ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / નિવૃત્ત IAS પ્રદીપ શર્માને મોટો ફટકો, ED કોર્ટે દોષિત જાહેર કર્યા, હવે થશે સજાનું એલાન

ચુકાદો / નિવૃત્ત IAS પ્રદીપ શર્માને મોટો ફટકો, ED કોર્ટે દોષિત જાહેર કર્યા, હવે થશે સજાનું એલાન

Published By: Mit Soni

Last Updated: 04:01 PM, 6 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં વર્ષો જૂનો એક કેસનો આજે મોટો નિર્ણય આવ્યો. નિવૃત્ત IAS પ્રદીપ શર્માને લગતી EDની કાર્યવાહી હવે એક મહત્વના તબક્કે પહોંચી ગઈ છે. જિંદાલ કંપનીને ગેરકાયદે જમીન વેચાણમાં સહાય કરવાનો આરોપ હતો

ADVERTISEMENT

અમદાવાદમાં નિવૃત્ત IAS અધિકારી પ્રદીપ શર્માને લઈને ચાલી રહેલા વર્ષો જૂના કેસનો આજે ચુકાદો આવ્યો છે. ઉચ્ચ પદ પર રહેલા અધિકારી પ્રદીપ શર્મા પર જિંદાલ કંપનીને ગેરકાયદે જમીન વેચાણમાં સહાય કરવાનો આરોપ હતો. આ મામલાની ગંભીરતા અને તેમાં સંડોવાયેલા આર્થિક વ્યવહારોને ધ્યાનમાં રાખીને ED લાંબા સમયથી તપાસ ચલાવી રહી હતી. અંતે કોર્ટએ આ કેસમાં મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે.

ED કોર્ટએ પ્રદીપ શર્માને દોષિત જાહેર કર્યા છે. કોર્ટમાં વર્ષોથી ચાલતી સુનાવણીઓ, પુરાવા અને તપાસની વિગતો આધારે નિર્ણય આવ્યો છે કે જિંદાલ કંપનીને જમીન વેચાણ પ્રક્રિયામાં અનેક ગેરરીતિઓ કરવામાં આવી હતી અને એમાં શર્માની સીધી ભૂમિકા હતી. એવું માનવામાં આવે છે કે આ જમીન ટ્રાન્ઝેક્શન સરકારને નુકસાન પહોંચાડે તે રીતે કરવામાં આવ્યો હતો.

vtv app promotion

આ પુરા કેસ દરમિયાન ED એ દાવો કર્યો હતો કે જમીન વેચાણ પ્રક્રિયા જાણે-બૂઝે ગેરકાયદે રીતે દોરી શકાય તે રીતે શર્માએ પોતાના પદનો દુરુપયોગ કર્યો હતો. ED દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજો, બેન્કિંગ ટ્રેઇલ, અને જમીનની કિંમતોમાં થયેલા ગોટાળાને આધારે કોર્ટએ EDના દાવામાં મજબૂત આધાર માન્યો છે.

Parul University

હવે કોર્ટે પ્રદીપ શર્માને દોષિત જાહેર કર્યા બાદ, આગામી તબક્કામાં નામદાર કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવશે. કોર્ટ શું સજા આપે છે, કેટલા વર્ષની સજા થાય છે, કે કોઈ દંડ પણ વસૂલવામાં આવશે કે નહીં તે અંગે બધાની નજર હવે આગામી સુનાવણી પર ટકેલી છે. સજા સંબંધી નિર્ણય ટૂંક સમયમાં જ જાહેર થશે.

વધુ વાંચો: 'રિક્ષા પાસે ઊભી'તી ત્યારે અશ્લીલ ચેનચાળા', વડોદરામાં શિક્ષકે વિદ્યાર્થિનીની કરી છેડતી

પ્રદીપ શર્માનું નામ અગાઉ પણ અનેક વિવાદોમાં આવ્યું છે, પરંતુ આ કેસ ખાસ કરીને ED દ્વારા ચલાવવામાં આવેલા મોટા આર્થિક આરોપો અને ભ્રષ્ટાચારની તપાસને લઈને ચર્ચામાં રહ્યું છે. સરકારના ઉચ્ચ અધિકારી પર લાગેલા આ પ્રકારના આરોપો હંમેશા નાગરિકો માટે પણ ચિંતા અને ચર્ચાનો વિષય બને છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ED Court Pradeep Sharma IAS officer

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ