મળી
સગીરોએ પીડિતાની લાશ કેનાલમાં ફેંકી હતી. કેનાલમાં પાણીના તળ ઉંડા હોવાથી પોલીસ હજુ સુધી પીડિતાનો મૃતદેહ કબજે કરી શકી નથી, અને ચોમાસાના વરસાદને કારણે તે દૂર દૂર સુધી વહી ગઈ હોવાની આશંકા છે. મૃતદેહને બહાર કાઢવા માટે સર્ચ ઓપરેશનમાં પ્રયાસો ચાલુ છે.
ADVERTISEMENT
વધુ વાંચો : 3જા ધોરણમાં ભણતી બાળકી પર ગેંગરેપ, મર્ડર કરીને લાશ કેનાલમાં ફેંકી, 3 હેવાનોના નામ જાહેર
આરોપીઓ કેવી રીતે પકડાયાં
ADVERTISEMENT
પ્રાથમિક પૂછપરછ બાદ પોલીસે આરોપી છોકરાઓને કસ્ટડીમાં લીધા હતા. પૂછપરછ દરમિયાન, આરોપીઓએ જઘન્ય ગુનાની કબૂલાત કરી હતી અને પોલીસને વિગતવાર જણાવ્યું હતું કે કેવી રીતે તેઓએ 8 વર્ષની બાળકીની હત્યા કરી અને ગુનાને છુપાવવા માટે તેણીની લાશને કેનાલમાં ફેંકી દીધી. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ બાદ બુધવારે આ ઘટનાનો પર્દાફાશ થયો હતો. પીડિતા રવિવારે તેના મિત્રો સાથે ઓલ્ડ મુચુમુરી સ્થિત ઘરેથી સ્થાનિક પાર્કમાં રમવા ગઈ હતી.સાંજે તે ઘરે પરત ન આવતાં તેના ચિંતિત માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. કેસ નોંધ્યા બાદ પોલીસે તાત્કાલિક બાળકીની શોધખોળ શરૂ કરી હતી. તેઓએ અનેક સ્થળોએ દરોડા પાડ્યા અને શોધ મિશનમાં મદદ કરવા માટે ડોગ સ્ક્વોડનો ઉપયોગ કર્યો. કૂતરાઓએ તેમને માત્ર ગુનાના સ્થળે જ ન દોર્યા પરંતુ આરોપીઓના ઘરો પર પણ રોકાયા, સંભવિત શંકાસ્પદોને ઓળખવામાં મદદ કરી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Lucknow Coaching Centre Fire / 2016માં મળી હતી ડિમોલિશનની નોટિસ, 2 મહિનામાં જ આદેશ કર્યો રદ, તંત્ર પણ જવાબદાર
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.