ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હારીજમાં કલાકાર અર્જુન ઠાકોરના સાસરિયામાં પણ તૂટ્યું સમાજનું બંધારણ ,DJના તાલે રાસ ગરબાની રમઝટ

VIDEO / હારીજમાં કલાકાર અર્જુન ઠાકોરના સાસરિયામાં પણ તૂટ્યું સમાજનું બંધારણ ,DJના તાલે રાસ ગરબાની રમઝટ

Published By: Vishal Khamar

Last Updated: 02:32 PM, 3 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણના હારીજમાં ઠાકોર સમાજે બંધારણ તૂટ્યું હતું. બંધારણના તોડ્યાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

ADVERTISEMENT

પાટણ જિલ્લાના હારીજ વિસ્તારમાં સામાજિક નિયમોનો ભંગ થવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જાણીતા લોક કલાકાર અર્જુન ઠાકોરના સાસરિયા તરફથી પ્રતિબંધ હોવા છતાં DJના તાલે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

માહિતી અનુસાર, આ કાર્યક્રમ દરમિયાન અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર બંને હાજર રહ્યા હતા. ખાસ કરીને, અગાઉ સમાજના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ બંને ભાઈઓને એક વર્ષ માટે સમાજ બહાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમ છતાં, ફરીથી એ જ પ્રકારનો ભંગ થતા સમાજમાં ચર્ચા અને નારાજગીનું માહોલ ઉભું થયું છે.

સ્થાનિક લોકોના કહેવા મુજબ, સમાજ દ્વારા સ્પષ્ટ પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવા છતાં આ પ્રકારની ઉજવણી કરવી સમાજની એકતા અને નિયમોની અવગણના સમાન છે. ઘણા સભ્યો દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે કે શું નિયમો માત્ર સામાન્ય લોકો માટે જ લાગુ પડે છે કે પછી પ્રભાવશાળી વ્યક્તિઓ માટે અલગ માપદંડ છે?

આપણ વાંચોઃ VIDEO : જૂનાગઢમાં લગ્નના વરઘોડા પહેલા મગજનો હુમલો આવતા યુવક ઢળી પડ્યો, ​પરિવારનો એકનો એક દીકરો હતો

આ ઘટનાને લઈને સમાજના આગેવાનો દ્વારા બેઠક બોલાવવામાં આવી શકે છે. જેમાં આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવાશે. સમાજમાં શિસ્ત અને એકતા જાળવવા માટે કડક પગલાં લેવામાં આવે તેવી શક્યતા છે. આ ઘટનાએ ફરી એકવાર સમાજના બંધારણ અને તેની અમલવારી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Harij News Thakor Samaj Constitution Patan

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ