ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / હવે રિક્ષામાં બેસવું મોંઘુ પડશે! કરાયો ભાડામાં વધારો, પરંતુ સરકારની મંજૂરી વિના

મોંઘવારી / હવે રિક્ષામાં બેસવું મોંઘુ પડશે! કરાયો ભાડામાં વધારો, પરંતુ સરકારની મંજૂરી વિના

Published By: Vishal Khamar

Last Updated: 06:12 PM, 29 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ઓટો રીક્ષા યુનિયનો દ્વારા સરકારની મંજૂરી વિના ભાડામાં વધારો કરી નાંખ્યો છે. ઓટોનું મીટર ડાઉન થતા જ હવે ખિસ્સુ ખાલી થશે.

ADVERTISEMENT

અમદાવાદ શહેરમાં હવે ઓટો રિક્ષામાં મુસાફરી કરવી સામાન્ય નાગરિક માટે વધુ મોંઘી બનવાની શક્યતા છે. શહેરની વિવિધ રિક્ષા યુનિયનોએ સરકારની સત્તાવાર મંજૂરી વિના જ ભાડામાં એકતરફી વધારો જાહેર કરી દીધો છે. આ નિર્ણય બાદ મુસાફરોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

સરકારની મંજૂરી વિના વધારી નાખ્યા ભાવ

નવી જાહેર કરાયેલ દર મુજબ ઓટો રિક્ષાનું મિનિમમ ભાડું 20 રૂપિયાથી વધારીને સીધું 30 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. ઉપરાંત પ્રતિ કિલોમીટર ભાડું પણ 15 રૂપિયાથી વધારીને 20 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. રિક્ષા યુનિયનોનો દાવો છે કે વધતા ઇંધણના ભાવ, વાહન મેન્ટેનન્સ અને અન્ય ખર્ચને કારણે આ નિર્ણય લેવો પડ્યો છે.

રિક્ષા યુનિયનોની મનમાનીથી મુસાફરો હેરાન

યુનિયનના આગેવાનોનું કહેવું છે કે તેઓએ અગાઉ અનેક વખત સરકાર સમક્ષ ભાડા વધારાની માંગણી કરી હતી, પરંતુ રજૂઆતો છતાં કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નહોતો. જેના કારણે રિક્ષા ચાલકોના હિતમાં પોતે જ નવા ભાડા અમલમાં મુકવાનો નિર્ણય લેવાયો છે.

સરકારે સમય માગ્યો,રિક્ષા યુનિયનોની ઉતાવળ

બીજી તરફ મુસાફરો આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. મુસાફરોનું કહેવું છે કે સરકારની મંજૂરી વિના કરવામાં આવેલો ભાડા વધારો ગેરકાયદેસર છે અને સામાન્ય જનતાની મુશ્કેલીઓ વધારનાર છે. રોજિંદી મુસાફરી કરતા વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને વડીલો પર આ વધારાનો સીધો આર્થિક બોજ પડશે.

આ પણ વાંચોઃ કરોડોના કૌભાંડમાં મોટી કાર્યવાહી, ઉત્પલ પટેલની પત્ની ભૂમિ પટેલ અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાઈ

શહેરમાં વધેલા ભાડાને લઈને ચર્ચાઓ તેજ

હાલ આ મુદ્દે સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ શહેરમાં વધેલા ભાડાને લઈને ચર્ચાઓ તેજ બની છે. હવે સરકાર આ મામલે શું કાર્યવાહી કરે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad rickshaw union Ahmedabad news

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ