બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / બાલ્કનીમાંથી કબૂતરને આવી રીતે ભગાડો, મળશે ગંદકીથી છૂટકારો

તમારા કામનું / બાલ્કનીમાંથી કબૂતરને આવી રીતે ભગાડો, મળશે ગંદકીથી છૂટકારો

Nirav Kumar

Last Updated: 09:27 PM, 20 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારી બાલ્કનીમાં કબૂતરોનો ત્રાસ હોય તો તમે અહીંયા જણાવેલી અમુક રીતને ફોલો કરીને તેમાંથી છુટકારો મેળવી શકો છો. કેમ કે, કબૂતરોનો બાલ્કનીમાં ગંદકી પણ કરતા હોય છે.

લોકો ઘણીવાર સાંજે કે સવારે પોતાના ઘર કે ફ્લેટની બાલ્કનીમાં બેસવાનું પસંદ કરે છે, પરંતુ કબૂતરો દ્વારા છોડવામાં આવતી ગંદકી અને મળમૂત્ર તેમનો મૂડ બગાડી શકે છે. કબૂતરો જ્યારે બાલ્કનીમાં આવી બેસે છે ત્યારે માત્ર અવાજ જ નથી કરતા પરંતુ તેમના પીંછા અને મળમૂત્ર અસ્થમા અને એલર્જી જેવા શ્વસન રોગોનું જોખમ પણ ઉભું કરે છે. લોકો ઘણીવાર મોંઘી ઝાળી લગાવે છે કે તેમને ભગાડવા માટે કેમિકલનો ઉપયોગ કરે છે, જે પક્ષીઓ માટે જીવલેણ હોઈ શકે છે. પરંતુ શું તમે જાણો છો કે તેમને કોઈ નુકસાન કર્યા વગર દૂર રાખી શકાય છે? ચાલો તેની રીત વિષે જાણીએ.

  • ચળકતી વસ્તુઓ લટકાવો

કબૂતરો ચમકતી વસ્તુઓથી ડરતા હોય છે આથી જો તમે તમારી બાલ્કનીમાં જૂની સીડી અથવા કાચની વસ્તુઓ લટકાવો છો તો સૂર્યપ્રકાશ તેમના પર પ્રતિબિંબિત થશે. આ તેજસ્વી પ્રકાશ કબૂતરોની આંખોને નુકસાન પહોંચાડે છે ત્યારે તેઓ તે વિસ્તાર પર બેસવાનું કે તેની નજીક જવાનું ટાળશે.

VTV DIGITAL
  • તીવ્ર ગંધવાળી વસ્તુઓ

કબૂતરોને ગંધની ખૂબ જ તીવ્ર શક્તિ હોય છે અને તેઓ મરી, તજ કે સરકોની તીવ્ર ગંધને નાપસંદ કરે છે. તમે કાળા મરીના પાવડરને પાણીમાં ભેળવી શકો છો અને તેને તે જગ્યાઓ પર છાંટો જ્યાં કબૂતરો વારંવાર માળામાં રહે છે.

  • બર્ડ સ્પાઇક્સ અને જાળી

જો કબૂતરોએ તમારી બાલ્કનીમાં માળો બનાવ્યો હોય તો પ્લાસ્ટિક બર્ડ સ્પાઇક્સ એક સલામત ઓપ્શન છે. તે અણીદાર હોય છે પરંતુ તે પક્ષીઓને નુકસાન પહોંચાડતા નથી તે ફક્ત તેમને પગ જમાવતા અટકાવે છે. આ સિવાય તમે પારદર્શક નાયલોનની જાળી લગાવીને પણ તમારી બાલ્કનીને સંપૂર્ણપણે સુરક્ષિત કરી શકો છો. આ તાજી હવા અને પ્રકાશને અંદર આવવા દેશે પરંતુ કબૂતરોને આવતા અટકાવશે.

વધુ વાંચો : શું વાળને કાળા કરવા વાળી હેર ડાઈથી થઈ શકે છે લિવરને નુકસાન? જાણો સત્ય

  • સ્વચ્છતાનું રાખો ધ્યાન

કબૂતરો ઘણીવાર એવા વિસ્તારોમાં આવે છે જ્યાં તેમને ખોરાક કે પાણી મળે છે. ખાતરી કરો કે બાલ્કનીમાં કોઈ ખોરાક ઢોળાયેલો ન હોય. જો વાસણો હોય તો તેને નિયમિતપણે સાફ કરો. એકવાર કબૂતરોને ખ્યાલ આવે કે તેમના માટે ખાવા માટે કંઈ નથી તો તેઓ પાછા નહીં આવે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Balcony Bird Spikes Pigeons
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ