ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કરોડોના કૌભાંડમાં મોટી કાર્યવાહી, ઉત્પલ પટેલની પત્ની ભૂમિ પટેલ અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાઈ

કાર્યવાહી / કરોડોના કૌભાંડમાં મોટી કાર્યવાહી, ઉત્પલ પટેલની પત્ની ભૂમિ પટેલ અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાઈ

Published By: Vishal Khamar

Last Updated: 05:48 PM, 29 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગિફ્ટસીટીની શૂટસ્પેસ કંપનીના માલિક ઉત્પલ પટેલની પત્નીની પોલીસે અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે.

ADVERTISEMENT

ગિફ્ટસિટીની શૂટસ્પેસ કંપની સાથે જોડાયેલા કરોડો રૂપિયાના કૌભાંડ કેસમાં મોટો વળાંક આવ્યો છે. કંપનીના માલિક ઉત્પલ પટેલની પત્ની ભૂમિ પટેલની અમદાવાદ એરપોર્ટ પરથી પોલીસે ધરપકડ કરી છે. વિદેશથી પરત ફરતી વખતે પોલીસે ભૂમિ પટેલને ઝડપી લેતા સમગ્ર કૌભાંડમાં નવા ખુલાસાઓ થવાની શક્યતા વધી ગઈ છે.

માહિતી મુજબ, ઉત્પલ પટેલ સામે અનેક રોકાણકારોને કરોડો રૂપિયાની છેતરપિંડી કરી ઠગાઈ આચરવાના ગંભીર આરોપો છે. શૂટસ્પેસ કંપનીના નામે ઊંચા નફાની લાલચ આપી રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા. બાદમાં રોકાણકારોને નફો કે મૂડી પરત ન મળતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

તપાસ એજન્સીઓ લાંબા સમયથી ઉત્પલ પટેલ અને તેના પરિવારજનોની ભૂમિકા અંગે તપાસ કરી રહી હતી. તે દરમિયાન ભૂમિ પટેલ વિદેશમાં હોવાનું સામે આવ્યું હતું. જોકે, આજે વિદેશથી અમદાવાદ પરત ફરતા જ એરપોર્ટ પર પોલીસે કાર્યવાહી કરી તેની અટકાયત બાદ સત્તાવાર ધરપકડ કરી હતી.

ભૂમિ પટેલની પૂછપરછ દરમ્યાન વધુ વિગત સામે આવશે

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભૂમિ પટેલની પૂછપરછ દરમિયાન કૌભાંડમાં વપરાયેલા નાણાં, શેલ કંપનીઓ તેમજ વિદેશી ટ્રાન્ઝેક્શન અંગે મહત્વપૂર્ણ માહિતી બહાર આવી શકે છે. તપાસ એજન્સીઓને આશંકા છે કે કૌભાંડના રૂપિયા વિદેશમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હોઈ શકે છે.

આ પણ વાંચોઃ ગરમીના કહેર વચ્ચે ડ્રાઇવિંગ ટેસ્ટના સમયમાં ફેરફાર, અમદાવાદીઓ નોંધી લે

આ સમગ્ર કેસમાં હજુ વધુ ધરપકડો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. રોકાણકારોમાં પણ હવે ન્યાયની આશા જાગી છે. ઉત્પલ પટેલના કરોડોના કૌભાંડ કેસમાં VTVNEWS પર EXCLUSIVE ખબર સામે આવ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Giftcity Utpal Patel Giftcity's Shoot Space Company

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ