ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઉમેરઠ વિધાનસભાની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ, ઉમરેઠમાં નોંધાયું છે 59.4% મતદાન

આણંદ / ઉમેરઠ વિધાનસભાની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ, ઉમરેઠમાં નોંધાયું છે 59.4% મતદાન

Published By: Vishal Khamar

Last Updated: 05:50 PM, 3 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભાની તાજેતરમાં જ પેટાચૂંટણી યોજાઈ હતી. જેની મતગણતરી આવતીકાલે યોજાનાર છે.ભાજપના ઉમરેઠના ધારાસભ્યનું અવસાન થતા આ બેઠક પર પેટા ચૂંટણી યોજવામાં આવી હતી.

ADVERTISEMENT

આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાયા બાદ આવતીકાલ મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. આવતીકાલે 4 મે ના રોજ વલ્લભવિદ્યાનગર કાતે બીજેવીએમ કોલેજ ખાતે સવાર 8 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા મતગણતરીને લઈ તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ મતગણતરી કેન્દ્ર પર મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

કુલ 59.04 ટકા મતદાન નોંધાયું હતુ

ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ વિગત આપતા જણાવ્યું હતું કે, ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન તા. 23 એપ્રિલના રોજ યોજાયું હતું. વિધાનસભાના 306 મતદાન મથક પર કુલ 59.04 ટકા મતદાન નોંધાયું હતું. ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી તા. 4 મે સોમવારના રોજ સવારે 8 કલાકે બીજેવીએમ કોલેજ વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાશે.

મતગણતરીની કામગીરીમાં 700 જેટલા અધિકારીની નિમણૂંક કરાશે

સૌ પ્રથમ મતગણતરી માટે પોસ્ટલ બેલેટ પેપરથી મતગણતરીની શરૂ થશે. જેમાં કુલ 206 પોસ્ટલ બેલેટ અને 35 સર્વિસ વોટર્સ મળી કુલ 241 પોસ્ટલ બેલેટથી મતગણતરી હાથ ધરવામાં આવશે. જે બાદ ઈવીએમમાં થયેલ મતદાનની મતગણતરી 14 ટેબલો પર કરવામાં આવશે. મતગણતરી પૂર્ણ થયા બાદ પાંચ મતદાન મથકોની વિવિવેટની સ્લીપની ગણતરી કરવામાં આવશે. મતગણતરી દરમ્યાન 14 કાઉન્ટિંગ સુપરવાઈઝર, 14 કાઉન્ટિંગ મદદનીશ અને 14 માઈક્રો સુપરવાઈઝર સહિત અંદાજે 700 જેટલા અધિકારી કર્મચારીઓ મતગણતરીની કામગીરી માટે નિમણૂંક કરવામાં આવશે.

મતગણતરી સ્થળની અંદર મોબાઈલ લાવવા પર પ્રતિબંધ

જિલ્લા ચૂંટણી અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, મતગણતરી સ્થળની આસપાસ 100 મીટરના ઘેરાવામાં વાહનોને લાવવાની પરવાનગી આપવામાં આવશે નહીત. તેમજ મતગણતરી કેન્દ્ર ખાતે મોબાઈલ લાવી શકાસે નહી. તેમજ જો કોઈ વ્યક્તિ મોબાઈલ લઈને આવે તો મોબાઈલ જમા કરાવવા માટે સુવિધા કેન્દ્રની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. જ્યાં તેઓએ મોબાઈલ જમા કરાવવાનો રહેશે.

ગોવિંદ પરમારના નિધન બાદ બેઠક ખાલી

આ બેઠક પર ભાજપે ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારને ઉમેદવાર બનાવ્યા હતા. જેથી આ ચૂંટણી સીધી ટક્કરની બની ગઈ હતી. ગોવિંદ પરમારના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી અને હવે 23 એપ્રિલ, 2026ના રોજ મતદાન યોજાયું હતું.

આ પણ વાંચોઃ ગુજરાતવાસીઓને આકરી ગરમીથી નહીં મળે રાહત, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ

ભાજપ હર્ષદ પરમારના સ્થાનિક પ્રભાવ અને તેમના પિતાની રાજકીય વારસાને આધાર બનાવી જીતની આશા રાખી રહી છ, જ્યારે કોંગ્રેસ ભૃગુરાજસિંહ ચૌહાણના અનુભવો અને સંગઠનશક્તિ પર વિશ્વાસ મૂકી રહી છે. ઉમરેઠ બેઠક પર લગભગ 2.4 લાખથી વધુ મતદારો છે જે આ ચૂંટણીને વધુ મહત્વની બનાવે છે. રાજકીય વિશ્લેષકોના મતે આ પેટાચૂંટણી માત્ર એક બેઠક પૂરતી સીમિત નથી પરંતુ બંને પક્ષો માટે પ્રતિષ્ઠાની લડાઈ બની રહી છે. પરિણામ 4 મેના રોજ જાહેર થશે જે રાજ્યના રાજકારણમાં આગામી દિશા નક્કી કરી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Anand Anand News Umreth Assembly

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ