ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગરમીના કહેર વચ્ચે ડ્રાઇવિંગ ટેસ્ટના સમયમાં ફેરફાર, અમદાવાદીઓ નોંધી લે
Last Updated: 02:45 PM, 29 May 2026
ADVERTISEMENT
રાજ્યમાં અત્યારે ઉનાળાની સિઝન ચરમસીમાએ છે અને અસહ્ય ગરમી પડી રહી છે. ત્યારે શહેરમાં બપોરના સમયે પડતા આકરા તડકાને ધ્યાનમાં રાખીને પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (આરટીઓ) દ્વારા અરજદારોના હિતમાં એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરટીઓ તંત્ર દ્વારા ડ્રાઇવિંગ લાઈસન્સ ટેસ્ટ (ટ્રેક ટેસ્ટ) માટેના ઓનલાઈન સ્લોટ્સના સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે, જેથી અરજદારોએ બપોરની કાળઝાળ ગરમીમાં હેરાન ન થવું પડે.
ADVERTISEMENT
ખાસ કરીને ટુ વ્હીલર ટેસ્ટ આપતા યુવકો અને વરિષ્ઠ નાગરિકોને બપોરની ગરમીમાં ભારે મુશ્કેલી પડતી હતી. છેલ્લા કેટલાક દિવસોમાં કેટલાક ઉમેદવારોને ચક્કર આવવાની અને ડિહાઇડ્રેશન જેવી ફરિયાદો પણ નોંધાઈ હતી. આરટીઓ તંત્ર દ્વારા અરજદારોને પાણીની બોટલ સાથે રાખવા, હળવા રંગનાં કપડાં પહેરવા, ટેસ્ટ પહેલા લાંબા સમય સુધી તડકામાં ન ઊભા રહેવા તથા સમય કરતાં ૧પ મિનિટ વહેલાં પહોંચવા સૂચના આપવામાં આવી છે.
અન્ય કામગીરી જૂના સમયે જ થશે
ADVERTISEMENT
આરટીઓ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ ફેરફાર માત્ર ડ્રાઈવિંગ લાઈસન્સ ટેસ્ટ આપવા આવતા અરજદારોને જ લાગુ પડશે. આ સિવાય આરટીઓમાં ચાલતી અન્ય કામગીરીઓ (જેમ કે વાહન રિજસ્ટ્રેશન, ટેક્સ ભરવો વગેરે) અગાઉના નિયત સમય મુજબ જ યથાવત્ ચાલુ રહેશે. તેથી તમામ વાહનચાલકો અને અરજદારોએ પોતાના સ્લોટ મુજબ જ કચેરી ખાતે ઉપસ્થિત રહેવું. આરટીઓ પરિસરમાં પાણી અને પ્રાથમિક સારવારની વ્યવસ્થા પણ વધારવામાં આવી છે. એક ઉમેદવારે જણાવ્યું હતું કે ૪૦ ડિગ્રીથી વધુ ગરમીમાં ટેસ્ટ આપવો ખરેખર મુશ્કેલ હતો. નવા સમયથી રાહત મળશે.
અગાઉનો નિયત સમય
ADVERTISEMENT
સવારે ૧૦.૩૦ થી ૧૧.૩૦
સવારે ૧૧.૩૦ થી ૧ર.૩૦
ADVERTISEMENT
બપોરે ૧ર.૩૦ થી ૦૧.૩૦
બપોરે ૦ર.૦૦ થી ૦૩.૦૦
ADVERTISEMENT
આ પણ વાંચોઃ મોલમાં યુવતી સાથે અફઝલે ખેલ્યો 'લવ જેહાદ'નો ખેલ, રજિસ્ટ્રેશન કરતા ભાંડો ફૂટ્યો
બદલાયેલો નવો સમય
ADVERTISEMENT
સવારે ૯.૩૦ થી ૧૦.૩૦
સવારે ૧૦.૩૦ થી ૧૧.૩૦
સવારે ૧૧.૩૦ થી ૧ર.૩૦
બપોરે ૧ર.૩૦ થી ૦૧.૩૦
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.