ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / 'રિક્ષા પાસે ઊભી'તી ત્યારે અશ્લીલ ચેનચાળા', વડોદરામાં શિક્ષકે વિદ્યાર્થિનીની કરી છેડતી

ફરિયાદ / 'રિક્ષા પાસે ઊભી'તી ત્યારે અશ્લીલ ચેનચાળા', વડોદરામાં શિક્ષકે વિદ્યાર્થિનીની કરી છેડતી

Published By: Vidhata Gothi

Last Updated: 02:30 PM, 6 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં શિક્ષણ જગતને કલંકિત કરતી એક એવી ઘટના સામે આવી છે. વિદ્યાર્થિનીની સાથે શિક્ષકે છેડતી કરવાનો મામલો સામે આવ્યો છે, જેને પગલે વિદ્યાર્થિનીના પિતાએ શિક્ષક સામે ફરિયાદ નોંધાવી છે.

ADVERTISEMENT

વડોદરા જિલ્લાના વાઘોડિયા વિસ્તારમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. વાઘોડિયા વિસ્તારમાં શિક્ષકે વિદ્યાર્થિનીની છેડતી કરી હોવાનું સામે આવ્યું છે. રિક્ષા પાસે ઉભેલી વિદ્યાર્થિની સામે શિક્ષકે ચેનચાળા કર્યા હતા. ત્યારે વિદ્યાર્થિનીના પિતાએ જરોદ પોલીસમાં શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

શિક્ષકે વિદ્યાર્થિનીની કરી છેડતી

આ મામલા અંગે માહિતી પ્રમાણે, વિદ્યાર્થિની રીક્ષા પાસે ઉભી હતી ત્યારે શિક્ષકે બિભત્સ ઇશારા કર્યા હોવાનો શિક્ષક પર આક્ષેપ કરવામાં આવ્યો છે. આરોપી શિક્ષકનું નામ પ્રગ્નેશ કુમાર પટેલ હોવાનું સામે આવ્યું છે. માહિતી પ્રમાણે, આ પહેલી વાર નથી કે જયારે આ શિક્ષકે આવી હરકત કરી હોય. રક્ષાબંધન પહેલા પણ શિક્ષકે વિદ્યાર્થિની સાથે છેડતી કરી હોવાનું સામે આવ્યું છે.

vtv app promotion

પોલીસે આરોપીની શોધખોળ આદરી

આ મામલે વિદ્યાર્થિનીના પિતાએ જરોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ આધારે ગુનો દાખલ કરી આરોપી શિક્ષક પ્રજ્ઞેશ પટેલની શોધખોળ શરૂ કરી દીધી છે. વિદ્યાર્થિનીના પિતાની માગ છે કે શિક્ષક સામે કડક કાર્યવાહી થાય જેથી આવતા સમયમાં કોઈ શિક્ષક વિદ્યાર્થીનીની સાથે આવી હરકતો કરવાની હિંમત ન કરે. વડોદરામાં બનેલી આ ઘટના માત્ર એક પરિવાર માટે નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે ચિંતાજનક છે.

આ પણ વાંચો: Sardar@150 રાષ્ટ્રીય એકતા માર્ચમાં વડોદરાની યુવા શક્તિના દર્શન

ઉલ્લેખનીય છે કે આ પહેલીવાર નથી કે જયારે શિક્ષકે વિદ્યાર્થીનીની છેડતી કરી હોય. એક દિવસ અગાઉ વડોદરામાં વિદ્યાર્થિનીઓ સાથે દ્વિઅર્થી વાતો કરનારા શિક્ષક સામે ફરિયાદ નોંધાઈ છે. ત્યારે તરસાલી ગુરુકુળના શિક્ષક વિનોદ બારિયાની ધરપકડ કરવામાં આવી. આ શિક્ષક પર વિદ્યાર્થિનીઓની બેન્ચ પર બેસી અડપલાં કરતો હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. ત્યારે પોલીસે નરાધમ શિક્ષક વિનોદ બારિયા સામે પોક્સો અને પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Student Harassed by Teacher Vadodara

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ