બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 3જા ધોરણમાં ભણતી બાળકી પર ગેંગરેપ, મર્ડર કરીને લાશ કેનાલમાં ફેંકી, 3 હેવાનોના નામ જાહેર

ક્રાઈમ / 3જા ધોરણમાં ભણતી બાળકી પર ગેંગરેપ, મર્ડર કરીને લાશ કેનાલમાં ફેંકી, 3 હેવાનોના નામ જાહેર

Last Updated: 02:47 PM, 11 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

3જા ધોરણમાં ભણતી બાળકી પર ગેંગરેપ અને મર્ડરનો બનાવ બન્યો છે.

આંધ્રપ્રદેશમાં ત્રીજા ધોરણમાં ભણતી બાળકીના રેપ અને મર્ડરની ઘાતક ઘટના બની છે. રેપ અને મર્ડરના આરોપીઓ સગીર છે અને તેની જ સ્કૂલમાં ભણે છે. એક ભયાનક ઘટનામાં, આંધ્રપ્રદેશના નંદ્યાલ જિલ્લાના પગીદ્યાલા મંડલના મુચુમરી ગામમાં રવિવારે ત્રીજા ધોરણમાં ભણતી 8 વર્ષની બાળકી પર તેની સ્કૂલમાં ભણતાં 14 વર્ષના ત્રણ છોકરાએ રેપ કરીને હત્યા કરી નાખી હતી તથા લાશ કેનાલમાં ફેંકી હતી.

સ્નીફર ડોગે શોધ્યું આરોપીઓનું ઘર

પોલીસ દ્વારા આરોપીની ધરપકડ બાદ બુધવારે આ ઘટનાનો પર્દાફાશ થયો હતો. પીડિતા રવિવારે તેના મિત્રો સાથે ઓલ્ડ મુચુમુરી સ્થિત ઘરેથી સ્થાનિક પાર્કમાં રમવા ગઈ હતી. સાંજે તે ઘરે પરત ન આવતાં તેના ચિંતિત માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. કેસ નોંધ્યા બાદ પોલીસે તાત્કાલિક બાળકીની શોધખોળ શરૂ કરી હતી. તેઓએ અનેક સ્થળોએ દરોડા પાડ્યા અને શોધ મિશનમાં મદદ કરવા માટે ડોગ સ્ક્વોડનો ઉપયોગ કર્યો. કૂતરાઓએ તેમને માત્ર ગુનાના સ્થળે જ ન દોર્યા પરંતુ આરોપીઓના ઘરો પર પણ રોકાયા, સંભવિત શંકાસ્પદોને ઓળખવામાં મદદ કરી.

પૂછપરછમાં સગીરોએ કબૂલ્યો ગુનો

પ્રાથમિક પૂછપરછ બાદ પોલીસે આરોપી છોકરાઓને કસ્ટડીમાં લીધા હતા. પૂછપરછ દરમિયાન, આરોપીઓએ જઘન્ય ગુનાની કબૂલાત કરી હતી અને પોલીસને વિગતવાર જણાવ્યું હતું કે કેવી રીતે તેઓએ 8 વર્ષની બાળકીની હત્યા કરી અને ગુનાને છુપાવવા માટે તેણીની લાશને કેનાલમાં ફેંકી દીધી.

કેવી રીતે કર્યો રેપ અને મર્ડર

આરોપી છોકરાઓએ પોલીસને કહ્યું કે તેઓએ બાળકીને તેમની સાથે રમવાની લાલચ આપીને દૂરના સ્થળે લઈ ગયાં હતા અને મોં કપડાથી બાંધી દીધું હતું અને વારાફરતી રેપ કર્યો હતો બાદમાં ગુનો જાહેર થઈ જવાની બીક લાગતાં સગીરાએ તેની હત્યા કરીને લાશ કેનાલમાં ફેંકી દીધી હતી.

વધુ વાંચો : 'આટલું આટલું કરી નાખજો', નખરાળી લેડી IAS પૂજાની WhatsApp ચેટ સામે આવી

કેનાલમાં ફેંકાયેલી લાશ ન મળી

કેનાલમાં પાણીના તળ ઉંડા હોવાથી પોલીસ હજુ સુધી પીડિતાનો મૃતદેહ કબજે કરી શકી નથી, અને ચોમાસાના વરસાદને કારણે તે દૂર દૂર સુધી વહી ગઈ હોવાની આશંકા છે. મૃતદેહને બહાર કાઢવા માટે સર્ચ ઓપરેશનમાં પ્રયાસો ચાલુ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Andhra minor girl rape Nandyala girl rape murder
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ