બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / શું વાળને કાળા કરવા વાળી હેર ડાઈથી થઈ શકે છે લિવરને નુકસાન? જાણો સત્ય

તમારા કામનું / શું વાળને કાળા કરવા વાળી હેર ડાઈથી થઈ શકે છે લિવરને નુકસાન? જાણો સત્ય

Jinal Chauhan

Last Updated: 07:36 AM, 18 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોજબરોજના ઉપયોગમાં લેવાતી કોસ્મેટિક હેર ડાઈથી સામાન્ય લોકોને લિવરની ગંભીર બીમારી થાય છે એવો કોઈ મજબૂત વૈજ્ઞાનિક કે ક્લિનિકલ પુરાવો મળ્યો નથી.

સલૂનમાં બેઠા બેઠા જ્યારે વાળનો રંગ બદલાતો દેખાય છે ત્યારે મનમાં એક સવાલ જરૂર આવે છે કે શું આ કેમિકલ્સ ખરેખર શરીર માટે નુકસાનકારક છે? તેની તીવ્ર ગંધ અને લોકો પાસેથી સાંભળેલી વિવિધ વાતોને કારણે ઘણા લોકોને લાગે છે કે હેર ડાઈથી લિવર પણ ખરાબ થઈ શકે છે.

એક્સપર્ટ શું કહે છે?

રોજબરોજના ઉપયોગમાં લેવાતી કોસ્મેટિક હેર ડાઈથી સામાન્ય લોકોમાં લિવરની ગંભીર બીમારી થાય છે એવો કોઈ મજબૂત ક્લિનિકલ પુરાવો નથી. આનું કારણ સરળ છે બજારમાં મળતી મોટાભાગની હેર ડાઈ નિયમો હેઠળ બનેલી (રેગ્યુલેટેડ) હોય છે, અને સ્કાલ્પ (માથાની ત્વચા) દ્વારા શરીરમાં તેનું શોષણ ખૂબ જ ઓછું થાય છે. એટલે કે આ કેમિકલ્સ એટલી માત્રામાં બ્લડસ્ટ્રીમ સુધી પહોંચતા નથી કે લિવરને નુકસાન પહોંચાડે.

henna mahendi mendi colouring hair

શું નુકસાન થતું નથી?

તેનો અર્થ એવો નથી કે જોખમ બિલકુલ જ નથી. કેટલાક કેસોમાં લિવરને નુકસાન થયાની માહિતી મળી છે ખાસ કરીને જ્યારે ડાઈમાં પેરા-ફિનાઇલિન ડાયમિન (PPD) જેવા કેમિકલ્સ હોય. પરંતુ આવા કેસ બહુ જ દુર્લભ (રેર) અને વ્યક્તિગત પ્રતિક્રિયા પર આધારિત હોય છે એટલે કે દરેક વ્યક્તિમાં અલગ રીતે થાય છે અને કોઈ નક્કી પેટર્ન નથી. આ ડોઝ પર નિર્ભર નથી પણ શરીરની વ્યક્તિગત પ્રતિક્રિયા પર આધાર રાખે છે.

PPD અને એમોનિયા જેવા તત્ત્વો ત્યારે નુકસાનકારક બની શકે છે જ્યારે તે શરીરમાં વધારે પ્રમાણમાં પ્રવેશ કરે જેમ કે સ્કાલ્પ પર ઘા હોય અથવા ડાઈ લગાવતી વખતે તેની વાસ (ફ્યૂમ્સ) વધારે પ્રમાણમાં શ્વાસ દ્વારા અંદર જાય. આનાથી સ્કીનની એલર્જી થાય છે પરંતુ ગંભીર નથી. જે કેસમાં હેર ડાઈ અને હેપેટાઇટિસ વચ્ચે સંબંધ જોવા મળ્યો હતો તેમાં લાંબા સમય સુધી અથવા વારંવાર ઉપયોગ સાથે પહેલેથી જ રહેલી આરોગ્ય સમસ્યાઓ પણ સામેલ હતી.

VTV Job Vacancy

આ પણ વાંચોઃ સપ્તાહમાં એક દિવસથી વધારે માત્રામાં દારૂ પીવો લિવર માટે છે ઘાતક, સ્ટડીમાં ઘટસ્ફોટ!

ક્યારે સમસ્યા થાય છે?

ખરી ચિંતા ત્યારે વધે છે જ્યારે ઘણા જોખમો એકસાથે જોડાઈ જાય જેમ કે સ્મોકિંગ (ધૂમ્રપાન). સ્મોકિંગ પોતે જ લિવર માટે મોટું જોખમ છે. તે ઓક્સિડેટિવ સ્ટ્રેસ, સોજો (ઇન્ફ્લેમેશન) અને ફાઇબ્રોસિસ વધારતું હોય છે જેના કારણે લિવરની બીમારીનો ખતરો વધી જાય છે ખાસ કરીને જો પહેલાથી ફેટી લિવર હોય અથવા દારૂ પીવાનો ઈતિહાસ હોય. આવા સમયમાં જ્યારે શરીર કેમિકલ્સના સંપર્કમાં આવે છે ત્યારે કુલ મળીને ઝેરી અસર (ટોક્સિક અસર) વધી શકે છે.

ઉપાય શું છે?

તો શું કરવું? સૌથી સારું છે કે હેર ડાઈનો ઉપયોગ સાવચેતી સાથે કરવો. હંમેશા વિશ્વસનીય અને નિયમિત (રેગ્યુલેટેડ) બ્રાન્ડની ડાઈ પસંદ કરો. “અમોનિયા-ફ્રી” અથવા “હર્બલ” લખેલું હોય એટલે તે સુરક્ષિત હોય એવું નથી તેમાં પણ અલગ પ્રકારના કેમિકલ્સ હોઈ શકે છે. દરેક વખત ઉપયોગ કરતા પહેલાં પેચ ટેસ્ટ જરૂર કરો જેથી એલર્જી હોય તો પહેલા જ ખબર પડી જાય. ક્યારેય પણ કાપેલા, ઇજા થયેલા અથવા સોજાવાળા સ્કાલ્પ પર ડાઈ ન લગાવો.

Disclaimer આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PPD chemicals liver health risks hair dye safety
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ