ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જૂનાગઢથી અમદાવાદ જતી બસમાં શખ્સે યુવતીની કરી છેડતી, બીભત્સ ઈશારા કર્યાં

છેડતી બનાવ / જૂનાગઢથી અમદાવાદ જતી બસમાં શખ્સે યુવતીની કરી છેડતી, બીભત્સ ઈશારા કર્યાં

Published By: Priyankka Triveddi

Last Updated: 12:31 PM, 3 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જુનાગઢથી અમદાવાદ જતી બસમાં ઇશારા કરી છેડતી કર્યાની ફરિયાદ સામે આવી છે. શું છે સમગ્ર મામલો જાણો વિગતે..,

ADVERTISEMENT

Junagadh ST Bus: ગુજરાતમાં જાહેર પરિવહનમાં મુસાફરી કરતી મહિલાઓની સુરક્ષા અંગે ફરી એકવાર સવાલ ઊભો થયો છે. જૂનાગઢ-આણંદ રૂટની એસટી બસમાં બનેલી છેડતીની ઘટનાએ મુસાફરોમાં ચિંતા અને આક્રોશ ફેલાવ્યો છે. એક યુવતી જે પોતાની માતા સાથે અમદાવાદ જઈ રહી હતી તેની સાથે બસમાં જ એક શખ્સે બિભત્સ ઇશારા કરીને છેડતી કરી હતી. આ ઘટના વચ્ચે ભરેલી બસમાં બની હોવા છતાં શરૂઆતમાં કોઈએ ખાસ પ્રતિક્રિયા ન આપતા પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ હતી.

માહિતી મુજબ, બસમાં અંદાજે 40 જેટલા મુસાફરો હાજર હતા. આરોપી યુવક નશાની હાલતમાં બસમાં બેઠો હતો અને યુવતી તરફ અશ્લીલ ઈશારા કરી રહ્યો હતો. યુવતીની માતા અને બસના કન્ડકટરે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેના બદલે યુવકે અપશબ્દો બોલી વધુ ઉગ્ર વર્તન કર્યું. પરિસ્થિતિ બેકાબૂ બનતા યુવતીએ હિંમત દાખવી અને બસમાં જ હોબાળો મચાવી 112 નંબર પર કોલ કરીને પોલીસને જાણ કરી.

ઘટનાની જાણ થતાં જ બસને જેતપુર યાર્ડ પાસે રોકીને સીધા પોલીસ સ્ટેશન લઈ જવાઈ હતી. આ દરમિયાન તણાવભર્યા માહોલમાં યુવતીની માતાને અચાનક બેભાન થઈ જતા તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાએ બસમાં હાજર અન્ય મુસાફરોને પણ ઝંઝોળી દીધા હતા અને સૌ કોઈએ મહિલાઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો: VIDEO : બેટ દ્વારકાના દરિયામાં મળ્યો 'પ્રાચીન ખજાનો',જાણો શું શું? કોણ કરી શોધ

જેતપુર સિટી પોલીસે યુવતીની ફરિયાદના આધારે આરોપી યુવકની અટકાયત કરી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે જણાવ્યું છે કે સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. આ ઘટના ફરી એકવાર સૂચવે છે કે જાહેર પરિવહનમાં મહિલાઓની સુરક્ષા માટે કડક પગલાં લેવાની તાતી જરૂર છે. જેથી આવી ઘટનાઓને અટકાવી શકાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jetpur Police Action Junagadh Anand Bus ST Bus Harassment

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ