બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:51 PM, 23 January 2025
દર વર્ષે 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસના રૂપે ઉજવવામાં આવે કે. પરંતુ ઘણા લોકોને નથી ખબર કે 26 જાન્યુઆરીએ શું થયું હતું. આ મનમાં આવતો હશે કે આપણે 26 જાન્યુઆરીએ જ પ્રજાસત્તાક દિવસ કેમ ઉજવવામાં આવે છે. તો ચાલો આના વિષે વિગતે માહિતી મેળવીએ.
ADVERTISEMENT

26 જાન્યુઆરી 1950ના રો ભારતીય સંવિધાનને ઔપચારિક (Republic Day 2025) રૂપે અપનાવવામાં આવ્યો હતો, અને આ ઘટનાને પ્રજાસત્તાક દિવસના રૂપે ઉજવવામાં આવે છે. 1947માં બ્રિટિશ રાજથી મુક્તિ મુક્તિ મળી, પરંતુ ભારતીય બંધારણ 26 જાન્યુઆરી 1950 સુધી અમલમાં આવ્યું નહીં, જેના કારણે ભારત એક સાર્વભૌમ રાજ્ય બન્યું અને તેને પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવામાં આવ્યું
ADVERTISEMENT

પ્રજાસત્તાક દિવસ પર પહેલા મુખ્ય અતિથિ કોણ હતા?
ADVERTISEMENT
વર્ષ 1950 માં ભારતના પહેલા પ્રજાસત્તાક દિવસ પર ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો મુખ્ય અતિથિ બન્યા હતા. તે સમયે તત્કાલીન પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પછી, આ વલણ આજે પણ ચાલુ છે. તમને જણાવી દઈએ કે આ દિવસે ઇરવિન સ્ટેડિયમ ખાતે એક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ દિવસે નેવી, આર્મી અને એરફોર્સના જવાનોએ ધૂન વગાડી હતી.
ADVERTISEMENT
આ વખતે કોઈ છે પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથિ?
આ વખતે પણ પ્રજાસત્તાક દિવસ પર ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ ભારતના મુખ્ય અતિથિ હશે. પ્રજાસત્તાક દિવસ 2025 ના ખાસ મોકા પર ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબીયાંતોને ભારતે પોતાના મુખ્ય અતિથિ બનાવ્યા છે. પ્રબોવો સુબીયાંતો રાજકીય મહેમાન હશે. સન 1950 બાદ આ ચોથો અવસર હશે જ્યારે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ ભારતમાં પ્રજાસત્તાક દિવસના અવસર પર મુખ્ય અતિથિના રૂપે આવી રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.