બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Repair of Ahmedabad's Shastri Bridge got approval

VTV ઇમ્પેક્ટ / આખરે અમદાવાદના શાસ્ત્રી બ્રિજના સમારકામને મંજૂરી મળી ગઇ, હવે આટલાં મહિના વાહનચાલકો માટે રસ્તો બંધ રહેશે

Kishor

Last Updated: 11:04 PM, 17 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

VTV NEWSના અહેવાલ બાદ અમદાવાદના શાસ્ત્રી બ્રિજનું સમારકામ હાથ ધરાશે. આ અંગે રૂપિયા 5.50 કરોડના ખર્ચે બ્રિજને નવુરૂપ આપવાના કામને મંજૂરી આપી દેવાઈ છે.

  • અમદાવાદના શાસ્ત્રી બ્રિજના સમારકામની મંજૂરી
  • VTV NEWSના અહેવાલ બાદ તંત્ર આવ્યું હરકતમાં
  • અમદાવાદના જર્જરિત શાસ્ત્રી બ્રિજનું થશે સમારકામ

અમદાવાદના વિશાલા પાસે આવેલ શાસ્ત્રી બ્રિજ જર્જરિત હોવાના VTV NEWSના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું છે. આ અંગે હવે સરકાર દ્વારા શાસ્ત્રી બ્રિજના સમારકામ માટેની મંજૂરીની મહોર લગાવી દેવામા આવી છે. જેને લઈને અમદાવાદવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. અગાઉ VTV NEWSએ શાસ્ત્રી બ્રિજ પર તિરાડો અને પોપડા ઉખડી ગયા હોવાનો અહેવાલ પ્રસારિત કર્યો હતો. આ અહેવાલને પગલે તંત્ર સફાળું જાગ્યું છે. 

આગામી સપ્તાહથી બ્રિજ સમારકામ માટે બંધ કરાશે
આગામી સપ્તાહથી બ્રિજ સમારકામ માટે 6 મહિના બંધ રાખી વિશાલાથી નારોલ બ્રિજ પર ડાયવર્ઝન આપવામાં આવશે. રૂપિયા 5.50 કરોડના ખર્ચે બ્રિજનું સમારકામ કરવામાં આવશે. જેમાં બ્રિજની પેરાફીટની દીવાલ, રોડ વગેરેનું સમારકામ કરવામાં આવશે. આ બ્રિજ પરથી રોજના 70 હજારથી 1 લાખ વાહનો પસાર થાય છે.

અગાઉ vtv ન્યૂઝમાં અહેવાલ પ્રસિદ્ધ થયો હતો
અગાઉ ગત તા. 6 જુનના રોજ વિશાલા-ગ્યાસપુરને જોડતા શાસ્ત્રી બ્રિજમાં મસમોટી તિરાડો પડી ગઈ હોવા મામલે vtv ન્યૂઝમાં અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. સાથે જ બ્રિજની રેલિંગ પણ તૂટી ગઈ હોવાનો ઉલ્લેખ કરાયો હતો. જેને લઈ સ્થાનિકો દ્વારા અનેક સવાલ પણ કરવામાં આવ્યા હતા.  સ્માર્ટ અને મેટ્રો સિટી અમદાવાદ શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે તંત્ર દ્વારા નવા-નવા બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે જૂના બ્રિજની મરામત કરવામાં તંત્ર ઘોર ઉદાસીનતા દાખવી રહ્યું હોય તેવું જણાવાયું હતું.  

આ બ્રિજ પર દરરોજ લાખો નાના-મોટા વાહનોની અવર-જવર થાય છે અને જ્યારે પણ બ્રિજ પરથી બે ભારે વાહનો પસાર થાય ત્યારે બ્રિજમાં ધ્રુજારી અનુભવાય છે.  ઠેર ઠેર ગાબડાં અને ભારેવાહનોના પરિવહન વખતે બ્રિજ પર અનુભવાતી ભયાનક ધ્રુજારી, આ અનુભૂતિ અહી પસાર થતાં વાહનચાલકોને ભયના ઓથાર હેઠે મૂકી રહી છે. આ અહેવાલ બાદ તંત્ર દોડતું થયું હતું અને તાત્કાલિક સમારકામની મંજૂરી મળી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ