બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 06:56 PM, 14 October 2022
ADVERTISEMENT
ઘણા લોકોને સુઈને ઉઠ્યા પછી શરીર જકડાઈ જવા અને દુખાવો થવા જેવી સમસ્યાઓ થાય છે. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ક્યારેક ઓફિસમાં કામ કરતી વખતે પણ આ સમસ્યા થાય છે. પરંતુ શું તમે જાણો છો કે ઉંઘમાંથી ઉઠ્યા બાદ શા માટે શરીરમાં દુખાવો થાય છે. ચાલો જાણીએ....
ADVERTISEMENT
ઊંઘ પછી શરીરમાં દુઃખાવાનું આ છે કારણ
ઊંઘ પછી શરીરમાં દુખાવો થવાના ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે શારીરિક નબળાઈ, ઊંઘનો અભાવ અથવા શારીરિક પ્રવૃત્તિનો અભાવ. પરંતુ શરીરમાં પોષણનો અભાવ તેનું એક મોટું કારણ છે.
સવારે ઉઠ્યા બાદ જો તમને તમારા શરીરમાં દુખાવો થાય છે તો આટલું કરો
પોષક તત્વોથી ભરપૂર આહાર લો
જો તમને પણ ઊંઘમાંથી ઉઠ્યા પછી શરીરમાં દુખાવાની ફરિયાદ હોય તો તમારે પોષક તત્વોથી ભરપૂર આહાર લેવો જોઈએ. આહારમાં એવા ખોરાકનો સમાવેશ કરો જેમાં શરીર માટે જરૂરી પોષક તત્વો હોય.
કારણ કે તમારા મસલ્સ, હાડકાં, પાચન અને શરીરમાં લોહીની ઉણપને પૂર્ણ કરે છે. આ માટે તમારે તમારા આહારમાં દૂધ, દહીં, છાશ અને સોયાબીન, મસૂરનો સમાવેશ કરવો જોઈએ.
કસરત કરો
જાગ્યા પછી દરરોજ 30 મિનિટ કસરત કરવાનો પ્રયાસ કરો. ખાસ કરીને સ્ટ્રેચિંગ અને યોગ, આ સાથે તમે મોર્નિંગ વોક પણ કરી શકો છો.
ગરમ પાણીથી સ્નાન કરો
ગરમ પાણીથી નહાવાથી થાક દૂર થાય છે. જેના કારણે તમારા સ્નાયુઓને તણાવ અને સોજાથી રાહત મળે છે. આટલું જ નહીં જો તમે ગરમ પાણીથી સ્નાન કરો છો તો તમે તાજગી અનુભવો છો અને પીડાથી છૂટકારો મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.