બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ડિસેમ્બરમાં ઓછી ઠંડીથી વાયરલ ઈન્ફેક્શન સહિતની બીમારીનું જોખમ, બચવા આટલું કરો
Last Updated: 05:31 PM, 7 December 2024
ADVERTISEMENT
ભારતમાં મોટાભાગે ડિસેમ્બર મહિનામાં કડાકાની ઠંડી પડતી હોય છે. પરંતુ આ વર્ષે હજુ પણ તાપમાન ગરમ જોવા મળી રહ્યું છે. જેથી ઘરો અને ઓફિસમાં AC અને પંખા ઓન કરવાની જરૂર પડી રહી છે. આવી ઋતુમાં સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવી જરૂરી હોય છે. નહીં તો બાળકો અને વૃદ્ધિને સમસ્યાઓ થઈ શકે છે. જેથી અહીંયા આપણે જાણીશું કે, આ ઋતુમાં તાપમાન વધુ હોય તો સ્વાસ્થ્ય પર શું અસર થાય છે.
ADVERTISEMENT
એક્સપર્ટ અનુસાર ડિસેમ્બરમાં ગરમ તાપમાનના કારણે હેલ્થની પ્રોબ્લેમ થઈ શકે છે. ગરમી અને ફ્લૂઈડ લોસના કારણે હીટથી જોડાયેલ બીમારી થઈ શકે છે. આવા લાંબા સમય સુધીના ગરમ તાપમાનમાં મચ્છરો ઉત્પન્ન થઈ છે, જેના કારણે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોનું જોખમ રહે છે.
ADVERTISEMENT
વાયુ પ્રદૂષણ અને ક્લાઈમેટ ચેન્જને લીધે ડિસેમ્બરમાં ઠંડી ઓછી અને ગરમી વધુ લાગી રહી છે. આવુ હવામાન નાક અને ગળાની એલર્જીમાં વધારો કરી શકે છે. જેના લીધે આંખમાં બળતરા અને શ્વાસ સંબંધી રોગો થઈ શકે છે. બ્રોંકિયલ અસ્થમા, COPD અને ફેફસાને લગતા રોગો પણ વધી શકે છે.

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.