ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : જૂનાગઢમાં લગ્નના વરઘોડા પહેલા મગજનો હુમલો આવતા યુવક ઢળી પડ્યો, પરિવારનો એકનો એક દીકરો હતો
Last Updated: 01:59 PM, 3 May 2026
ADVERTISEMENT
જૂનાગઢ જિલ્લાના એક ગામમાં યોજાયેલા લગ્ન સમારોહમાં ફુલેકાની વિધિ દરમિયાન ઘોડીને નચાવવાની પરંપરા ચાલી રહી હતી. આ દરમિયાન કરણ પરમાર નામનો યુવાન અશ્વપાલક ઘોડીને નચાવતો હતો. અચાનક તેની તબિયત બગડતા તે લથડી પડ્યો અને જમીન પર ધસી પડ્યો.
ADVERTISEMENT
જૂનાગઢમાં લગ્નના વરઘોડા પહેલા મગજનો હુમલો આવતા યુવક ઢળી પડ્યો, પરિવારનો એકનો એક દીકરો હતો...#Junagadh #TragicNews #BrainStroke #WeddingTragedy #GujaratNews #BreakingNews #VTVNews #VTVDigital pic.twitter.com/efK3hpzrUI
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 3, 2026
ડોક્ટરોએ યુવકને મૃત જાહેર કર્યો
ADVERTISEMENT
ઘટનાસ્થળે હાજર લોકોએ તરત જ તેને સંભાળવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેની સ્થિતિ ગંભીર બની ગઈ હતી. તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પ્રાથમિક તપાસ મુજબ બ્રેન સ્ટ્રોકને કારણે તેનું મોત થયું હોવાનું માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ જૂનાગઢથી અમદાવાદ જતી બસમાં શખ્સે યુવતીની કરી છેડતી, બીભત્સ ઈશારા કર્યાં
ADVERTISEMENT
પરિવારજનો અને સ્થાનિકોમાં શોકની લાગણી
આ ઘટના બાદ લગ્ન પ્રસંગમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. પરિવારજનો અને સ્થાનિકોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. કરણ પરમારના અચાનક અવસાનથી તેના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. સ્થાનિક લોકો અને સગાસંબંધીઓએ યુવાનના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે અને પરિવારને સાંત્વના પાઠવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.