ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતવાસીઓને આકરી ગરમીથી નહીં મળે રાહત, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Last Updated: 03:45 PM, 3 May 2026
ADVERTISEMENT
રાજ્યભરમાં ગરમીનો કહેર સતત વધી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ રાહત મળવાની કોઈ શક્યતા દેખાતી નથી. હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં કાળઝળ ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે અને મોટાભાગના શહેરોમાં તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસને પાર જશે.
ADVERTISEMENT
હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું
ખાસ કરીને અમદાવાદ શહેરમાં ગરમીની તીવ્રતા વધતા હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ એલર્ટ મુજબ નાગરિકોને અનાવશ્યક બહાર જવાનું ટાળવા, પૂરતું પાણી પીવાનું અને સૂર્યપ્રકાશથી બચવા સૂચના આપવામાં આવી છે.
ADVERTISEMENT

રાજ્યના અન્ય શહેરો જેમ કે રાજકોટ, સુરત, વડોદરા સહિતના વિસ્તારોમાં પણ ગરમીનો પારો સતત ઊંચો જ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બપોરના સમયે રસ્તાઓ સૂમસામ જોવા મળી રહ્યા છે અને લોકો ગરમીથી બચવા ઘર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
ADVERTISEMENT
ડોક્ટરો પણ આકરા તાપમાનમાં ખાસ કાળજી રાખવાની સલાહ આપી રહ્યા છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને બિમાર લોકો માટે ગરમી વધુ જોખમી સાબિત થઈ શકે છે. હીટસ્ટ્રોક, ડિહાઇડ્રેશન જેવી સમસ્યાઓથી બચવા માટે નિયમિત પાણી પીવું અને ઠંડકમાં રહેવું જરૂરી ગણાવવામાં આવ્યું છે. હવામાન વિભાગ મુજબ આગામી કેટલાક દિવસો સુધી ગરમીમાં ખાસ ઘટાડો થવાની શક્યતા નથી, તેથી નાગરિકોએ સાવચેત રહેવું અનિવાર્ય છે.
આ પણ વાંચોઃ હારીજમાં કલાકાર અર્જુન ઠાકોરના સાસરિયામાં પણ તૂટ્યું સમાજનું બંધારણ ,DJના તાલે રાસ ગરબાની રમઝટ
ADVERTISEMENT
રાજ્યમાં ફરી એકવાર તાપમાનનો પારો ઉંચકાયો હતો. મોટાભાગના શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર થયું છે. અસહ્ય ગરમીથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બપોર બાદ તાપમાનમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. આવતીકાલથી તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.