ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / સપ્તાહમાં એક દિવસથી વધારે માત્રામાં દારૂ પીવો લિવર માટે છે ઘાતક, સ્ટડીમાં ઘટસ્ફોટ!

ચોંકાવનારું / સપ્તાહમાં એક દિવસથી વધારે માત્રામાં દારૂ પીવો લિવર માટે છે ઘાતક, સ્ટડીમાં ઘટસ્ફોટ!

Published By: Priyankka Triveddi

Last Updated: 01:56 PM, 17 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ રૂટિનમાં રોજ દારૂનું સેવન કરતાં હોય તો કહેતી જજો તમને લીવરને લગતી બીમારી થઈ શકે છે. જે લોકો રોજ ઓછી માત્રામાં કે પછી માત્ર વિકેન્ડમાં જ દારૂનું સેવન કરે છે અને તેઓ એમ વિચારે કે તેમને કોઈ પ્રકારનો ખતરો નથી તો તેઓએ પણ ચેતવણી જરૂર છે કારણ કે એક નવા સ્ટડીમાં એક અગત્યનો ખુલાસો થયો છે.

ADVERTISEMENT

Heavy Drinking Effects: લોકો ઘણીવાર માને છે કે ક્યારેક ક્યારેક થોડો વધારે દારૂ પીવો એ કોઈ મોટી સમસ્યા નથી ખાસ કરીને જ્યારે તેઓ રોજિંદા જીવનમાં ઓછું પીતા હોય. પરંતુ તાજેતરના એક અભ્યાસે આ માન્યતાને પડકાર આપી નવી ચેતવણી આપી છે. એક મેડિસિન રિસર્ચ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા કરવામાં આવેલ આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ક્યારેક ભારે માત્રામાં દારૂ પીવાથી પણ લીવર પર ગંભીર અસર પડી શકે છે. આ અભ્યાસ પ્રતિષ્ઠિત જર્નલમાં પબ્લિશ કરવામાં આવ્યો છે.

ગંભીર બીમારીનો ખતરો

આ સંશોધન ખાસ કરીને મેટાબોલિક ડિસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોટિક લિવર ડિસીઝ (MASLD) પર કેન્દ્રિત હતું. જે આજના સમયમાં ઝડપથી વધી રહેલી લીવર સંબંધિત સમસ્યાઓમાંની એક છે. આ રોગમાં લીવરમાં ચરબી એકઠી થવાથી બળતરા અને ડાઘ જેવી ગંભીર સ્થિતિઓ ઊભી થાય છે. ખાસ કરીને વધુ પડ્યું વજન, ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકોમાં આ બીમારી વધુ જોવા મળે છે. જેનાથી જોખમ વધુ વધી જાય છે.

દારૂ પીવાની રીત વધુ જોખમી

આ સંશોધનમાં જાણવા મળ્યું કે માત્ર દારૂની માત્રા જ નહીં પરંતુ તેને પીવાની રીત પણ ખૂબ મહત્વની છે. એક જ દિવસમાં વધારે દારૂ પીવાની આદત જેને એપિસોડિક હેવી ડ્રિંકિંગ કહેવામાં આવે છે તે લીવર માટે વધુ નુકસાનકારક સાબિત થઈ શકે છે. સ્ત્રીઓ માટે એક જ દિવસે ચારથી વધુ અને પુરુષો માટે પાંચથી વધુ ડ્રિંક્સ આ કેટેગરીમાં આવે છે. ખાસ કરીને યુવાનો અને પુરુષોમાં આ વલણ વધુ જોવા મળ્યું છે. એક્સપર્ટ અનુસાર એક સાથે વધારે પ્રકારના દારૂ પીવાથી લીવર પર અચાનક તાણ પડે છે . જે બળતરા અને નુકસાનનું જોખમ વધારતું હોય છે.

આ પણ વાંચો: ઉનાળામાં બાલ્કનીમાં લગાવો આ ફુલો, વગર ACએ રૂમ રહેશે એકદમ ઠંડો

અભ્યાસના ચોંકાવનારા પરિણામો

2017 થી 2023 દરમિયાન 8000થી વધુ લોકોના ડેટાના વિશ્લેષણમાં જાણવા મળ્યું કે MASLD સાથે વધુ પડતા દારૂ પીનારાઓમાં એડવાન્સ્ડ લિવર ફાઇબ્રોસિસનું જોખમ લગભગ ત્રણ ગણું વધી જાય છે. આ સ્થિતિમાં લીવર પર અસર [દે છે જે તેની કાર્યક્ષમતા પર અસર કરે છે. અભ્યાસનું મુખ્ય તારણ એ છે કે દારૂ પીવાની પદ્ધતિ કુલ માત્રા કરતાં વધુ મહત્વપૂર્ણ છે. એટલે કે અઠવાડિયામાં સમાન માત્રામાં દારૂ પીતા હોવા છતાં જો કોઈ વ્યક્તિ એક જ દિવસમાં તે વધુ માત્રામાં પી જાય તો તેને વધુ જોખમ થઈ શકે છે.

Disclaimer આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Damage , Alcohol Consumption

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ