બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા નથી રહ્યા, 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

નિધન / દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા નથી રહ્યા, 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

Last Updated: 12:32 AM, 10 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન થયું છે. ટાટા સન્સના માનદ અધ્યક્ષ રતન ટાટાને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન થતા રાજકરણીઓ, ઉદ્યોગપતિઓ અને દેશના અગ્રણી દ્વારા રતન ટાટાને શ્રદ્ધાંજલી આપવામાં આવી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયાના માધ્યમ થકી રતન ટાટાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન થયું છે. તેઓ 86 વર્ષના હતા. દેશના સૌથી મોટા બિઝનેસ ટ્રસ્ટ ટાટા સન્સના માનદ અધ્યક્ષ રતન ટાટાને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વધતી જતી ઉંમરને કારણે તેને ઘણી સમસ્યાઓ હતી. દેશભરના લોકોમાં રતન ટાટા પ્રત્યે અપાર આદર હતો. રતન ટાટાના નેતૃત્વમાં ટાટા ગ્રૂપે મહાન ઉંચાઈઓને સ્પર્શી હતી. રતન ટાટા 1991માં ટાટા ગ્રુપના ચેરમેન બન્યા અને ત્યારથી તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. તેઓ 2012 સુધી આ પદ પર રહ્યા હતા. તેમણે 1996માં ટાટા સર્વિસિસ અને 2004માં ટાટા કન્સલ્ટન્સી સર્વિસ જેવી કંપનીઓની સ્થાપના કરી.

પદ્મ વિભૂષણ અને પદ્મ ભૂષણથી સન્માનીત

રતન ટાટા, તેમના નમ્ર વર્તન માટે જાણીતા, હાલમાં ટાટા ટ્રસ્ટના અધ્યક્ષ છે, જેમાં સર રતન ટાટા ટ્રસ્ટ અને એલાઈડ ટ્રસ્ટ તેમજ સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને એલાઈડ ટ્રસ્ટનો સમાવેશ થાય છે. રતન ટાટાએ ભારતીય વ્યાપાર જગતમાં ખૂબ મહત્વનું યોગદાન આપ્યું હોવાનું માનવામાં આવે છે. તેમને ભારતના બે સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો, પદ્મ વિભૂષણ (2008) અને પદ્મ ભૂષણ (2000) એનાયત કરવામાં આવ્યા છે. તેઓ પ્રતિષ્ઠિત કેથેડ્રલ અને જ્હોન કોનન સ્કૂલ, બિશપ કોટન સ્કૂલ (શિમલા), કોર્નેલ યુનિવર્સિટી અને હાર્વર્ડના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.

28 સપ્ટેમ્બર 1937ના રોજ જેન્મ

રતન ટાટાનો જન્મ 28 સપ્ટેમ્બર 1937ના રોજ થયો હતો. તેઓ અબજોપતિ હોવા ઉપરાંત એક દયાળુ, સરળ અને ઉમદા વ્યક્તિ તરીકે પણ જોવામાં આવે છે. તેની સાથે જોડાયેલી આવી ઘણી વાતો છે, જે દર્શાવે છે કે તેણે ઘણા લોકોની મદદ કરી હતી. તેમજ દેશની પ્રગતિમાં રતન ટાટાના યોગદાનને ક્યારેય ભૂલી શકાશે નહીં. સોમવારે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયાં હતા જે પછી તેમની તબિયત ગંભીર હોવાની અફવા ઉડતાં ખુદ રતન ટાટાએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે તેઓ સારી હાલતમાં છે પરંતુ હવે સમાચાર આવ્યાં છે કે તેમની હાલત ગંભીર છે અને તેઓ ડોક્ટરોની સતત દેખરેખ હેઠળ છે.

વધુ વાંચો : 'દેવરા'ના ખરાબ કલેક્શનનું ઠીકરું જુનિયર NTRએ દર્શકો પર ફોડ્યું, આપ્યો દાખલો

બુધવારે ફરી તેમની તબિયત અંગે સમાચાર વહેતા થયા છે. જાણીતી ન્યૂઝ એજન્સી રૉયટરે Reuters દ્વારા કહેવામા આવ્યું છે કે રતન ટાટાની તબિયત કથળી છે અને તેઓ આઈસીયુમાં છે. તેમણે આ ખબર તેમની નજીકના બે સૂત્રો દ્વારા મળી હોવાનો પણ દાવો કર્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ratan Tata Ratan Tata passes away Ratan Tata health news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ